બીજાનાં ઉપકાર
વ્યક્તિ ની જીવનમાં કોઈનાં કોઈ રીતે આપણી જોડે બીજાનાં ઉપકાર રહેલો હોય છે. અને ઉપકાર કરેલ વ્યક્તિ નો આભાર વ્યક્તિએ જીંદગીભર ભુલવો ના જોઈએ. – મોહનલાલ પારેખ (પિતા શ્રી)
પાવાગઢ – હાલોલ
પચંમહાલ જીલ્લા માં હાલોલ તાલુકા માં પાવાગઢ મહાકાળી માતાજી નું મંદિર આવેલ છે.
પાવાગઢ મહાકાળી મંદિર છે. ત્યાં ઉપર થી તળાવ નો જે સુંદર નજારો કંઈક અલગ હતો.
હાલોલ થી જાબુંધોડા જતા વચ્ચે વિરાસત વન નામ થી બગીચો આવેલ છે. જ્યાં સુદંર બાગ બગીચા ગુજરાત સરકાર નાં હસ્તક દ્વારા કરેલ છે. આ બગીચા માં ઔષધિ માહીતી આપતી તસ્વીરો લાગવેલ છે તેમજ ચાંપાનેર નો ઈતિહાસ પણ દર્શાવેલ છે.
તેની સામે તળાવ આવેલ છે. ત્યાં થી પાવાગઢ નો ડુંગર અતિ સોહામણો અને આલાહદ્ક લાગે છે. ત્યાં આગળ જતાં કબુતરખાના કે જે પુરાત્ત્વ ખાતા હેઠળ રહેલ છે.
કોટેશ્વર મહાદેવ
કોટેશ્વર મહાદેવ એ અમદાવાદ માં મોટેરા સ્ટેડીયમ થી આશરે ૨ કી,મી અંતરે આવેલ છે. આ મહાદેવ સોમનાથ મહાદેવ મંદિર નાં જેવું જ લાગે છે અને મંદિર ની આગળ વિશાળ બગીચો બનાવેલ છે. મંદિરના પરિસર પાસે જ સાબરમતી નદી સ્થાન છે.