લોકો કેમ જાય છે મંદિર દર્શને

આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં દરેક કામની શરૂઆત ભગવાનની પૂજા-અર્ચના કરીને કરવામાં આવે છે. લોકો તેમના જીવનના ખાસ દિવસોમાં ભગવાનનો આશીર્વાદ લેવા મંદિરે પણ જતા હોય છે. મંદિર જવું પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો જ એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ શું તમને પણ એવું લાગે છે કે મંદિર જવાનો સંબંધ માત્ર ધર્મ અને પૂજાપાઠ સાથે જ છે. તો એવું જરાય નથી, તેની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે. વાસ્તવમાં માનવ શરીરમાં 5 ઈન્દ્રિઓ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી છે. જોવું, સાંભળવું, સ્પર્શ કરવું, સૂંઘવું અને સ્વાદ મહેસુસ કરવો. હવે તમે વિચારી રહ્યા હશો કે આ ઈન્દ્રિઓનું મંદિર જવા સાથે શું સંબંધ છે. એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિ મંદિરમાં પગ મૂકે છે ત્યારે તેના શરીરની પાંચેય ઈન્દ્રિઓ ક્રિયાશીલ થઈ જાય છે, કેવી રીતે એ જાણીએ…

  1. શ્રવણ ઈન્દ્રિય : મંદિરમાં પ્રવેશ કરવાની સાથે જ આપણે મંદિરની બહાર અથવા મૂળસ્થાનમાં લાગેલો ઘંટ વગાડીએ છીએ. આ ઘંટ એવી રીતે બન્યો હોય છે કે તેમાંથી નીકળતી ધ્વનિ મસ્તિષ્કની જમણી અને ડાબી તરફ એકરૂપતા બનાવે છે. ઘંટનો આ અવાજ 7 સેકંડ સુધી પડઘાના રૂપમાં આપણી અંદર મોજુદ રહે છે. આ 7 સેકંડ શરીરના 7 આરોગ્ય કેન્દ્રોને ક્રિયાશીલ કરવા માટે પુષ્કળ હોય છે.
  1. દર્શન ઈન્દ્રિય : મંદિરનો ગર્ભગૃહ જ્યાં ભગવાનની મૂર્તિ હોય છે તે જગ્યાએ સામાન્યપણે પ્રકાશ ઓછો હોય છે અને થોડું અંધારું પણ હોય છે. મંદિરમાં પહોંચીને ભક્તો પોતાની આંખો બંધ કરી ભગવાનને યાદ કરતા હોઈ છે અને જ્યારે તે આંખો ખોલે છે તો સામે આરતી માટે કપૂર પ્રગટી રહ્યું હોય છે. આ એકમાત્ર પ્રકાશ હોય છે જે અંધારામાં પ્રકાશ આપે છે. એવામાં આપણી દર્શન ઈન્દ્રિય અથવા જોવાની ક્ષમતા સક્રિય થઈ જાય છે.
  1. સ્પર્શ ઈન્દ્રિય : આરતી પછી જ્યારે આપણે ભગવાનનો આશીર્વાદ લેતા હોઈએ ત્યારે આપણે કપૂર અથવા દીવાની આરતી ઉપર પોતાનો હાથ ફેરવી તેને આપણાં હાથેથી આંખો ઉપર લગાવીએ છીએ. જ્યારે આપણે પોતાના હાથને આંખ ઉપર સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણને ઉષ્ણતા મહેસુસ થાય છે. આ ઉષ્ણતા આ વાતની સાબિતી કરે છે કે આપણી સ્પર્શ ઈન્દ્રિય ક્રિયાશીલ છે.
  1. ગંધ ઈન્દ્રિય : મંદિરમાં ભગવાનને અર્પણ કરવા માટે લઈ જવામાં આવતા ફૂલ પવિત્ર હોય છે અને તેની સારી ખુશ્બૂ પણ આવતી હોય છે. મંદિરમાં ફૂલ, કપૂર અને અગરબત્તી આ તમામ વસ્તુઓથી નીકળી રહેલી સુગંધ અથવા ખૂશ્બુ આપણી ગંધ ઈન્દ્રિય અથવા સૂંધવાની ઈન્દ્રિયને પણ સક્રિય કરી દે છે.
  1. આસ્વાદ ઈન્દ્રિય : મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી આપણને ચરણામૃત મળે છે. આ એક દ્રવ્ય પ્રસાદ હોય છે, જેને તાંબાના વાસણમાં રાખવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યાં મુજબ તાંબા વાસણમાં રાખેલું પાણી અથવા તરળ પદાર્થ આપણાં શરીરના ત્રણ દોષને સંતુલિત રાખવામાં મદદ કરે છે. એથી જ્યારે આપણે તે ચરણામૃત ગ્રહણ કરતા હોય ત્યારે આપણી આસ્વાદ ઈન્દ્રિય અથવા સ્વાદ મહેસુસ કરવાની ક્ષમતા પણ સક્રિય થઈ જાય છે.
  1. મંદિર ઉઘાડા પગે કેમ જઈ છીએ : મંદિરની જમીનને હકારાત્મક ઉર્જા અથવા પોઝિટિવ એનર્જીનો સ્ત્રોત માનવામાં આવે છે. આ ઉર્જા ભક્તોમાં તેમના પગના માધ્યમથી પ્રવેશ કરે છે એટલે મંદિરની અંદર ઉઘાડા પગે જઈએ છીએ. આ સિવાય એક વ્યાવહારિક કારણ પણ છે. આપણે ચમ્પલ અથવા જૂતા પહેરી અનેક જગ્યાએ જઈએ છીએ. એવામાં મંદિર જે એક પવિત્ર સ્થળ છે, તેની અંદર બહારની ગંદકી અથવા નકારાત્મકતા લઈ જવી યોગ્ય નથી. તેથી આપણે આપણાં જંપલ અને જૂતાં બહાર જ ઉતારી દેતા હોઈએ છીએ.
  1. મંદિરમાં પરિક્રમા શા માટે : પૂજા પછી આપણાં વડીલો, જ્યાં ભગવાનની મૂર્તિ વિદ્યમાન હોય તે જગ્યાની પરિક્રમા કરવા કહેતા હોય છે. પરિક્રમા કરવા પાછળનું કારણ એ છે કે જ્યારે આપણે પરિક્રમા કરતા હોય ત્યારે મંદિરમાં મોજુદ હકારાત્મક ઉર્જાને આપણે અંદર શામેલ કરી લઈએ છીએ અને પૂજાનો વધુમાં વધુ લાભ પ્રાપ્ત કરીએ છીએ.

Source – DB

%d bloggers like this: