હનુમાનજી પ્રાગટ્ય દિવસ


પ્રાગટ્ય દિવસ

hanuman

 

 

કલ્પભેદથી કોઈ ભક્તો ચૈત્ર સુદ 1 મધા નક્ષત્ર માને છે. કોઈ કારતક વદ 14, કોઈ કારતક સુદ 15, કોઈ મંગળવાર તો કોઈ શનિવાર માને છે. પણ ભાવુક ભક્તો માટે પોતાના આરાધ્યદેવ માટે બધી તિથિ શુભ અને શ્રેષ્ઠ છે.

ભગવાન શિવ, શ્રી હનુમાનજીના આરાધ્ય દેવ અને શ્રીરામની લીલાના દર્શન હેતુ અને મુખ્યત્વે તેમની શ્રીરામને તેમના શુભ કાર્યોમાં સહાયતા પ્રદાન કરવા પોતાના અંશ અગિયારમાં રૂદ્રથી શુભતિથિ અને શુભ મૂહૂર્તમાં માતા શ્રી અંજનીના ગર્ભથી શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજીના રૂપમાં ધરતી પર તેમનું પ્રાગટ્ય થયું. મૂળ અગીયારમાં રૂદ્ર ભગાવન શિવના અંશજ, ભગવાન શ્રી વિષ્ણુની (શ્રી રામના રૂપમાં) સહાયતા માટે પ્રગટ્યા.

શ્રી અંજનીમાતાના પતિ શ્રી કેસરી હોવાથી શ્રી હનુમાનજી મહારાજ કેસરી નંદન પણ કહેવાયા.

 

રઘુનંદન (શ્રી રામ) પ્રિય ભક્ત શ્રી હનુમાનજી

શ્રી રામ ભક્ત, રામકથાના રસિક, અજર-અમર, વજ્રદેહધારી, વૈરાગી શ્રી હનુમાનજી, બળના ધામ, સકલ ગુણોની ખાણ, વિદ્યા નિધિ અષ્ટ સિધ્ધિને નવનિધિના દાતા, સુવર્ણ દેહવાળાં, સ્વયં પ્રકાશક, વિવેક ચુડામણી, બળવીરોમાં સરતાજ, મહાવીર, જાગૃતિકાર, પ્રભુસેવાના સર્વશ્રેષ્ઠ સેવક, દુષ્ટોના યમરાજ, સજ્જનોના સેવક, મંગલમૂર્તિ, બ્રહ્મચારી, સંગીતજ્ઞ, ગરીબનિવાજ, શિવસ્વરુપ, મારુતિનંદન, શ્રી અંજલિકુમાર, કેસરી નંદન શ્રી હનુમાનજીને સૌ ભક્તજનોના કોટિ કોટિ વંદન….

શ્રી હનુમાનજી એટલે ચેતના, સ્વયંગતિ, ચેતના એટલે પરમાત્મા, પરમસત્તા, શ્રી હનુમાનજી શિવજીના અગિયારમા રુદ્ર અને અજર અમર મહાપ્રભુ છે. શિવ શંકરજી સ્વયં શ્રી હનુમાનજી સ્વરુપે છે. શ્રી રામની સેવા કરવી અને શ્રી રામમાં અનન્ય નિષ્ઠા રાખવી એ જ એમનું એકમાત્ર લક્ષ્ય હતું.

સીતામાતાની શોધ શ્રી હનુમાનજીએ કરી અને માતાએ તેમને બે વરદાન આપ્યા.

“અજર અમર ગુન નિધિ સુત હો હૂં…” અને

“અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસવરદીન જાનકી માતા!”

જે વ્યક્તિ મનુષ્ય શ્રી હનુમાનજીની સાચા હૃદયથી પ્રાર્થના ભક્તિ કરે છે તેના તમામ કષ્ટ દૂર થાય છે. ભૂત-પિશાચ પણ તેની નિકટ આવી શકતા નથી અને બદીથી દૂર રહે છે. ભારતમાં ઘણા હનુમાન તીર્થસ્થાનોમાં આજે પણ જેને ભૂત-પિશાચનું વળગણ હોય, તે મંદિર પરિસરમાં પહોંચતા જ વ્યક્તિના શરીરમાંથી તે પિશાચ પીડાય છે અને તેને મુક્ત કરી ભાગી જાય છે. કોઈપણ સ્થાને રામકથા હોય તો શ્રી હનુમાનજી માટે અલગ આસન મુકાય છે. ત્યાં શ્રી હનુમાનજી અદ્દશ્ય સ્વરુપે પણ બિરાજમાન થઈ રામકથા સાંભળે છે. એમના હૃદયમાં શ્રી રામ – સીતાજી સદાય બિરાજમાન છે. સમગ્ર જગતને સીતારામમય સમજીને પ્રણામ કરતા રહો. શ્રી હનુમાનજી હાજરાહજૂર છે. તેમનું અને શ્રી રામનું નામ જપતા રહો.

જય શ્રી રામ…જય શ્રી હનુમાન…

સ્ત્રોત – કેમ્પ હનુમાન ટેમ્પલ(સાઈટ)

Advertisements

About ગુજરાતવિઝીટ (કૌશલ પારેખ)

મારું નામ કૌશલ પારેખ છે. મિત્રતા કરુ છું તેને હું મારો કમૅ અને ધમૅ સમજુ છું. હું બી.એ સ્નાતક (અથૅશાસ્ત્ર) છું અને કોમ્પ્યુટર માં D.C.A,PGDCA, M.C.P., C.C.C, D.G.M.D.P(Graphic Diploma) કરેલ છે. હું ફ્રાર્મા કંપની માં સાત વષૅ થી Sr.Executive Documentation ની નોકરી કરું છું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s