ગુજરાતમાં પ્રવાસે આવવાનું મન કેમ થાય ? કારણકે……… અહીં
ગુજરાત પ્રવાસન
ગુજરાતમાં પ્રવાસે આવવાનું મન કેમ થાય ? કારણકે……… અહીં
- પ્રવાસ એ ઉપચાર સંબંધી પ્રવૃત્તિ છે.
- પ્રવાસ એ શૈક્ષણિક પ્રક્રિયા છે.
- પ્રવાસ એ પ્રકૃતિને જાણવા-સમજવાની રીત છે.
- ગુજરાતમાં વિશાળ સમતળ ભૂમિ પર પથરાયેલા લીલાછમ મેદાનો, ઐતિહાસિક સ્થળો ઉપરાંત વિશાળ દરિયા કિનારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
- ગુજરાતનો પ્રવાસ સ્ફૂર્તિદાયક, આલ્હાદક અને રોમાંચક બને છે.
- ગુજરાતમાં સતત ચેતનવંતી સંસ્કૃતિ અને ભાઇચારાની અનુભૂતિ કરાવતો માનવ સમાજ…..
- અહીંના જીવનની અવિસ્મરણીય અનુભૂતિ, યાદગાર પળોની સ્મૃતિ અને જીવન જીવવાની કળા શિખવા મળે છે.
- ભારતમાં ગુજરાત તેની આગવી શૈલી અને સંસ્કૃતિથી સૌથી અલગ ઉભરી આવતું રાજ્ય છે. ગુજરાત પાસે હડપ્પન સંસ્કૃતિથી શરૂ કરી મોગલ સામ્રાજ્ય સુધીનો ભવ્ય ઐતિહાસિક વારસો છે. ગુજરાતનો પ્રવાસ સિમાડાથી ક્ષિતિજના સૌંદર્યનો અનંત પરંપરાગત અને ઐતિહાસિક સાંસ્કૃતિનો સ્પર્શ કરાવે છે.
- વિભૂતિઓની ભૂમિ ગુજરાત : ‘ગુજરાતની કૂખે અનેકવિધ વિભૂતિઓ જન્મી છે. સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વાતંત્ર્યવીરોમાં મોહનચંદ કરમચંદ ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ વગેરે કે જેઓએ આઝાદીના જંગમાં લડત આપી. અહિંસા, ભાઇચારો, બીજા પ્રત્યે માન તેમજ રાષ્ટ્ર ભક્તિના પાઠો ભારતીયજનોને શિખવાડ્યા.
- ઐતિહાસિક અને પુરાતત્વીય સ્મારકો : ૪૫૦૦ વર્ષથી પણ વધુ સમયનો ભવ્ય ઇતિહાસ ધરાવતા ગુજરાતે અનેકવિધ સાંસ્કૃતિક સભ્યતાને પોતાના ખોળે ઉછેરી છે. આ ભવ્ય પરંપરાની સાક્ષી રૂપે ગુજરાતમાં અદ્વિતીય ઐતિહાસિક અને પુરાતત્વીય ઇમારતો આવેલી છે. લોથલ હડપ્પન, પાલિતાણા મંદિરોના નિર્માણ દ્વારા તેની ધાર્મિક સંસ્કૃતિને ગવાહી પુરે છે. જૂનાગઢમાં બૌદ્ધ ઋષિઓની ગુફાઓ આવેલ છે.
ગુજરાતની મુલાકાતે આવેલ પ્રવાસીઓ (ભૂતકાળમાં) : વર્ષ ૨૦૦૬-૨૦૦૭ દરમિયાન કુલ ૧ કરોડ ૨૩ લાખ ૪૦ હજાર પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી હતી. તે સમય અગાઉના વર્ષ દરમિયાન ૧.૭૫ લાખ જ્યારે વર્ષ ૨૦૦૬-૦૭ ના વર્ષ દરમિયાન ર લાખ કરતા વધારે વિદેશી મુસાફરોએ ગુજરાતની મુલાકાત લીધી હતી.
આધ્યાત્મિક પ્રવાસન : ગુજરાતમાં અસંખ્ય જગ-પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. જેમાંના મોટાભાગના હિન્દુઓના તીર્થસ્થાનો છે. આ યાત્રાધામોના પ્રત્ચેક ગુજરાતી જીવનમાં ઓછામાં ઓછા એકવાર દર્શન કરે છે. વિદેશીઓ અને બિન રહેવાસી ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ ખાસ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોની મુલાકાત લેવા માટે ગુજરાત આવે છે.
- સોમનાથ અને દ્વારીકા : ભગવાન શ્રી શીવજીના પ્રસિદ્ધ બાર જ્યોર્તિલીંગમાનું સોમનાથ જ્યોર્તિલીંગ ગુજરાતમાં વેરાવળ પ્રભાસ-પાટણ ક્ષેત્રમાં આવેલું છે, આ ભવ્ય મંદીરનું નવનિર્માણ ઇ.સ. ૧૯૫૦માં કરવામાં આવેલું હતું. વિદેશી આક્રમણકારોએ સોમનાથ મંદીરનો અસંખ્યવાર ધ્વંસ કર્યો હતો. હિન્દુઓની આસ્થાના પ્રતિક રુપ સોમનાથ મંદિરનો સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. સોમનાથ ભગવાન શિવજીનું મંદિર છે. જે યજુર યુગમાં ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં શ્રવણીકેશ્વર તથા રાપરયુગમાં શ્રી ગણેશ્વરના નામે ઓળખાય છે.
- દ્વારકા (જામનગર જીલ્લો) જે પ્રાચીન સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની હતી જેની રચના ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી. પાવાગઢ પ્રસિદ્ધ ઐતિહાસિક અને ધાર્મિક યાત્રાધામ છે. જે ચાંપાનેર ખાતે આવેલ છે. પાવાગઢને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. પાવાગઢ મંદિર એ પર્વતની શિખરે પર આવેલું છે. જેની ઊંચાઇ ૧,૪૭૧ ફુટ છે. ગુજરાત સ્થિત પાવાગઢ જગપ્રસિદ્ધ સંગીતકાર બૈજુ બાવરાનું જન્મ સ્થળ છે.
- જુનાગઢ સ્થિત ગિરનાર પર્વત હિન્દુ સાધુઓ અને જૈન મુનિઓ માટે અતિ પવિત્ર સ્થાનકોમાંનું એક છે, અહીં સાધુઓના અખાડા તેમની અલગારીને લીધે પ્રસિદ્ધ છે. ઘણા સાધુઓ અને પવિત્ર દેહઘારી પુરુષો તેમની મસ્તીમાં જીવન વિતાવે છે. વિશેષ રુપથી જૈન તીર્થંકર ભગવાન નેમિનાથ તેમની દિવ્યરુપ સાથે બિરાજમાન છે. આ ગિરનાર પર્વત ઉપર રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગિરનારના કુલ 9990 પગથિયાં માંથી 5500 પગથિયાં ચઢવા-ઉરતવાની પ્રતિયોગિતા યોજાય છે.
- ૫૧ માંથી ર શક્તિપીઠ ગુજરાતમાં આવેલા છે. મા અંબાજીનું મંદીર ઉ. ગુજરાતના સાંબરકાઠાં અને મા મહાકાળીનું મંદીર મધ્ય ગુજરાતમાં પાવાગઢ ખાતે આવેલા છે.
- ભારતના પાંચ પવિત્ર તળાવો માંથી એક નારાયણ સરોવર અને સાત પવિત્ર નદીઓ માંથી એક પાવાગઢમાંથી આવે છે.
- ડાકોર, વીરપુર, ખોડીયાર, સારંગપુર, ગોંડલ વગેરે સ્થળો ધર્મ અને આસ્થાના પવિત્ર સ્થાનકો ગુજરાતમાં આવેલા છે.
- પારસીઓના ત્રણ પવિત્ર યાત્રાધામો ગુજરાતમાં આવેલ છે. આગ મંદિર ઉદવાડામાં, અત્સબેહરમ નવસારીમાં અને સુરતમાં અત્સબેહરમ છે. પારસીઓએ ભારતમાં આવવા માટે ઉતરાણ કર્યું હતું તે સ્થળ સાંજણ બંદર આવેલ ગુજરાતના દક્ષિણકાંઠે આવેલું છે.
- સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર મંદિરો અક્ષરધામ, ગઢડા, બચોસણ, ગોંડલ, સારંગપુર વગેરે જગાએ આવેલાં છે.
- જૈન સંપ્રદાયના પાંચમાંથી બે યાત્રાધામ પાલિતાણા અને ગિરનાર ગુજરાતમાં આવેલ છે. તદઉપરાંત જૈન યાત્રાધામો જેવા કે શંખેશ્વર, તારંગા, કુમ્ભારીયાજી, ભદ્રેશ્વર, માંડવી, મહુડી વિગેરે આવેલ છે.
- સરખેજ અને ઊંઝામાં ઇસ્લામ ધર્મની પવિત્ર મસ્જીદ આવેલી છે.
- sઆધ્યાત્મિક ગુરુઓ મોરારીબાપુ, રમેશ ઓઝા વગેરે ના પણ આશ્રમો આવેલ છે. જેઓ ભારત ભરમાં પ્રસિદ્ધ છે.
હેરિટેજ પ્રવાસન
- ગુજરાતમાં સમૃદ્ધ વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્ય કળાના નમૂના આવેલા છે. પ્રાચીન શહેર જેવા કે લોથલ અને ધોળાવીરા, પ્રાચીન બુદ્ધિસ્થ સ્થાપત્ય
- અમદાવાદની ‘હેરિટેજ વૉક’ ભારતની એક માત્ર ‘‘વૉકીંગ ટુર’’ છે.
- ગુજરાતના અમૂલ્ય સ્થાપત્યનું પરિણામે છે અહીં આવેલી હેરિટેજ હોટલો. ગુજરાત રાજ્ય પાસે આવી ૨૦ હેરિટેજ હોટલો છે. કે જે જૂના મહેલો કે કિલ્લામાંથી બનાવેલ છે.
સાંસ્કૃતિક પ્રવાસન
- ગુજરાતના પ્રવાસન સ્થળો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત ધાર્મિક આસ્થાના પ્રતીક છે. જે ભારતીય કળા, વૈભવ, બેનમૂન સ્થાપ્ત્યો, પવિત્રતા અને સમૃદ્ધ વિચારોના પ્રતિક સમાન છે. ગુજરાતની પ્રજામાં વિશ્વાસ, સત્ય, સહિષ્ણુતા તથા અતિથિને ભગવાન માનવાના ઉચ્ચ વિચારો આવેલા છે. અહીંના લોકો સાદુ જીવન, ઉચ્ચ વિચારો ના સિદ્ધાંતને વરેલા છે. અહીં જુદા-જુદા ધર્મો અને જાતિના લોકો કોમી એખલાસની ભાવના અને સહિષ્ણુતા સાથે એક બીજાને મદદ કરીને રહે છે જે ગુજરાતની આગવી ઓળખ છે.
- આદિવાસી અને તેમની કળા ગુજરાતની સાંસ્કૃતિની પરંપરાના ભાગ છે. જેઓ કર્ણ-પ્રિય સંગીત, કલાત્મક નૃત્ય અને ભાવનાત્મક નાટક ભજવી જાણે છે.
- ગુજરાત શ્રેષ્ઠ હસ્તકલા જેવા કે પટોડા, ખાડી, બાંધણી, છાપકામ, ભરતકામ, નંડા, રોગણ ચિત્રકામ, માતાની પછેડી, લાકડાની કૃતિઓ, વાંસની કૃતિઓ, પિથોરા, કવિતાઓ વગેરે માટે જાણીતું છે.
- ગુજરાત દરેક ધર્મો – રિતરીવાજોના તહેવારો તેના રંગમાં રંગીને ઉજવે છે
- આરબો, ડચો, પોર્ટુગીઝો, મુઘલો અને બ્રિટિશોની સંસ્કૃતિની છાપ પણ ગુજરાતની સંસ્કૃતિમાં જોવા મળે છે.
પ્રસંગ પ્રવાસન
- પ્રસંગ પ્રવાસન એ આર્થિક કામકાજો-પ્રવૃત્તિમાં અને પ્રવાસીઓને રાજ્યમાં આકર્ષવા માટે વધારો કરે છે. ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારી સંમેલનો, મેળાવડા, વેપારી ગોષ્ઠી, સાંસ્કૃતિક કાર્યક્રમો, મેળાઓ, કોન્ફરન્સ વગેરે અવાર-નવાર થાય છે. તેમાં રાજ્ય સરકારનો અભિગમ પ્રસંગ પ્રવાસનને વેગ મળે તે છે.
- પ્રસંગોચિત પ્રવાસનના લીધે રમત પ્રવાસન, પર્યાવરણ પ્રવાસન, મનોરંજન પ્રવાસનમાં પ્રવાસીઓનો વધારો થાય છે. વળી તેઓ ગુજરાતના ગામો, શહેરો, દરિયાકિનારા, થિમ પૅવેલિયન જોઇને ગુજરાતના ઝાંખી મેળવે છે.
- ગુજરાત પાસે અખૂટ જોવા મળતી પ્રવાસનના વિકાસ માટેની તકો છે. જે આર્થિક લાભોની સાથે મનોરંજન અને આનંદ આપે છે.
મનોરંજન અને પર્યાવરણ પ્રવાસન
- ગુજરાત આનંદ – પ્રમોદની ભૂમિ છે. ભારતભરમાં ગુજરાતમાં શ્રેષ્ઠ દરિયાકિનારો છે. અહીં અર્થ-પ્રવાસનની ઊજળી તકો છે. અહીં મનોરંજન પ્રવાસનની સાથે સાથે આર્થિક પ્રવાસનની તકો ઊજળી છે. નળ સરોવર તથા ગાંધીનગરને અર્થ પ્રવાસનથી સાથે જોતરેલા છે. નળસરોવર કુદરતી સૌંદર્યના સ્થળની સાથે સાથે ઇકો-પાર્ક છે. નયનરમ્ય સ્થળો અને વિકાસ માટેની અમાપ તકો છે. આ સમગ્ર વિસ્તાર સપાટ ખુલ્લા મેદાનો અને જંગલો વાળો વિસ્તાર છે. સ્થાનિક પ્રવાસીઓ માટે એકદિવસીય પ્રવાસ માટે શ્રેષ્ઠ જગા છે. જ્યાં બોટિંગ, પક્ષીદર્શન, સાથેની આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓની સગવડ છે. અહીં ગુજરાતભરના પ્રવાસીઓ આવે છે. ગાંધીનગર પ્રાકૃતિક સૌંદર્ય અને ઉધાનોથી ઘેરાયેલું લીલુંછમ શહેર છે.
- ગુજરાતમાં સરિતા ઉધાન, સયાજી બાગ, પરિમલ બાગ, જેવા સૌંદર્ય અને પ્રાકૃતિક સંપદાથી સજ્જ બગીચાઓ આવેલા છે. અમદાવાદ સ્થિત કાંકરિયા તળાવ તેના નવા રૂપરંગ અને સગવડોથી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કાંકરિયાની ફરતે પ્રાણીસંગ્રહાલય,
- માછલીઘર, બાળકો માટે બાલવાટીકા, રેલગાડી, ઉપરાંત કાંકરિયામાં જળવિહાર તેમજ ખાણી-પીણી અને આનંદ પ્રમોદનાં સગવડો ઉપલબ્ધ છે.
- દેશનો પહેલું ઇકો પ્રવાસન ક્ષેત્ર દ્વારકા પાસે સોમનાથ ખાતે ડની પોઇન્ટ પાસે આવેલ છે. ગુજરાત સરકારની યોજના દ્વારા પર્યાવરણનું સંરક્ષણ કરવામાં આવે છે. અને તેના માટે નવી યોજનાઓ બનાવવામાં આવે છે. વળી પ્રવાસીઓને પણ પર્યાવરણને હાનિ પહોંચાડયા વગર મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
- ગુજરાતના રાજ્ય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ વિવિધ રેસ્ટોરાં અને કાફેટેરીયા આવેલા છે.
ગ્રામ્ય અને શહેરી પ્રવાસન
- ગુજરાતે એશિયાના પહેલા ‘‘ગ્રીન પ્રવાસન’’ ની શરૂઆત કરીને ‘‘ગ્લોબ વૉર્મિંગ’’ સામે લડવાની ગુજરાતની તૈયારી અને ઇચ્છા શક્તિ દર્શાવે છે કે વિકાસની સાથે-સાથે પર્યાવરણ સાથે તાલમેલ બેસાડવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. શહેરી પ્રવાસન વધુ ને વધુ પર્યાવરણ સાથે તાલમેલ બેસાડીને બને તેટલું ઓછું પર્યાવરણને નુકશાન પહોંચાડી રહ્યું છે.
- ગ્રામ્ય અને શહેરી પ્રવાસનને લીધે ગુજરાતમાં આવતા પ્રવાસીઓને શહેર તથા ગ્રામ્ય વિસ્તારોની ઝાંખી કરવામાં આવે છે. જેમાં હાઇકીંગ એન બાઇકીંગ, જુદા જુદા સંગ્રાહાલયોની મુલાકાત, જુદી જુદી કળા અને હસ્તકળાની ખરીદી સામેલ છે. મેળાઓ અને તહેવારોમાં ગુજરાતી પ્રજામાં રહેલા કૌશલ્યોની ઝાંખી કરાવે છે. ગુજરાત પાસે શહેર તથા ગામના વિકાસમાંની ઉજળી તકો તથા તે માટેની ઇચ્છાશક્તિ અહીં જોવા મળે છે. જેના લીધે આર્થિક વિકાસ ક્ષેત્રે પણ લાભ થશે. ગુજરાતના પરંપરાગત કળા અને હસ્તકલાએ દુનિયાભરના લોકોના દિલ જીત્યા છે. ગ્રામ્ય પ્રવાસ પ્રવાસીઓને ગામડાંમાં રહેલા લોકોના જીવન, પરંપરા, સંસ્કૃતિ વિચારો જાણવાની તકો આપે છે. જે શહેરોમાં સામાન્ય રીતે મળતી નથી.
નૈસર્ગિક પ્રવાસન
- વિશ્વ પ્રવાસીઓ કે જે કુદરત અને વન્યજીવનની શોધમાં છે તેમના માટે ગુજરાત એક હકીકત સમાન છે. ગુજરાતમાં વિવિધ પ્રકારના જંગલો, વિશાળ સમુદ્ર કિનારો, દરિયાઇ જીવન, રણ પ્રદેશ, સમૃદ્ધ હરિયાળા જંગલો છે. અહીં કેટલાક વિશેષ પ્રાણીઓના રહેઠાણ છે. જંગલના રાજા સિંહ ગીરના જંગલોમાં જોવા મળે છે. જે ગુજરાત પ્રવાસન માટેનું એક મુખ્ય આકર્ષણ છે.
- ગુજરાતમાં ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો અને ૨૧ અભ્યારણો આવેલા છે.
- ગીરના જંગલોમાં સિંહ, કચ્છના રણમાં ઘુડખર, વિદેશી પક્ષીઓ નળ સરોવરમાં, કાળિયાર અને ચાર શિંગડાવાળા હરણના અભ્યારણો, કેટલાંક પક્ષીઓના અભ્યારણો ગુજરાતમાં આવેલા છે
- વ્હેલ શાર્ક ગુજરાતના દરિયામાં આવે છે.
- કચ્છના અખાતમાં દેશનું પ્રથમ દરિયાઇ અભ્યારણ આવેલું છે.
- ઓખામાં કિડોખાઉ મળી આવે છે.
આરોગ્ય પ્રવાસન
- ગુજરાતની યોગ, આયુર્વેદિક, હોમિયોપેથિક, નેચરોપેથી, હિલિંગ, રૈકી વગેરે ચિકિત્સા પદ્ધતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
- આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનું કેન્દ્ર ગુજરાત છે. ગુજરાતમાં અમદાવાદ, નડિઆદ, કરમસદ અને વડોદરામાં વિશ્વસ્તરના આધૂનિક દવાખાના અને ચિકિત્સા-સુવિધા આવેલી છે. તબીબી અભ્યાસ માટે ગુજરાતમાં શ્રેષ્ઠ મેડિકલ કૉલેજ અને ફાર્મા કૉલેજો આવેલી છે.
- ગાંધીનગર, અમદાવાદ અને રાજ્યના મુખ્ય શહેરોમાં સ્પા અને મસાજ કેન્દ્રો આવેલા છે. જે અનોખી ચિકિત્સા પદ્ધતિ દ્વારા રોગીઓનો ઇલાજ કરે છે.
- ગુજરાતભરમાં વિશ્વસ્તરના યોગ કેન્દ્રો આવેલા છે. પ્રાચીન હિન્દુઓના શરીર અને આત્માને શુદ્ધ રાખવાની પદ્ધતિ દુનિયાના લોકોને પ્રભાવિત કર્યા છે.
વેપારી પ્રવાસન
- ગુજરાતે આર્થિક વિકાસનું પોતાનું મોડલ વિકાસશીલ રાષ્ટ્રના ભાગ રૂપે રજૂ કર્યું છું. ગુજરાતે પોતાની સભ્યતા-ઉચ્ચ જનજીવન, આનંદ, વેપાર અને રમત-ગમતને વિશ્વ ફલક પર મૂકેલ છે. ગુજરાતીઓ ઉચ્ચ જીવનશૈલી સાથે સારી ગુણાત્મક જીવનનો આનંદ લે છે. ગુજરાત પશ્ચિમનું માન્ચેસ્ટર કે ડેનિમ શહેર તરીકે જાણીતું છે. ગુજરાતની કુલ ઔદ્યોગિક બનાવટોમાંથી ટેક્ષ્ટાઇલ ઉધોગમાંથી ૬ % હિસ્સો આવે છે. તે કૉટનનો મોટો ઉત્પાદક (૩૫ % ) અને નિકાસ કરનાર (૬૦ %) છે. તે દુનિયાનું ત્રીજા નંબરનું ડેનિમ ઉત્પાદક છે. જે ભારતની ૧૨ % ટેક્ષ્ટાઇલ્સ નિકાસ કરે છે.
- ગુજરાત સૌથી ઝડપી રસાયણિક ઉત્પાદનનોનો વિકાસ કરનાર અર્થતંત્ર ધરાવતું રાજ્ય છે. યોગ્ય રીતે ચકાસણી કર્યા બાદ તેની પાસે સુયોજિત રસાયણ ઉત્પાદન માટેનો ઔદ્યોગિક ઢાંચો છે જેમાં પેટ્રોકેમિકલ્સ અને તેની આડપેદાશો, ડાઇઝ અને તેના આનુષાંગિક ઉત્પાદન થાય છે. ગુજરાત ફાર્માસ્યુટિકલ ઉધોગ માટેનું હબ બન્યું છે. આ ક્ષેત્રે સૌથી વધુ વિકાસ અને હરિફાઇની દ્રષ્ટિએ ગુજરાત વિકસીત છે. અંદાજે ૩૨૪૫ બનાવટના લાયસન્સ ધરાવે છે અને ભારતના ફાર્માસ્યુટિકલ ટર્નઓવરનો કુલ ૪૨ % હિસ્સો છે અને તેના રર % નિકાસ ભારત કરે છે.
- ૬૦ થી વધુ ઉધોગગૃહો – રોકાણકારો વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન મળ્યા, ગુજરાત રોકાણકારો માટે એક સ્વર્ગ બન્યું છે.
- ઔદ્યોગિક પ્રવાસનને લીધે અતિથિ ઉધોગમાં વધારો થયો છે. તેણે અનુકરણીય ઉદાહરણ પુરૂં પાડ્યું છે. તેના પરિણામરુપ રોકાણકારો અને વિકાસશીલ દેશોને ગુજરાત પર નજર રાખવા માટે પ્રોત્સાહિત કરેલ છે.
સ્તોત્ર – ગુજરાતઈન્ડીયા.કોમ
શા માટે ગુજરાત!
શા માટે ગુજરાત
એ રાજ્ય કે જ્યાં
જો તમને ઉચ્ચ જીવન જીવવાની ઉત્કંઠતા હોય,
જો તમે વિકાસ અને સંવર્ધન પામવા ઇચ્છતા હોવ,
જો તમારૂં ધ્યેય” વસુધૈવ કુટુંમ્બકમ્’ હોય તો “,
ગુજરાત તમારા માટે જ છે.
- વ્યૂહાત્મક સ્થ્ળ – દેશના પશ્ચિમી દરિયાકાંઠાથી જોડાયેલું ગુજરાત રાજ્ય જમીની સરહદોથી ઉત્તર તેમજ મધ્યમાં ભારતના રાજ્યો સાથે જોડાયેલું
- પરિવર્તનનો જયઘોષ – ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ રાજ્યમાં પરિવર્તનનું રણશિંગુ ફુંકાયું છે. જેઓ માને છે ગુજરાતને એક ભવિષ્ય છે. સ્વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચશે.
- ગોરવવંતો માર્ગ આગળ : – ગુજરાત ઉત્કૃષ્ઠતા અને ઝડપી વિકાસ સાથે પરિવર્તનના ઉચ્ચ શિખરો સર કરી રહ્યું છે. સામાન્ય માનવીના જીવનધોરણમાં બદલાવ આવી રહ્યો છે
- જન શક્તિ – શિક્ષણ, આરોગ્ય ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પ્રજાની શક્તિનો ક્રિયાત્મક સહયોગ મેળવવાનો દ્રષ્ટિકોણ.
- વિકાસકીય કામોમાં પ્રજાને જોતરવી.
- વિકાસ કોમી એખલાસતા અને વિવાદોના નિરાકરણ માટે ગ્રામ-સભાનુ આયોજનમાં અસરકારક કામગીરી .
- પંચાયત રાજ સંસ્થાઓમાં હરિફાઇ મુકત સર્વ સંમતી પૂર્ણ ચૂંટણીનું આયોજન .
- મહેસુલ નોંધો અને ગામની પંચાયતના તમામ કામકાજો માં કોમ્પ્યૂટર પ્રણાલીનો ઉપયોગ .
- પ્રચલિત તહેવારોમાં પ્રજાકીય શકિત યોગદાન દ્વારા ઉજવણી.
- પોતાની આર્થિક પ્રવૃત્તિઓનું સંચાલન મહિલાઓ સ્વયંભૂ રીતે સંગઠીત થઇ કરે તથા અન્ય પ્રશ્નોનું નારી-અદાલત દ્વારા નિવારણ.
- શિક્ષણની માળખાકીય સુવિધા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી શિક્ષકોની તાલીમ અને રાજ્યની તમામ શાળાઓમાં કમ્પ્યુટર પ્રણાલીનો ઉપયોગ.
- સ તત બદલાતી તકનિકી પ્રણાલીઓને ધ્યાનમાં રાખી સમયની માંગ મુજબ નવા અભ્યાસક્રમોની રજૂઆત.
- બાળકોની શાળામાં ભરતી અને વધુમાં વધુ સ્તરે તેના ઘડતર માટે ખાસ ધ્યાન.
- છોકરીઓના શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન.
- ગ્રામ્ય સ્તરે વૈશ્વિક જ્ઞાન મળી રહે તે ઉદ્દેશ્યથી ચાલુ કરાયેલું અભિયાન.
- છોકરીઓના શિક્ષણ માટે અલાયદુ નાણા ભંડોળ અને વિદ્યાર્થીઓ માટે જીવન વીમા કવચની યોજના.
- છોકરીઓના શિક્ષણ માટે દાનમાં મળેલી ચીજવસ્તુઓ જેનું અંદાજીત મૂલ્ય રૂ. ૩ કરોડથી વધુ.
- રાજ્યમાં ૧૧ નવી યુનિવર્સિટીનું નિર્માણ, ૪૦૦ નવી કોલેજની શરૂઆત, ૧.૨૫ લાખ શિક્ષકોની ભરતી અને ૩૮,૦૦૦ જેટલા નવા વર્ગખંડોના નિર્માણ સાથે ટેકનિકલ શિક્ષણમાં વિદ્યાર્થીઓની બેઠક સંખ્યા વધારી બમણી કરાઇ.
- પ્રાથમિક કક્ષાએ શાળા છોડી જનારા બાળકોની સંખ્યામાં અસરકારક ઘટાડો.
- યુવાનો અંગ્રેજી શિક્ષણમાં રસ લેતા થાય તેવું અભિયાન.
- જ્ઞાન શક્તિ – જ્ઞાન એ શક્તિ છે, ગુજરાતમાં બહુવિધ શ્રેષ્ઠતા અને સ્થાપિત પ્રણાલિઓમાં સકારાત્મક ફેરફારો સાથે કૂનેહ અને પ્રૌદ્યોગિક વિજ્ઞાનનો વિકાસ અહીં ધ્યેય સિદ્ધિ માટે
- ઊર્જા શક્તિ – ગુજરાતે વીજ-વ્યવસ્થાપન માટે સમય માળખું ઊભું કર્યું છે. બ્રોડબેન્ડ જોડાણ અને ગ્રામીણ વિકાસ માટે અવિરત વીજ પુરવઠો ઉપલબ્ધ બનાવ્યો
- ખોટ ખાતું રાજ્ય સરકારનું ઇલેકટ્રીસિટી બોર્ડનું વ્યવસાયીક ધોરણે સંચાલીત કરી નફો રળતું બનાવાયું.
- નિયત વીજ ભારમાં વધારો.
- તેલ અને કુદરતી વાયુમાં સંશોધન માટે મોટા પાયે ખેડાયેલા સાહસો.
- સમગ્ર રાજ્યમાં કુદરતી વાયુ વહન માટે ૨૨૦૦ કિ.મી. લાંબા માળખાને સ્થાપિત કરાયું.
- તેલ અને કુદરતી વાયુનો ગંજાવર જથ્થો ગુજરાત ભારત તેમજ વિદેશોમાં આરક્ષિત બનાવાયો.
- તમામ ગામડાઓમાં આમ આદમીની જરૂરીયાત માટે વીજળીની ઉપલબ્ધી.
- સમગ્ર દેશમાં સૌથી મોટી પ્રવાહી કુદરતી વાયુ તથા ગઠીત કુદરતી વાયુની માળખાકીય સુવિધા.
- કુદરતી વાયુ આધારીત આર્થિક વ્યવસ્થાપન.
- દેશની ઇંધણ-રાજધાની તરીકે ગુજરાત ઊભરી રહ્યું છે.
- જળ શક્તિ – કુદરતી જળ સંસાધનો દ્વારા વરસાદી જળસ્ત્રોત પર ધ્યાન કેન્દ્રિત કરી વૈજ્ઞાનિક ઢબે જળ વ્યવસ્થાપન
- ભૂમિગત જળ ભંડાર અને વરસાદી પાણીના વ્યવસ્થાપનમાં વિજ્ઞાની અભિગમ
- એદ્યતન સિંચાઇ તકનિકીનો અમલ
- રાજ્યની મુખ્ય નહેરો સાથે તમામ ગામડાઓનું જોડાણ
- રાજ્યની ૨૧ જેટલી નદીઓનું જોડાણ
- સરદાર સરોવર પરિયોજના બંધથી અંદાજે ૫૦૦ કિ.મી. સુધી પાણી અને વીજળીના લાભો પહોંચાડવામાં પૂર્ણતાના આરે….
- જળ સંચય માટે રાજ્યમાં ખેત-તલાવડીઓ અને ચેક ડેમો અંદાજે ૨.૨૫ લાખ જેટલી બનાવી.
- રક્ષા શક્તિ – નાગરિકો માટે સલામતી ઉપરાંત વ્યક્તિગત, સામાજીક, આર્થિક સલામતી માટે લક્ષ.
- કુદરતી અને માનવ સર્જિત આફતોની અસર ઓછી થાય તેનો વિકાસ કરવો.
- ગુજરાતને પોલિયો મુક્ત કરવું, રક્તપિત મુક્ત કરવું, એચ.આઇ.વી./એઇડ્સ ના દર્દીઓની સંખ્યા ઓછી કરવી.
- નવી યોજના દ્વારા બાળકો અને માતાઓની મૃત્યુનો દર ઘટાડવો.
- ભૂકંપશાસ્ત્ર વિષે સંશોધક વિદ્યાલય બનાવવું.
સૌજન્ય – ગુજરાતઈન્ડીયા.કોમ
જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે…
જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે તમારી શેરી અને ઘરનું આખું સરનામું
જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે તમારી શેરી અને ઘરનું આખું સરનામું આજકાલા ચિઠ્ઠીની ફેશન રહી નથી. લોકો આજકાલ ઇ-મેલ પર વધુ વિશ્વાસ કરે છે. પરંતુ તેમ છતાંય કોણ શેરીમાંથી પોસ્ટમેન નીકળે છે. તો મનમાં એક ઉમંગ રહે છે કે કાશ આપણા ઘરે પણ કોઇ ચિઠ્ઠી આવે. તમારા વિસ્તારનો પિન કોડ તો તમને યાદ હશે જ. દરેક લોકોને પિનકોડ મોઢે યાદ હોય છે. કોઇ ચિઠ્ઠી મોકલવી હોય, કુરિયર હોય કે મની ઓર્ડર પિન કોડની જરૂર તો બધાને પડે છે.
પરંતુ શું તમને ખબર છે કે પિન કોડનો અર્થ શો થાય છે..? પિન કોડ તો ખૂબ જ અગત્યનો હોય છે. તેની મદદથી તમે તમારા વિસ્તારી પૂરી માહિતી સરળતાથી મેળવી શકો છો. જ્યારે તમે તમારો પિન કોડ કોઇને કહો છો તો તેનો મતબલ એ થયો કે તમે તમારા એરિયાની પૂરી માહિતી તેને આપી રહ્યા છો. પિન કોડનો જન્મ 15મી ઑગસ્ટ 1972માં થયો હતો. પિન કોડનો મતલબ થાય છે પોસ્ટલ ઇંડેક્સ નંબર. આજકાલ પિનકોડનું અસ્તિત્વ ગુમાવી રહ્યા છે.
અત્યારે ઇ-મેલ દ્વારા જ્યારે ચિઠ્ઠીઓ મોકલવામાં આવી રહી છે ત્યારે પિન કોડ આખરે કોણ પ્રયોગ કરે. કુરિયર સર્વિસીસે જ્યારથી પિન કોડનો પ્રયોગ શરૂ કર્યો છે ત્યારથી પિન કોડ ફરીથી પોતાનું વર્ચસ્વ સાબિત કરવામાં લાગી ગયો છે. પિન કોડ એક ખૂબ જ ખાસ નંબર હોય છે તેના પર આખી પોસ્ટલ સિસ્ટમ નિર્ભર કરે છે. 6 નંબરનો મળીને બનાવાયેલો આ કોડ તમને એરિયાની તમામ માહિતી આપે છે. તેનો દરેક નંબર કોઇ ખાસ એરિયાની માહિતી આપે છે. આ માહિતીની મદદથી પોસ્ટ ઓફિસના લોકો સાચી જગ્યાએ પેકેટને ડિલિવર કરે છે. આપણો આખો દેશ 6 ખાસ ઝોનમાં ડિલિવર કરાયો છે. તેમાંથી 8 રિજનલ ઝોન છે અને એક ફંકશનલ ઝોન. દરેક રિન કોડ કોઇને કોઇ ખાસ ઝોનની માહિતી આપે છે. જો તમારા પિન કોડનો પહેલો નંબર 1 હોય તો તેનો મલબ છે તમે દિલ્હી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ કે જમ્મુ-કાશ્મીરના કોઇ રાજ્યમાંથી છોય જો આ નંબર 2 હોય તો તમે ઉત્તરપ્રદેશ કે ઉતરાંચલથી છો. આ જ રીતે જો પિન કોડનો પહેલો નંબર 3 હોય તો તમે વેસ્ટર્ન ઝોન કે રાજસ્થાન કે ગુજરાત સાથે સંબંધ ધરાવો છો. 4નંબરથી શરૂ થનાર પિનકોડ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને છતીસગઢનો કોડ હોય છે. આ જ રીતે 5થી શરૂ થનાર કોડ આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો હોય છે. જો તમારો પિન કોડ 6 થીશરૂ થઇ રહ્યો છે તો કેરલા કે તામિલનાડુના રહેવાસી છો. જો હવે તમારા પિન કોડનો પહેલો નંબર 7 છે તો તમે ઇસ્ટર્ન ઝોનમાં છો. અહીં તમે બંગાળ, ઓરિસ્સા, અને નોર્થ ઇસ્ટર્ન વિસ્તારમાં છો. જો તમારા પિન કોડનો પહેલો નંબર 8 છે તો એ વાતનો સંકેત આપે છે કે બિહાર કે ઝારખંડમાં રહો છો. જો તમારો પિનકોડ નંબર 9 થી શરૂ થતો હોય તો તે એ વાતની સાક્ષી પૂરે છે કે તમે ફંકશનલ ઝોનમાં રહો છો. આ હોય છે આર્મી પોસ્ટલ સર્વિસીસ માટે.હવે આ તો થઇ પહેલાં નંબરની વાત. હવે આપણી વાત કરીશું પિન કોડના શરૂઆતના બે નંબર અંગે. 11 નંબર દિલ્હીનો હોય છે. 12-13 હરિયાણા, 14-16 પંજાબ, 17 હિમાચલ પ્રદેશ, 18 અને 19 જમ્મુ-કાશ્મીર, 20-28 ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ માટે, 30-34 રાજસ્થાન, 36-39 ગુજરાત, 40-44 મહારાષ્ટ્ર, 45-49 મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, 50-53 આંધ્રપ્રદેશ, 56-59 કર્ણાટક, 60-64 તામિલનાડુ, 67-69 કેરલા, 70-74 બંગાલ, 75-77 ઓરિસ્સા, 78 આસામ, 79 નોર્થ ઇસ્ટર્ન વિસ્તાર, 80-85 બિહાર અને ઝારખંડ, 90-99 આર્મી પોસ્ટલ સર્વિસીસ.પિન કોડના આગળના 3 ડિજીટ એ વિસ્તારની માહિતી આપે છે જ્યાં તેમના પેકેટ પહોંચાડવાના છે. તેનો અર્થ છે આ વિસ્તારમાં જ્યાં તમારું પેકેટ જશે. એક વખત તમારા પેકેટ સાચી ઑફિસ સુધી પહોંચી ગયા તો ત્યાંથી તે તમારા ઘર સુધી પહોંચી જાય છે. હવે તમે સમજ્યા પિનકોડ કેટલો અગત્યનો છે.
સ્તોત્ર – http://djgadhavi.blogspot.in/2013/06/blog-post_1862.html
ભારતભરમાં ગુજરાતી સમાજ સંચાલિત અતિથિગૃહો યાદી
૧. અજમેર |
– ગુજરાતી મહામંડળ, સરદાર પટેલ અતિથી ગૃહ, હાથીભાટા, ગેડાલાલ રોડ. |
૨. અમૃતસર |
– ગુજરાતી મિત્ર સમાજ, કટરા, હરીન્સીધ. |
૩. અલ્હાબાદ |
– ગુજરાતી સમાજ, પ્રયાગ અતિથીગૃહ, ગૌતમ સિનેમા પાસે, કટઘર રોડ, ૩૫૬ મુઠ્ઠીગંજ, પ્રયાગ. |
૪. અકોલા |
– ગુજરાતી સમાજ, જી.પી ઓ. પાછળ, અકોલા. |
૫. આગ્રા |
– ગુજરાતી સમાજ, કચેરી ઘાટ, બેલનગંજ, શ્રી ગુજરાતી મોર્ડન ક્લબ દરેશી નં.૨. |
૬. આબુરોડ |
– શ્રી ગુજરાતી સમાજ, સ્ટેસન પાસે, સરદાર પટેલ કોલોની. |
૭. આસન સોલ |
– આસન સોંલ, ગુજરાતી સમાજ ઉષાગ્રામ (વેસ્ટ બંગાલ). |
૮. ઔરંગાબાદ |
– સજારવાલા દેવડા હિંદુ ધર્મશાળા ટુરિસ્ટ હોમ. |
૯. બેંગ્લોર |
– જૈન ધર્મશાળા ચીક્પેટ (જૈનો માટે) વૈષ્ણવ સમાજ જૈન ભવન ગાંધીનગર (જૈનો માટે) મહારાષ્ટ્ર મંડળ. |
૧૦. ચંદીગઢ |
– ગુજરાતી મિત્ર મંડળ, જે.જે. ચોકસી, દેના બેંક કેમ્પ, ગોવાડા રોડ, પંચાયત ધર્મશાળા, સેક્ટર ૧૮ બી. |
૧૧. દિલ્હી |
– ૧. ગુજરાતી સમાજ સરદાર વલ્લભભાઈ ભવન, ૨, રાજવિલાસ માર્ગ, લુડ લોક્સેલ રોડ, સિવિલ લાઇન દિલ્હી – ૬. ૨. ગુજરાતી એજ્યુકેશન સોસાયટી, સરદાર પટેલ વિદ્યાલય, ૩, લોદી એસ્ટેટ રોડ. ૩. શ્રી સ્વામીનારાયણ અતિથિગૃહ બસ સ્ટેન્ડ પાસે. ૪. ગુજરાતી ભવન, અશોકા હોટલ પાસે ચાણક્યપૂરી. |
૧૨. દુર્ગાપુર |
– ગુજરાતી સમાજ, અનુરાધા હોટલ પાસે બેનાચેટી. |
૧૩. ગયા |
– ગુજરાતી સમાજ શરાફ ચૌક, ગયા. |
૧૪ ગૌહત્તી |
– ગુજરાતી સમાજ, છોટાલાલ જેઠાલાલ પટેલની, ફેન્સી બજાર. |
૧૫. ગુલબા |
– ગુજરાતી સમાજ ગુલબાગ મેઈન રોડ. |
૧૬. હરિદ્વાર |
– ૧. ગુજરાતી ભવન જલારામ ફત્તેચંદ રોડ, સ્ટેસન પાસે. ૨ નાનજી કાલિદાસ ગુજરાતી ભવન, નિરંજન અખાડા રોડ, ગંગાકિનારે. |
૧૭. હૈદ્રાબાદ |
– ૧. ગુજરાતી પ્રગતિ સમાજ દિપક ભવન ૪/૩/૧૪૮, હનુમાન ટેકરી મસ્જીદ પાસે. ૨. ગુજરાતી પ્રગતિ સમાજ વાડી કંદાસ્વામી લેઈન પ્રેમબાગ, સુલતાનબજાર. ૩. કચ્છી ભવન, અતિથિગૃહ રામકોટ, ઇડન ગાર્ડન રોડ. ૪. અમૃત અતિથીગૃહ, કંદસ્વામી લેઈન, કાપડિયા માર્કેટ, સુલતાનબજાર. ૫. નાગરવાડી સેન્ટ્રલ બેન્કની બાજુમાં ગલીમાં, સુલાતાનબજાર. |
૧૮. ઈંદૌર |
– ગુજરાતી સમાજ, ગુજરાતી માર્ગ નાસીયા રોડ સૈયોગીતા ગંજ. |
૧૯. જમશેદપુર |
– ગુજરાતી સમાજ, મેં. નાનાજી ગોવિંદ, ટાંક શેરી, એન. રોડ. |
૨૦. જયપુર |
– ૧. ગુજરાતી સમાજ સી સ્કીમ, મહાવીર માર્ગ, જયક્લબની સામે ૨.ગુજરાતી સમાજ, ગુજરાતી સમાજ માર્ગ, ચાંદપોબજાર. |
૨૧. જોધપુર |
– પરમાર ભવન, માંજીબાગ, ચોપાસના રોડ. |
૨૨. બજલપુર |
– ગુજરાતી સમાજ, મેઈન રોડ. |
૨૩. જગન્નાથપુરી |
– ધનજી મુળજી ધર્મશાળા, ગ્રાન્ટ રોડ, મુષ્યમંદિરની પાસે. |
૨૪. કલકત્તા |
– ૧. શ્રી કલકત્તા ગુજરાતી સમાજ પી.પ, કેનિંગ સ્ટ્રીટ. શાહજહાં બિલ્ડીંગ, ૩ જે માળે. ૨. કચ્છી જૈન ભવન, ૫૯, ઇઝારા સ્ટ્રીટ. ૩. ગુજરાતી મિત્ર મંડળ, ૭, શંભુ મલ્લિક લેઈન. ૪. છગનબાપા અતિથીગૃહ, લક્ષ્મીનારાયણ મંદિર, ભવાનીપુર, શરદ્લોન રોડ. |
૨૫. કાનપુર |
– ગુજરાતી સમાજ ૬૦/૨૯ પુરાની દાલમંડી નયાગંજ ચાર રસ્તાની બાજુમાં. |
૨૬. કોઇમ્બતુર |
– ૧. ગુજરાતી સમાજ ભવન ૨૦૭ એ, મેટુ પાલ્યમ રોડ સુપર માર્કેટની બાજુમાં,પી.ન. ૬૧૧૦૦૨. ૨. કોઇમ્બતુર ગુજરાતી સમાજ, નરાર સીરીયન, ચર્ચ રોડ. |
૨૭. કોટી |
– ગુજરાતી સમાજ, ગન્નાધર, મસ્જીદ નીચે. |
૨૮. કોચીન |
– ગુજરાતી મહારાજ ન્યુ રોડ, જૈન મંદિર પાસે, પોપટલાલ ગોરધનદાસ જૈન સમાજ, અતિથી ગૃહ. |
૨૯. કન્યાકુમારી |
– શ્રી વિવેકાનંદ સમારક ટ્રસ્ટની ગોજ વિવેકાનંદપુરમ. |
૩૦. ખડગપુર |
– શ્રી ગુજરાતી મિત્ર મંડળ ગોળ બજાર રેલ્વે માર્કેટ પાસે, જી. મીઘ્નાપુર, પી.નં. ૭૨૧૩૦૧. |
૩૧. મદુરાઈ |
– ૧. મદુરાઈ ગુજરાતી ભવન, બી.એસ.પી.જી. ચર્ચ લેઈન, વાય એમ.સી.એ પાસે, મદુરાઈ. ૨. બિરલા ધર્મશાળા મીનાક્ષી મંદિર પાસે. ૩. વાગડની ધર્મશાળા, સ્ટેશન પાસે મંગામલ ધર્મશાળા સ્ટેશન પાસે મીનાક્ષી ભવન. |
૩૨. મદ્રાસ |
– ૧. મદ્રાસ ગુજરાતી મંડળ, ૧૧૬ બ્રોડવે સાયકલ બજાર, મહારાષ્ટ્ર બેંકની ઉપર. ૨. ગુજરાતી ધર્મશાળા સ્ટેશન પાસે. ૩. મદ્રાસ ગુજરાતી મંડળ, ૭૦, નેતાજી સુભાષ પાર્ક. ૪. કરછી જૈન સમાજ, વૈકટનારાયણ સ્ટ્રીટ. |
૩૩. મૈસુર |
– ૧. અગ્રવાલ મોલ્ટી. ૨. નાગરાજ ઉષા મોલ્ટી. ૩. નંદબહાદુર છત્રમ. |
૩૪. મથુરા |
– સુરતવાળા ની ધર્મશાળા, મુખ્ય મંદિર પાસે. |
૩૫. માથેરાન |
– માણેકલાલ ટેરેસ. |
૩૬. નાગપુર |
– ૧. ગુજરાતી કેળવણી મંડળ, નાગપુર. સી.ટી.પો.ઓ.ની સામે, ઇતવારી. ૨. શ્રી ગુજરાતી નવસમાજ, લાડપુરા, જૈન દેરાસરની પાસે, ઈતવારી. ૩. લોહાણા સેવા મંડળ અતિથીગૃહ, સેન્ટ્રલ,એવન્યુ, ગાંધીબાગ. |
૩૭. નાસિક |
– ૧. મુક્તિધામ સ્ટેશન રોડ. ૨. ઝવેરભાઈ આરોગ્ય ભુવન, પંચવટી. ૩. સુરતવાળાની ધર્મશાળા. ૪. ભાટિયા ધર્મશાળા, પંચવટી. |
૩૮. પટના |
– પટના ગુજરાતી સમાજ, આબદીન હાઉસ, ઓલઇન્ડિયા રેડિયો પાસે , ફ્રેઝર રોડ. |
૩૯. પુના |
– ૧. આદિનાથ સોસાયટી, ટેમ્પલ ટ્રસ્ટ દેવીચંદ, કેસરીમલ અતિથિગૃહ, સતારારોડ. ૨. પુના ગુજરાતી બંધુ સમાજ ૧૮૯ રવિવાર પેઠ. ૩. જે.વી. ત્રિવેદી અતિથીગ્રુહ ફોલરોડ, શિવાજીનગર. ૪. મોરારજી ગોકુલદાસ ધર્મશાળા, સ્ટેસનની ૫. એચ.એમ.સી. ગેસ્ટ હાઉસ, બુધવાર પેઠ. |
૪૦. પંચગની |
– ગુજરાતી સમાજ, પંચગની. |
૪૧. રતલામ |
– રતલામ ગુજરાતી સમાજ, જવાહર માર્ગ. |
૪૨. રામગંજમંડી |
– ગુજરાતી સમાજ, રામગંજમંડી (જી.કોટા) |
૪૩. રાયપુર |
– શ્રી ગુજરાતી સમાજ, ૩૬, શ્રી ગુજરાતી શિક્ષા, સંઘભવન, કે.કે. રોડ, મહુદા પરા. |
૪૪. રામેશ્વર |
– ૧. શ્રી ગુજરાતી ભવન ૧૪/૧૫, સનનાથ સ્ટ્રીટ. ૨. રામેશ્વર બાગલાની ધર્મશાળા. ૩. બિરલાની ધર્મશાળા. |
૪૫. રાઉલકેલા |
– શ્રી ગુજરાતી સનાતન સમાજ બીસરારોડ, ગુજરાત કોલોની. |
૪૬. સાંગલી |
– ગુજરાતી સેવા સમાજ, ૯૦ એ, મોરારજી પેઠ. |
૪૭. સોલાપુર |
– ગુજરાતી સેવા સમાજ ૯૦ એ, મોરારજી પેઠ. |
૪૮. શિકંદરાબાદ |
– ગુજરાતી સેવા મંડળ, ૧૧૪૧, રાષ્ટ્રપતિ રોડ, જીરા. |
૪૯. શ્રીરંગમ |
– બાગડ ધર્મશાળા, સાઉથગેટ, મંદિર પાસે. |
૫૦. શ્રીનગર |
– ૧.હોટલ ડ્રીમલેન્ડ, હોટલ સનમાઈન, બોલેવાર્ડ રોડ, ડાલસરોવાર, શ્રીનગર. ૨. હોટલ મમતા. ૩. હોટલ પૂર્ણિમા. ૪. ગુજરાતી લોજ, જેલમ નદીના કિનારે, બસ સ્ટેસન પાસે. |
૫૧. તીરૂચીરાપલ્લી |
– ગુજરાતી સમાજ, ૫૨, ગુજલી સ્ટ્રીટ. |
૫૨. ત્રિવેન્દ્રમ |
– ૧. મુળજી જેઠાની ધર્મશાળા. ૨. આર્યભવન. ૩. શ્રી નિવાસ ટુરિસ્ટ હોમ. |
૫૩. ઉજ્જૈન |
– ગુજરાતી સમાજ, અવન્તીકાલય. |
૫૪. ઉદયપુર |
– ઉદયપુર ગુજરાતી સમાજ, સ્ટેશન નજીક. |
૫૫. વિજયવાડા |
– ગુજરાતી મંડળ, રાજા રંગપ્પા રાવસ્ટ્રીટ. |
૫૬. વારાણસી |
– ૧. ગુજરાતી સમાજ, રમણલાલ જે. ગાંધી ટોબેકો હાઉસ, શેખઅલીમાં ફાટક,પો.બો. ૮૯. ૨. રેવાબાઈ ભાઈશંકર ગુજરાતી ધર્મશાળા ટાઉનહોલની સામે, મેદાગીન. ૩. ભાટિયા ધર્મશાળા, ગોલધર. ૪. બેલુપુર ગુજરાતી જૈન ધર્મશાળા. |
‘મેં સમય હું’
‘રામાયણ’ અને ‘મહાભારત’ની શ્રેણીની રજત જયંતિ
– એક સંશોધન : રામજન્મભૂમિના આંદોલને ધાર્મિક શ્રેણીઓના જુવાળને લીધે ભારે જનસમર્થન મેળવેલું
– સ્વ. રાજીવ ગાંધીએ દૂરદર્શનમાં શું કરી શકાય તેનું સૂચન જ આપ્યું હતું પણ ઉત્સાહી માહિતી-પ્રસારણ મંત્રાલયે સાહેબને ખુશ કરવા ‘રામાયણ‘ અને ‘મહાભારત‘ શ્રેણીને જન્મ આપ્યો…‘રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.‘
૧૯૮૫માં તત્કાલિન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ માહિતી-પ્રસારણ મંત્રાલયની મીટિંગ બોલાવી હતી. તે વખતે આ વિભાગના કેન્દ્રીય મંત્રી વી.એન. ગાડગીલ અને સેક્રેટરી એસ.એસ. ગીલ હતા.
રાજીવ ગાંધી વડાપ્રધાન હોઇ તેમણે મીટિંગમાં દૂરદર્શનમાં કેવા કાર્યક્રમો હોવા જોઈએ તેનાં થોડી કડકાઈ સાથે સૂચન કર્યા. સાથે એમ પણ ઉમેર્યું કે ”આપણા પ્રાચિન મૂલ્યો, તત્ત્વજ્ઞાાન, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોની વાતો પીરસતી શ્રેણીઓ પ્રસારિત કરો.”
ખરેખર તો દૂરદર્શન બિનસાંપ્રદાયિકતાને વરેલું માધ્યમ હોઈ કોઈ એક ધર્મગ્રંથને જ પ્રોજેક્ટ કરતા કાર્યક્રમો બતાવી ના શકે તેવી તે વખતે પણ આચાર સંહિતા પ્રવર્તેલી હતી. પણ ગાડગીલ અને ગીલ એવું સમજ્યા કે રાજીવજીએ એવો ઇશારો કર્યો કે રામાયણ, મહાભારતની શ્રેણી બતાવો.
કદાચ એવું પણ માન્યું કે રાજીવજી તો આવા ધર્મગ્રંથોના પ્રસંગો જ વખતોવખત બતાવવાનું કહે છે પણ આપણે તેમને ખુશ કરવા બે-બે વર્ષ ચાલે એટલું સંપૂર્ણ રામાયણ અને મહાભારત જ ટીવીના પડદે ઠાલવી દઈએ.
સેક્રેટરી ગીલ તો સામ્યવાદી વિચારસરણીને વરેલા હતા. તેઓ તો કોઈપણ ધર્મ અને તેમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ કે શ્રીરામને તો માનતા જ ન હતા. પણ બોસ રાજીવ ગાંધીનાં સૂચનનું તેમણે જુદી રીતે અર્થઘટન કર્યું. જે પ્રભુને ના નમે તે બોસને સાષ્ટાંગ દંડવત્ કરે તે ધોરણે ગાડગીલ અને ગીલે તરત જ તે વખતના મોટા પ્રોડકશન બેનરના માલિક સ્વ. રામાનંદ સાગર અને સ્વ. બી.આર. ચોપડાને અનુક્રમે રામાયણ અને મહાભારત બનાવવાની ઓફર કરી. ૧૯૮૬થી ૧૯૮૮ દરમિયાન દૂરદર્શનના ડાયરેકટર જનરલ ભાસ્કર ઘોષ હતા. રામાનંદ સાગરે બી.આર. ચોપડા કરતા ઝડપથી પાયલોટ પ્રોજેક્ટ મૂકતા ‘રામાયણ’ને લીલીઝંડી મળી. ૭૮ હપ્તાનો કરાર થયો. ૨૫ જાન્યુઆરી ૧૯૮૭થી ૨૧ જુલાઈ, ૧૯૮૮ દરમિયાન આ એપીસોડ દર રવિવારે સવારે ૯.૩૦ થી ટેલિકાસ્ટ થતા હતા. દૂરદર્શન પ્રત્યેક હપ્તા માટે તે જમાનામાં રામાનંદ સાગરને રૃા. એક લાખ આપતું હતું. ટીવી શ્રેણી માટે રવિવારનો સવારનો ૯.૩૦નો સમય પ્રાઈમ કે અનુકૂળ ના કહેવાય. પણ દૂરદર્શન કે સાગર પ્રોડકશનને પણ કલ્પના ના હોય તેમ ત્રીજા-ચોથા એપિસોડ પછી તો રાષ્ટ્રીય મોજું ફરી વળ્યું તેમ ઈતિહાસ સર્જવા માંડયો. પ્રત્યેક હપ્તાના સરેરાશ રેકોર્ડ ૧૦ કરોડ દર્શકો રહેતા. આ ઐતિહાસિક શ્રેણીમાં ગુજરાતનું મહત્તમ પ્રદાન હતું. વડોદરાના મહારાજા સયાજીરાવ ઓરિએન્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા પ્રકાશિત થયેલા સાત વોલ્યુમનો આધાર લેવામાં આવ્યો હતો. શૂટિંગ અને એકસ્ટ્રા કલાકારો ઉંમરગામના હતાં. ખૂબ જ મહત્ત્વના એવા કોસ્ચ્યુમ મગનલાલ ડ્રેસવાલાના હતાં.
સીતા બનેલા દિપિકા ચીખલીયા, રાવણ-અરવિંદ ત્રિવેદી, જનક-મૂળરાજ રાજડા, ઉર્મિલા- અંજલી વ્યાસ, કુંભકર્ણ-નલીન દવે, વિભિષણ-મુકેશ રાવલ, શત્રુધ્ન-સમીર રાજડા. વિશ્વામિત્ર-શ્રીકાંત સોની જેવા મુખ્ય પાત્રો ગુજરાતી હતા. રામ બનેલા અરૃણ ગોવિલ અને હનુમાન-દારાસિંઘ આ રોલ નીભાવી અમર થઈ ગયા છે. સુનીલ લાહીરી લક્ષ્મણ અને સંજય જોગ (ભરત)ને આજે પણ યાદ કરવામાં આવે છે. અરવિંદ ત્રિવેદીએ રાવણ તરીકે એટલો દમદાર અભિનય આપ્યો હતો કે તેઓ જ્યાં જાય ત્યાં શિવ મહીમ્ન સ્ત્રોત રજૂ કરવો પડતો હતો.
તે પછી ઉત્તર રામાયણ (લવકુશ) પણ પ્રસારિત થયું પણ તેને એનો પ્રતિસાદ ન હતો મળ્યો. ‘રામાયણ’ અને ‘મહાભારત’ના ત્રણ વર્ષના પ્રસારણ દરમિયાન બધા તેમને ઘરે જ રહેતા. જેઓ ઘેર ટીવી નહતું તેઓ પાડોશીને ઘેર જતા. સવારે લગ્ન કે કોઈપણ પ્રકારના મુહૂર્ત નીકાળતા જ નહોતા. જો અનિવાર્ય હોય તો પ્રસંગોમાં સવારે શ્રેણી જોવા માટે ટીવી સેટ મુકવા પડતા હતા. ઘણા શ્રદ્ધાળુઓ ટીવી સેટ સામે આરતી ઉતારતા હતા. જાહેરમાર્ગો પર કરફયુ જેવો માહોલ રહેતો. ભૂલથી વીજળી ડૂલ થાય તો સબસ્ટેશન બાળી નંખાતા. આવા ઉન્માદ વચ્ચે દૂરદર્શન જેવા સરકારી માધ્યમમાં સળંગ ત્રણ વર્ષ હિંદુ ધર્મના બે મહાન પૌરાણિક ગ્રંથોનું પ્રસારણ થતું રહે તેવી કલ્પના કરી શકાય, અન્ય ધર્મો અને આવા ભગવાન મનાતા પાત્રોનો વિરોધ કરનારા બૌધ્ધિકો, નાસ્તિકોએ શ્રેણીનો ભારે વિરોધ કર્યો હતો. પણ તેની લોકપ્રિયતા વિરાટ વંટોળ જેવી હતી. જો શ્રેણી બંધ થાય તો દેશભરમાં અજંપો અને ઉગ્રતા પ્રવર્તે તેમ હતી. તેના કરતા પણ રામાયણ અને મહાભારત શ્રેણીથી જ દેશમાં ગ્રાહકવાદ, તેવી પ્રોડક્ટસ, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને મુક્ત આર્થિક નીતિના દ્વાર ખુલે તેમ શ્રેણી દરમિયાન પ્રોડક્ટસની જાહેરાતોનું જાણે ઘોડાપૂર આવ્યું. દૂરદર્શનની કમાણીએ પણ કીર્તિમાનો સ્થાપ્યા.
રામાયણ જુલાઈ, ૮૮માં પૂરી થઈ તો બી.આર. ચોપડાની ૯૪ હપ્તાની ‘મહાભારત’ ૨ ઓક્ટોબર ૧૯૮૮થી ૨૪ જૂન, ૧૯૯૦ સુધી ચાલી.
રવિ ચોપડાએ ”મહાભારત”નું નિર્દેશન કર્યું હતું. આ શ્રેણીનું સ્તર અને નિર્માણ ખૂબ જ ચઢિયાતું હતું. આ શ્રેણીનું કોસ્ચુમ પણ આપણા મગનલાલ ડ્રેસવાલાએ પૂરું પાડયું હતું. બીબીસીમાં પણ તેનું ટેલિકાસ્ટ થયું હતું. તમામ ૯૪ હપ્તા રૃા. ૯ કરોડમાં બન્યા હતા. રવિવારે સવારે ૯ થી ૧૦ તેનું પ્રસારણ થતું હતું.
બી.આર. ચોપડાએ પ્રત્યેક હપ્તાના સૂત્રધાર તરીકે ‘સમય’ બતાવ્યો. જેનો કંઠ હરીશ ભીમાણીએ આપ્યો. હરીશ ભીમાણીની ઓળખ અને કમાણીની રફતાર પણ સમયે જ દોડાવી. ભગવાન શ્રીકૃષ્ણ તરીકે નીતિશ ભારદ્વાજ એ હદે જામ્યા કે બીજા રોલમાં તેઓને દર્શકોએ આવકાર્યા જ નહીં. પછી, આ લોકપ્રિયતાની વાંસળીના સૂરે તે સાંસદ બની ગયા.
- ફિરોઝ ખાન (અર્જુન),
- ગજેન્દ્ર ચૌહાણ (યુધિષ્ઠિર),
- પ્રવીણકુમાર (ભીમ),
- પેઈન્ટલ (શીખંડી),
- મયુર (અભિમન્યુ),
- રૃપા ગાંગુલી (દ્રૌપદી) તો
- કૌરવોમાં
- પુનીત ઇસ્સાર (દૂર્યોધન),
- પંકજ ધીર (કર્ણ),
- ગુફી પેઈન્ટલ (શકુની),
- મુકેશ ખન્ના (ભીષ્મ),
- ગોગા કપૂર (કંસ),
- પણ આગવી આજદિન સુધીની ઇમેજ કે ઓળખ મેળવી ગયા.
- ગાંધારી તરીકે રેણુકા ઇસરાની,
- ધૃતરાષ્ટ્ર ગીરીજા શંકર,
- યશોદા-મંજુ વ્યાસ,
- નંદ-રસિક દવે,
- દેવકી – શીલા શર્મા,
- વાસુદેવ-વિષ્ણુ શર્મા,
- ભરત-રાજ બબ્બર અને
- ગંગા – કિરણ જૂનેજા,
- વેદવ્યાસ-રાજેશ વિવેક હતા.
- રીવાઈન્ડની જેમ આ તમામ પાત્રો તાજા થયા હશે. મહેન્દ્ર કપુરનું ટાઇટલ સોંગ એક સાથે તમામ ઘરોમાંથી સોસાયટી, શેરીઓ, ફળિયામાંથી સંભળાય ત્યારે જાણે ‘કોરશ’ બની જતું હતું !
‘મહાભારત’ના પ્રત્યેક હપ્તાના સરેરાશ ૨૦ કરોડ દર્શકો હતા.
સેવંતી નિનાન નામની લેખિકાએ રામાયણ અને મહાભારત ટીવી શ્રેણીની ભારતભરના નાગરિકો અને તેઓના માનસ પર અસર, તેમાં રજુ થતી જાહેરાતો સાથે એક નવું અર્થતંત્ર, ગ્રાહકલક્ષી સમાજનું નિર્માણ પર ‘ધ મેજિક વિન્ડો’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં જણાવ્યું છે કે આ શ્રેણી દરમિયાન જે જાહેરાતો રજુ થઈ તેણે એક નવી દ્રષ્ટિ અને બજાર ઉભું કર્યું. શેમ્પુ, સાબુ, ગોરા થવા માટેની પ્રોડક્ટ, ઓટોમોબાઈલ, કલર, ફૂડ અને ડેરી પ્રોડ્કટને વેગ મળ્યો. ઐશ્ચર્યા રાય મિસ વ ર્લ્ડ બની ત્યારે એક બજાર અંગે જાગ્રતતા કેળવાઈ ગઈ હતી. નૂડલ્સ યુગની એન્ટ્રી થઈ. આવી શ્રેણીઓને લીધે ટીવીના વેચાણમાં ઉંચી ઉંડાણ જોવા મળી.
‘મહાભારત’માંથી દૂરદર્શનની જાહેરાતની આવક ૬૫ કરોડ થઈ. ૧૦ સેકંડની જાહેરાતનો ભાવ શરૃમાં રૃા. ૭૦,૦૦૦ હતો તે આગળ જતા રૃા. ૧,૦૦,૦૦૦ થઈ ગયો હતો.
‘પોલિટિક્સ આફટર ટેલિવિઝન’ પુસ્તકમાં અરવિંદ રાજગોપાલે એક રસપ્રદ તારણ આપ્યું છે કે ”રામાયણ અને મહાભારત” જેવી શ્રેણીએ ભારતભરમાં ધર્મ અને શ્રદ્ધામાં જબરદસ્ત જુવાળ પેદા કર્યો. મંદિરોની આવક થઈ, ધર્મ એ ધંધો થવા માંડયો એટલું જ નહીં કરોડો નાગરિકોના આવા ઉન્માદને લીધે ભાજપના રામજન્મ ભૂમિનાં મુદ્દાને પ્રચંડ પ્રતિસાદ સાંપડયો. શ્રીરામ અને શ્રીકૃષ્ણ લોકનાયક અને હિંદુ ધર્મના ગૌરવ ભગવાન-ઉદ્ધારક તરીકે ઉપસી આવ્યા હતા. જો આ બંને શ્રેણીએ દિલોદિમાગ પર આ હદે કબજો ના જમાવ્યો હોત તો કદાચ હિંદુ કાર્ડ આજે પણ નિર્ણાયક રામજન્મભૂમિ-મંદિર નિર્ણાણના નામે રાજનિતીના દ્વાર ના ખુલ્યા હોત.
વધુ આગળ વિચારીએ તો બાબરી ધ્વંશ પછી જે રીતે મતોનું પોલરાઈઝેશન, હિંસા, કોમી ઘર્ષણ-તનાવ આજપર્યંત છે તેમાં ધાર્મિક પ્રબળતા અને સાંપ્રદાયિક શ્રદ્ધા જવાબદાર છે. એક નવો વળાંક જ દેશમાં આકાર પામ્યો. રાજકીય રથયાત્રામાં જોડાયેલા કાર્યકરો, નાગરિકો આ ધાર્મિક શ્રેણીના પાત્રો જેવા વેશપરિધાન ધારણ કરીને ભાગ લેતા હતા. તેઓ મંત્ર-નારાની શ્રેણીની સ્ટાઈલથી જ આજ સુધી હાકલ લગાવે છે. સ્વ. ગુલશન કુમારે આજ ધાર્મિક જુવાળમાં ઇજન પુરીને જબ્બર ધંધો કર્યો. ‘રામલીલા’ને નવજીવન મળ્યું.
શાસકો પાસેથી નાગરિકો ભગવાન શ્રીરામ જેવું શાસન અને શ્રીકૃષ્ણનું જોઈને ધર્મની હક્કની લાગણી પ્રબળ બની.
જોકે નેતાઓ રામ-કૃષ્ણના સપના બતાવીને રાવણ રાજ અને કૌરવ સેના જેવા કૃત્યો વર્ષોસર કરતા રહ્યાં છે. શ્રીકૃષ્ણ ફરી અવતરે તેવી નાગરિકોમાં લાચારી પ્રવર્તે છે.
આપણે વિચારીએ ત્યારે જ ખબર પડે કે આ બે શ્રેણીઓએ ૨૫ વર્ષમાં કેવી બહુમુખી અસર દેશમાં પાડી છે. સ્વ. રાજીવ ગાંધીની સૂચના આમાં નિમિત્ત બની. કોંગ્રેસે જ ભાજપને વેગવંતો પક્ષ બનાવી દીધો તેમ ના કહેવાય ?
સ્તોત્ર = હોરોઈઝન – ભવેન કચ્છી (ગુજરાત સમાચાર લેખ ૧૪.૦૭.૨૦૧૩)