નવા વષૅ ની સફર મારી સાથે…


દીવાળી નો સમય એટલે હષૅને ઉલ્લાસ નો સમય અને ગુજરાતીઓ માટે નવા વષૅ નો તહેવાર. દીવાળી માં હરેક કોઈ ને કોઈ સંકલ્પ લેતા હોય છે કે સારા કામ ની શુભ સંક્લ્પ કરતા હોય છે.  અને ખરાબ કામ ને વાળી ચોળી ને ચાર રસ્તા પર ફેકી દેજો બરાબર.

 

બેસતું વષૅ માટે અમદાવાદ થી ગામ તરફનું પ્રયાણ

અમે દીવાળી માં બધા ઘરનાં સભ્યો અમારા ગામડે (માદરે વતન) જતાં હોય છે. વષૅ માં બે-ત્રણ વાર જવાનું થાય, એક ઉનાળું વેકેશન ની રજા માં અને બીજું દીવાળી વેકેશન માં કારણકે આ બેજ વાર ગામડામાં વધું સમય વિતાવી શકાય છે પણ હાલ તો હવે માત્ર મારા માટે દીવાળી જ રહી છે. કારણ કે હવે આપણા દીવસો ઉનાળું વેકેશન ભોગવવાનાં ગયાં તે હવે આ બધું મારી બીજી પેઢી ને આપ્યું (પ્રિષા) તેઓ પહોંચી જાય છે  ગામડે. (આ ગામડું શબ્દ સાંભળતાની સાથે ત્યાં ની માટીની મહેક મનમાં ગુમરાવવા લાગે છે.) નસીબદાર છે કે તે આ ભીડવાળી શહેર ને તો રોજ પ્રણામ કરે છે પણ સાથે સાથે ગામડાની  જીંદગી ને પણ માણૅ છે.

પ્રિષા ઉનાળું અને દીવાળી વેકેશન દરમ્યાન સવારે મારા કાકી સાથે ખેતરે જાય મનભરી ને તે સવાર ની તાજગી અનુભવે અને બળદગાડા ની સવારી, ટ્રેકટર ની સવારી નો આનંદ પણ લઈ લે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મારા ગામ મધવાસ માં મહીસાગર નદી સ્થાન છે એક બાજું માતા લક્ષ્મીદેવી નું મંદિર અને બીજું બાજું મહાદેવ અને રણછોડજી નું મંદિર તે બંને વચ્ચે થી જતો નદી માં જવાનો રસ્તો.. આ નદી માં જવાનો રસ્તો નીચે જઈ ત્યાં સામે નદી નું વળાંક પડે છે અને ત્યાંથી સવારે ઉગતો સુરજ નો નજારો આ શિયાળાની ઋતુ માં આહલાદક લાગતો હોય છે. એક કુદરતી નજારો જોવા જેવો છે.

 

આ બધું તો થયું હવે વાત બેસતાવષૅ ના દીન –

સવારે મારા દાદી સવારે ૪.૦૦ વાગે બુમો પાડે છે. ભાઈ નહાઈ લો હમંણા લોકોની આવન જાવન ચાલું થઈ જશે નવા વષૅ ની શુભકામના પાઠવવા સબરસ ક.(સબરસ – ના પડી ખબર હું કહું સબરસ એટલે આ દિવસે કોઈપણ વ્યક્તિ ઘરે ગળ્યું વસ્તું અને તે વસ્તુ ગોળ,ખાંડ,મીઠાઈ રાખે તે શકન  એટલે કે સબરસ ) ૨૦-૨૫ જણ સભ્યો (કાકા-કાકી,પિતરાઈ, ભાઈ-,ભાભી, બહેનો, ભત્રીજા-ભત્રીજી) અને ઘર બે એટલે કે બંને ઘરે વહેચાઈ જઈ ફટાફટ હરીફાઈ લાગે નહાવા માટે. બાકી ના સભ્યો ઘર આગળ ખુલ્લું ચોગાન છે ત્યાં આખા દીવસ નો પ્લાન બનાવા સવારમાં બેસી જઈ. તૈયાર થયાં બાદ સૌ પ્રથમ દાદા નોં ફોટો છે તેમને દશૅન કરી આર્શીવાદ લઈ પછી દાદી ને પગે લાગીએ આર્શીવાદ લઈએ, પછી પપ્પા-મમ્મી,કાકા-કાકી,ભાઈ-ભાભી આર્શીવાદ લઈએ.( સાથે-સાથે લક્ષ્મીદેવી ની કૃપા વરસતી હોય જે ગજવામાં જતાં હોય).

 

ત્યારબાદ અમારા ગામનો ચોરો કે જ્યાં મહાલક્ષ્મી દેવી નું મંદીર,

 

 

 

 

 

 

 

 

 

 

 

 


 રણછોરાયનું મંદીર તેમજ હનુમાનજી અને મહાદેવજીનું મંદિર (પાંચસો વષૅ) છે. આ ચોરા પર ઘર નાં બધા સભ્યો દશૅન કરવા પહોંચી જઈ છીએ. અમારા ગામ મધવાસ (તા.લુણાવાડા,જી.પંચમહાલ) માં પરંપરા છે કે તે દીવસે ગામમાં વસતા દરેક સભ્યો ત્યાં ભેગા થતાં હોય છે. ભગવાન નાં દશૅન કરી ને એક-બીજા ને નવા વષૅ ની શુભકામના પાઠવવીએ છીએ. ત્યારબાદ છુટા પાડી ને ગામમાં જ્યાં જ્યાં મિત્રમંડળ રહેલું હોય ત્યાં-ત્યાં એકબીજા નાં ઘરે જતાં હોય છે. સાંજે ગામ માં સમુહ ભોજન નું આયોજન બે-ત્રણ વષૅ થી ચાલુ કરેલ છે આ દીન મસ્તીભર્યો રહે છે આવનારું વષૅ સારું રહે તેવી શુભકામના સાથે છુટાપડીએ છીએ.

આલેખન – કૌશલ પારેખ

 

Advertisements

About ગુજરાતવિઝીટ (કૌશલ પારેખ)

મારું નામ કૌશલ પારેખ છે. મિત્રતા કરુ છું તેને હું મારો કમૅ અને ધમૅ સમજુ છું. હું બી.એ સ્નાતક (અથૅશાસ્ત્ર) છું અને કોમ્પ્યુટર માં D.C.A,PGDCA, M.C.P., C.C.C, D.G.M.D.P(Graphic Diploma) કરેલ છે. હું ફ્રાર્મા કંપની માં સાત વષૅ થી Sr.Executive Documentation ની નોકરી કરું છું

One response to “નવા વષૅ ની સફર મારી સાથે…”

  1. પરાર્થે સમર્પણ says :

    સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે ……………
    આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s