શ્રી મરડેશ્વર મહાદેવ:
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરાથી આશરે ૨૦ કિ.મી. ના અંતરે તથા લુણાવાડાથી આશરે ૨૦ કિ.મી. ના અંતરે શહેરા તાલુકો આવેલ છે. લુણાવાડા-ગોધરા માર્ગ પરનું આ વ્યાવસાયિક અને સામાજીક કેન્દ્ર છે. હાલનું આ શહેરા એટલે જ પુરાણ યુગનું શિવપુરી અને તેમાં આવેલું મરડેશ્વર મહાદેવનું અલગ જ મહત્વ છે. આ શિવપુરમાં બ્રાહ્મણો વસતા હતા અને તેમાંય કાશ્મીરથી આવેલા પંડિતો અને તે શ્રીનગરથી આવેલા અને હાલનું શ્રીનગર અને શિવનગર હતું. જેથી અહિંયા આવેલા બ્રાહ્મણો અને પંડિતો શ્રીગૌડ કહેવાયા, તેઓ ચારેય વેદોના જ્ઞાતા હતા અને દરરોજ આ બ્રહ્મદેવો શિવના લીંગો બનાવીને તેની પુજા કરતાં હતા. શિવલીંગ પર પાણી સાફ કરી દેતાં પાણી પુનઃ ભરાઇ જાય છે અને તે લીંગોને બીજા દિવસે હાલના મરડેશ્વર મહાદેવ છે ત્યાં વિસર્જન કરતા હતા અને કાળક્રમે હાલનું શિવલીંગ પ્રગટ થયું. આ શિવલીંગ તે આજના શહેરા નજીક આવેલા સુપ્રસિઘ્ધ મરડેશ્વર મહાદેવનું મંદિર. આ મરડેશ્વર મંદિરનું શિવલિંગ દર વર્ષ્ એક ચોખા જેટલું વધતું હોવાની લોક શ્રઘ્ધા છે. આ પવિત્ર ધામમાં શ્રાવણ માસને અનુલક્ષીને ભકતોની ભીડભાડ જામવાની સાથે દર સોમવારે વિશિષ્ટ પૂજા યોજાય છે