Archive | જૂન 21, 2013

યે જવાની હૈ દિવાની – ફિલ્મ ગોષ્ઠી મારા અંદાજ માં……..


યે જવાની હૈ દિવાની – ફિલ્મ ગોષ્ઠી મારા અંદાજ માં……..

કરણ જોહર ના બેનર સાથે અયાન મુખૅજી નેજા હેઠળ મળીને એક ઉતમ અને મેસેજીસવાળી યુવાન હૈયા ની વાર્તા ની ફિલ્મ બનાવી છે.

yeh-jawaani-hai-deewani-13-12x9

યે જવાની દિવાની હે નું સંગીત પણ મસાલેદાર છે. જેમાં કબીરા, બલમ- પિચકારી, બતમીઝ-દિલ, સુભાન-અલ્લા સોંગ સુંદર સિનેટૉગાર્ફી છે.

હવે વાત ફિલ્મ ની સ્ટોરી ની તો વેકઅપ-સિંદ જોઈ હશે તો આપને લાગશે કે તેનું અપગ્રેડ વઝૅન છે. વેકઅપસિંદ કોલેજ માં ભણતા યુવાન ની આસ-પાસ રહેલી ફિલ્મ છે. જ્યારે યે જવાની દિવાની હે એ કોલેજ પુણૅ થયા પછી આસ-પાસ બનેલી ધટના પરનું છે.
દુનિયા ની કુદરતી નજારા ને મહેસુસ કરવા અને પોતાના શોખ પુણૅ કરવા નીકળી પડે છે સફર કરવા….મનાલી.
જીવવું તે પણ એક સ્વંત્રતા થી અને પોતાના મિજાજ મન-માની ને મક્ક્મ અને દ્રઢ સંક્લ્પ થી અલગ અંદાજ માં.
પોતાના ગોલ સુધી પહોંચવા તે ખુબ જ મહેનત કરે છે તેને પોતાના ડાયરી માં બનાવેલ યોજના પ્રમાણે તે તે પોતાના મિત્ર ને તેમજ પોતાના માતા-પિતા ને છોડી ને તે વિદેશ પોતાના સપના સાકાર કરવા જતો રહે છે. પોતાના ગોલ ને પહોંચી વળાવા પાછું વળીને જોતો નથી. ત્યાં સુધી માં આઠ વષૅ વીતી જાય છે. એક દિવસ અચાનક પોતાની જુના મિત્ર ફોન આવે છે. ત્યારે પોતાની નોકરી માં એક પ્રમોશન આવે છે. તે છોડીને પોતાન જુના મિત્ર નાં મેરેજ માં આવી ચડૅ છે. ત્યાં પોતાનાં બીજા અન્ય જુના મિત્રને મળીને પોતાના જુનાં સંસ્મરણો તાજા કરે છે.
એક મિત્ર દારૂ અને જુગાર માં બરબાદ થતો હોય છે જેના લીધે તે પોતાનો બિઝનેસ વેચાવા સુધી ની નોબત આવી જતી હોય છે. ત્યારે એક મિત્ર ની મદદ કરવા પુરી તૈયારી બતાવે છે.
આમ ફિલ્મ માં પોતાના ગોલ સુધી પહોચવા અને પોતાની જીવનની હરેક ક્ષણ અને હરેક પળ ને તે મહેસુસ કરે છે.
યે જવાની હૈ દિવાની ફિલ્મ સુંદર અને જીવન કઈ રીતે જીવવું તેવા મેસેજીસ વાળી છે.
(Movie Rating – 4 Point[****] out of 5)

(છબી સ્તોત્ર – http://www.glamsgam.com | આલેખન – કૌશલ પારેખ )