ગુજરાતી પર આક્રોશ……


નમસ્કારં વડીલો તેમજ મારા મિત્રો આજે એક સત્ય ધટના આધારીત એક લેખ આપની સમક્ષ રજુ કરું છું જે મારી સોસાયટી ની આસપાસ રહેલી છે.

શાળામાં એક પ્રતિજ્ઞા લેવામાં આવતી હતી ભારત મારો દરેક છે. અને બધા ભારતીય મારા ભાઈ-બહેન છે.

બરાબર પણ કાલ ની વાત ધ્યાન માં લેતા મને એક આચંકો જરૂર લાગ્યો કે જેની વિગતવાર વાર કરું.

અક્ષરધામ સોસાયટી પ્લાન

હાલ અક્ષરધામ સોસાયટી માં રોડ બનવાનું શરૂ થઈ ગયું છે. અને અમારી  અક્ષરધામ સોસાયટી ૭૨ ધર  ની છે. અક્ષરધામ સોસાયટી બે વિભાગ છે જેમાં ત્રણ લાઈન અને બે મેઈન રોડ  અને વચ્ચે કોમન પ્લોટ આવેલ છે. જ્યાં હાલ તો કાચી માટી નાં રસ્તા હતાં જેને હવે વિકાસ કહો કે વોટ ની મહેરબાની થી હાલ AMC સ્કીમ નેજા હેઠ્ળ ૬૦ અને ૪૦ રેશીયા માં કામ કરેલ છે. અને હાલ બે-ત્રણ દિવસ થી કામ પુર જોરશોર માં ચાલું છે. અને હવે જ્યારે સારું કામ થતું હોય ત્યાં બે-ત્રણ વ્યક્તિ એવી છે કે જે વિધ્નસંતોષ છે. આમાં નો એક ઘર કે જ્યાં યુ.પી નાં શર્માજી રહે છે.

ગેરકાયદેસર બાંધકામ રોડ ની વચ્ચે જેઓનું ધર મેઈન  રોડ પુણૅ થાય ત્યાં છેલ્લું અને કોનૅર નું ધર આવેલ છે. ત્યાં સંપુણૅ જગા ધેરી લીધેલ છે. અને જયારે જનરલ મીંટીંગ થઈ ત્યારે તે મકાન માલીક કહેલ હતી કે જે વધારાનું બાંધકામ છે હું જાતે હટાવી દઈશ. પણ હાલ કાલે તેમના ત્યાં રોડનું લેવલ લેવાં શરુઆત છેલ્લે થી રોડ પુણૅ થાય ત્યાંથી કરતાં કરત્તાં મેઈન ગેટ સુધી આવવું પડે પણ કાલે તેમનાં ધર માલિક નો સપુત(છોકરો) કે જે બીજે ભાડે રહે છે. અને હાલ ત્યાં આવી ને ચેરમેન ધમકી આપે છે.જો મારાં ઘર આગળ થી બાંધકામ અડવાનું નથી. નહીંતર જોવા જેવી થશે અને કદાચ સારું પરીણામ નહીં મળે. આમ અમારાં ચેરમેન શ્રી હાલ ૬૫ વષૅ ની ઉમંરે છે અને તેઓ એક સોસાયટી નાં સૌથી જુના મેમ્બર હોવાને નાતે સર્વાનુમત થી તેમને કામ આપેલ છે. અને તેઓ સંપુણૅ રીતે ફ્રી સેવા આપે છે.

પણ હાતો સવાલ જીંદગી નો છે હાલ તો પોલીસ પ્રોટેકેશન લઈને કામ કરાઈ પણ પછી થી આંતરીક દાઝ રાખીને કાંઈક કરે તો મુઝવણ થઈ જાય તેમ છે. હાલ પ્રશ્ન આવી ને ઉભો છેકે હવે હાલ જે વહીવટ છે તે રજીસ્ટાર ને સોંપી દેવોં જોઈએ શનિવાર આ બાબતે જનરલ મીટીંગ છે. હવે જોયું રહ્યું.

ગુજરાતી ની એક ખાસીયત છે જ્યાં જાય ત્યાં જલ્દી ભળી જતા હોય છે અને આપણ ને દુખતી નસ એ છે કે આપણી કદી ઝઘડો નું અંતિમ સ્વરૂપ લેતા નથી. આ જ જોઈને એક પર પ્રાંતી લોકો આપણાં પણ ચડી જતાં હોય છે.

આપનાં લોકોનો અભિપ્રાય માગું છું. અને આપશ્રી યોગ્ય માગૅદશૅન આપશો તેવી આશા સાથે જય શ્રી ક્રીષ્ણ.

લી – કૌશલ પારેખ

Advertisements

About ગુજરાતવિઝીટ (કૌશલ પારેખ)

મારું નામ કૌશલ પારેખ છે. મિત્રતા કરુ છું તેને હું મારો કમૅ અને ધમૅ સમજુ છું. હું બી.એ સ્નાતક (અથૅશાસ્ત્ર) છું અને કોમ્પ્યુટર માં D.C.A,PGDCA, M.C.P., C.C.C, D.G.M.D.P(Graphic Diploma) કરેલ છે. હું ફ્રાર્મા કંપની માં સાત વષૅ થી Sr.Executive Documentation ની નોકરી કરું છું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s