|| હનુમાન ચાલીસા ||
હનુમાનજી પ્રાગટ્ય દિવસ
પ્રાગટ્ય દિવસ
કલ્પભેદથી કોઈ ભક્તો ચૈત્ર સુદ 1 મધા નક્ષત્ર માને છે. કોઈ કારતક વદ 14, કોઈ કારતક સુદ 15, કોઈ મંગળવાર તો કોઈ શનિવાર માને છે. પણ ભાવુક ભક્તો માટે પોતાના આરાધ્યદેવ માટે બધી તિથિ શુભ અને શ્રેષ્ઠ છે.
ભગવાન શિવ, શ્રી હનુમાનજીના આરાધ્ય દેવ અને શ્રીરામની લીલાના દર્શન હેતુ અને મુખ્યત્વે તેમની શ્રીરામને તેમના શુભ કાર્યોમાં સહાયતા પ્રદાન કરવા પોતાના અંશ અગિયારમાં રૂદ્રથી શુભતિથિ અને શુભ મૂહૂર્તમાં માતા શ્રી અંજનીના ગર્ભથી શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજીના રૂપમાં ધરતી પર તેમનું પ્રાગટ્ય થયું. મૂળ અગીયારમાં રૂદ્ર ભગાવન શિવના અંશજ, ભગવાન શ્રી વિષ્ણુની (શ્રી રામના રૂપમાં) સહાયતા માટે પ્રગટ્યા.
શ્રી અંજનીમાતાના પતિ શ્રી કેસરી હોવાથી શ્રી હનુમાનજી મહારાજ કેસરી નંદન પણ કહેવાયા.
રઘુનંદન (શ્રી રામ) પ્રિય ભક્ત શ્રી હનુમાનજી
શ્રી રામ ભક્ત, રામકથાના રસિક, અજર-અમર, વજ્રદેહધારી, વૈરાગી શ્રી હનુમાનજી, બળના ધામ, સકલ ગુણોની ખાણ, વિદ્યા નિધિ અષ્ટ સિધ્ધિને નવનિધિના દાતા, સુવર્ણ દેહવાળાં, સ્વયં પ્રકાશક, વિવેક ચુડામણી, બળવીરોમાં સરતાજ, મહાવીર, જાગૃતિકાર, પ્રભુસેવાના સર્વશ્રેષ્ઠ સેવક, દુષ્ટોના યમરાજ, સજ્જનોના સેવક, મંગલમૂર્તિ, બ્રહ્મચારી, સંગીતજ્ઞ, ગરીબનિવાજ, શિવસ્વરુપ, મારુતિનંદન, શ્રી અંજલિકુમાર, કેસરી નંદન શ્રી હનુમાનજીને સૌ ભક્તજનોના કોટિ કોટિ વંદન….
શ્રી હનુમાનજી એટલે ચેતના, સ્વયંગતિ, ચેતના એટલે પરમાત્મા, પરમસત્તા, શ્રી હનુમાનજી શિવજીના અગિયારમા રુદ્ર અને અજર અમર મહાપ્રભુ છે. શિવ શંકરજી સ્વયં શ્રી હનુમાનજી સ્વરુપે છે. શ્રી રામની સેવા કરવી અને શ્રી રામમાં અનન્ય નિષ્ઠા રાખવી એ જ એમનું એકમાત્ર લક્ષ્ય હતું.
સીતામાતાની શોધ શ્રી હનુમાનજીએ કરી અને માતાએ તેમને બે વરદાન આપ્યા.
“અજર અમર ગુન નિધિ સુત હો હૂં…” અને
“અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસવરદીન જાનકી માતા!”
જે વ્યક્તિ મનુષ્ય શ્રી હનુમાનજીની સાચા હૃદયથી પ્રાર્થના ભક્તિ કરે છે તેના તમામ કષ્ટ દૂર થાય છે. ભૂત-પિશાચ પણ તેની નિકટ આવી શકતા નથી અને બદીથી દૂર રહે છે. ભારતમાં ઘણા હનુમાન તીર્થસ્થાનોમાં આજે પણ જેને ભૂત-પિશાચનું વળગણ હોય, તે મંદિર પરિસરમાં પહોંચતા જ વ્યક્તિના શરીરમાંથી તે પિશાચ પીડાય છે અને તેને મુક્ત કરી ભાગી જાય છે. કોઈપણ સ્થાને રામકથા હોય તો શ્રી હનુમાનજી માટે અલગ આસન મુકાય છે. ત્યાં શ્રી હનુમાનજી અદ્દશ્ય સ્વરુપે પણ બિરાજમાન થઈ રામકથા સાંભળે છે. એમના હૃદયમાં શ્રી રામ – સીતાજી સદાય બિરાજમાન છે. સમગ્ર જગતને સીતારામમય સમજીને પ્રણામ કરતા રહો. શ્રી હનુમાનજી હાજરાહજૂર છે. તેમનું અને શ્રી રામનું નામ જપતા રહો.
જય શ્રી રામ…જય શ્રી હનુમાન…
સ્ત્રોત – કેમ્પ હનુમાન ટેમ્પલ(સાઈટ)
ગુજરાતી પર આક્રોશ……
નમસ્કારં વડીલો તેમજ મારા મિત્રો આજે એક સત્ય ધટના આધારીત એક લેખ આપની સમક્ષ રજુ કરું છું જે મારી સોસાયટી ની આસપાસ રહેલી છે.
શાળામાં એક પ્રતિજ્ઞા લેવામાં આવતી હતી ભારત મારો દરેક છે. અને બધા ભારતીય મારા ભાઈ-બહેન છે.
બરાબર પણ કાલ ની વાત ધ્યાન માં લેતા મને એક આચંકો જરૂર લાગ્યો કે જેની વિગતવાર વાર કરું.
હાલ અક્ષરધામ સોસાયટી માં રોડ બનવાનું શરૂ થઈ ગયું છે. અને અમારી અક્ષરધામ સોસાયટી ૭૨ ધર ની છે. અક્ષરધામ સોસાયટી બે વિભાગ છે જેમાં ત્રણ લાઈન અને બે મેઈન રોડ અને વચ્ચે કોમન પ્લોટ આવેલ છે. જ્યાં હાલ તો કાચી માટી નાં રસ્તા હતાં જેને હવે વિકાસ કહો કે વોટ ની મહેરબાની થી હાલ AMC સ્કીમ નેજા હેઠ્ળ ૬૦ અને ૪૦ રેશીયા માં કામ કરેલ છે. અને હાલ બે-ત્રણ દિવસ થી કામ પુર જોરશોર માં ચાલું છે. અને હવે જ્યારે સારું કામ થતું હોય ત્યાં બે-ત્રણ વ્યક્તિ એવી છે કે જે વિધ્નસંતોષ છે. આમાં નો એક ઘર કે જ્યાં યુ.પી નાં શર્માજી રહે છે.
ગેરકાયદેસર બાંધકામ રોડ ની વચ્ચે જેઓનું ધર મેઈન રોડ પુણૅ થાય ત્યાં છેલ્લું અને કોનૅર નું ધર આવેલ છે. ત્યાં સંપુણૅ જગા ધેરી લીધેલ છે. અને જયારે જનરલ મીંટીંગ થઈ ત્યારે તે મકાન માલીક કહેલ હતી કે જે વધારાનું બાંધકામ છે હું જાતે હટાવી દઈશ. પણ હાલ કાલે તેમના ત્યાં રોડનું લેવલ લેવાં શરુઆત છેલ્લે થી રોડ પુણૅ થાય ત્યાંથી કરતાં કરત્તાં મેઈન ગેટ સુધી આવવું પડે પણ કાલે તેમનાં ધર માલિક નો સપુત(છોકરો) કે જે બીજે ભાડે રહે છે. અને હાલ ત્યાં આવી ને ચેરમેન ધમકી આપે છે.જો મારાં ઘર આગળ થી બાંધકામ અડવાનું નથી. નહીંતર જોવા જેવી થશે અને કદાચ સારું પરીણામ નહીં મળે. આમ અમારાં ચેરમેન શ્રી હાલ ૬૫ વષૅ ની ઉમંરે છે અને તેઓ એક સોસાયટી નાં સૌથી જુના મેમ્બર હોવાને નાતે સર્વાનુમત થી તેમને કામ આપેલ છે. અને તેઓ સંપુણૅ રીતે ફ્રી સેવા આપે છે.
પણ હાતો સવાલ જીંદગી નો છે હાલ તો પોલીસ પ્રોટેકેશન લઈને કામ કરાઈ પણ પછી થી આંતરીક દાઝ રાખીને કાંઈક કરે તો મુઝવણ થઈ જાય તેમ છે. હાલ પ્રશ્ન આવી ને ઉભો છેકે હવે હાલ જે વહીવટ છે તે રજીસ્ટાર ને સોંપી દેવોં જોઈએ શનિવાર આ બાબતે જનરલ મીટીંગ છે. હવે જોયું રહ્યું.
ગુજરાતી ની એક ખાસીયત છે જ્યાં જાય ત્યાં જલ્દી ભળી જતા હોય છે અને આપણ ને દુખતી નસ એ છે કે આપણી કદી ઝઘડો નું અંતિમ સ્વરૂપ લેતા નથી. આ જ જોઈને એક પર પ્રાંતી લોકો આપણાં પણ ચડી જતાં હોય છે.
આપનાં લોકોનો અભિપ્રાય માગું છું. અને આપશ્રી યોગ્ય માગૅદશૅન આપશો તેવી આશા સાથે જય શ્રી ક્રીષ્ણ.
લી – કૌશલ પારેખ
શોષણ…..
આજે મારી જોડે એક સમાચાર છે. જેને આપ થકી વધારે માહીતી પ્રસારવા આપની સમક્ષ રજુ કરું. છું.
- વધતી જતી મોધવારી ધ્યાન માં લઈ તો આમ તો આજકાલ પગારધોરણ સામાન્ય નોકરી કરતો વ્યક્તિ ને ૪૦૦૦ થી ૫૦૦૦ થી શરુઆત થાય છે.
- અભ્યાસ નું મહત્વ પણ જોવા જઈએ તો અભ્યાસ ને ધ્યાન લઈ પગારધોરણ માં તફાવત આવતો હોય છે.
- હાલ માં મારા આવો જ કિસ્સો છે અમારે ત્યાં લુણાવાડા,પંચમહાલ માં પ્રાઈવેર શાળા માં પટાવાળા નો વેતન માસિક ૨૦૦૦ અને ટીચર કે જેને અભ્યાસ ક્ષેત્રે પીટી.સી અને બીજા બી.એ.બી.એડ કરેલ છે. તેઓ નો પગાર ૪૦૦૦-૪૫૦૦ છે. આ બંને ટેટ અને ટાટ માં ૨-૩ ગુણ થી નાપાસ થયેલ છે.
- હવે અમદાવાદ શહેરી વિસ્તાર ની વાત કહું તો આવા જ અભ્યાસ કરતાં અન્ય ૫-૮ વ્યક્તિ નો માસિક પગાર માત્ર ૨૦૦૦ રુપિયા છે.
- જેમાં ની એક મારી વાઈફ છે. જેને બી.એ.,બી.એડ(SUB For Social Studies, History, with First Classs), ટાટ ની પરીક્ષા ૩-૮ માકૅ ઓછા છે. જે અનિવાયૅ કારણ ને લીધે રીઝલ્ટ માં પ્રદશૅન ન થઈ શક્યું. પણ છતાં એક શિક્ષક હોવાને નાતે પગાર ધોરણ માત્ર ૨૦૦૦ રુપીયા આપે છે. અને જો ૧ દીવસ ની રજા અનિવાયૅ અવચાનક લેવામાં તો ૨ દિન પગાર કપાત થાય છે.
- આ પ્રાથમિક ટીચર ની ફરજ એ જ છે કે જે ઉતમ રીતે ફુલ પગારવાળા સરકારી ટીચર કરે છે તેટલી સમકક્ષ જ રહેલી છે. આવા કાયદા ચલાવી ને સ્કુલ ટ્રસ્ટી ચલાવે છે. અને તેમાં પણ તેઓની માકૅશીટ સ્કુલ માં જમા કરે છે. અને વચ્ચે જરુર પડે તો એક પગાર આપવનો અને ત્યારબાદ માકૅશીટ ને સર્ટી મળે.
- આ પગાર ધોરણ ગ્રામ્ય વિસ્તાર ને ધ્યાન માં લઈએ તો આ બરાબર છે?
- મારા મતે તો બાળક ને જો શરુઆત નું જે ભણતર ભણાવે છે તે પાયાનું જ્ઞાન મહત્વ નું બની રહેતું હોય છે. આજ પાયાને તૈયાર કરનાર ને તમે જો યોગ્ય વેતન ના મળૅ તો શું થાય તે આપ સવૅ શિક્ષકગણ જાણતા હશો.
- આજ કાલ તો કડીયા-નાકા વાળા કામ કરનાર વ્યકિત નો દૈનિક વેતન ૩૦૦-૪૦૦ હોય છે
- પ્રાઈવેટ જગા ખાલી હોય ત્યાં આવી વ્યક્તિ નો નોકરી લગાવો આપ થકી યોગ્ય જગ્યા અને શિક્ષક છે તેમ સમજી સારું વેતન મળી રહે.
- એક ગુજબ્લોગ બનાવી ને આપણે એક જોબ પોલૅટલ બનાવી એ ને એક-બીજાનાં સહયોગ થકી મદદ કરીએ.
આપનો આભાર -લી- કૌશલ પારેખ