‘મેં સમય હું’

રામાયણ’ અને ‘મહાભારત’ની શ્રેણીની રજત જયંતિ

એક સંશોધન :  રામજન્મભૂમિના આંદોલને ધાર્મિક શ્રેણીઓના જુવાળને લીધે ભારે જનસમર્થન મેળવેલું

સ્વ. રાજીવ ગાંધીએ દૂરદર્શનમાં શું કરી શકાય તેનું સૂચન જ આપ્યું હતું પણ ઉત્સાહી માહિતી-પ્રસારણ મંત્રાલયે સાહેબને ખુશ કરવા રામાયણઅને મહાભારતશ્રેણીને જન્મ આપ્યો…રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.

૧૯૮૫માં તત્કાલિન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ માહિતી-પ્રસારણ મંત્રાલયની મીટિંગ બોલાવી હતી. તે વખતે આ વિભાગના કેન્દ્રીય મંત્રી વી.એન. ગાડગીલ અને સેક્રેટરી એસ.એસ. ગીલ હતા.

રાજીવ ગાંધી વડાપ્રધાન હોઇ તેમણે મીટિંગમાં દૂરદર્શનમાં કેવા કાર્યક્રમો હોવા જોઈએ તેનાં થોડી કડકાઈ સાથે સૂચન કર્યા. સાથે એમ પણ ઉમેર્યું કે ”આપણા પ્રાચિન મૂલ્યો, તત્ત્વજ્ઞાાન, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોની વાતો પીરસતી શ્રેણીઓ પ્રસારિત કરો.”

ખરેખર તો દૂરદર્શન  બિનસાંપ્રદાયિકતાને વરેલું માધ્યમ હોઈ કોઈ એક ધર્મગ્રંથને જ પ્રોજેક્ટ કરતા કાર્યક્રમો બતાવી ના શકે તેવી તે વખતે પણ આચાર સંહિતા પ્રવર્તેલી હતી. પણ ગાડગીલ અને ગીલ એવું સમજ્યા કે રાજીવજીએ એવો ઇશારો કર્યો કે રામાયણ, મહાભારતની શ્રેણી બતાવો.

કદાચ એવું પણ માન્યું કે રાજીવજી તો આવા ધર્મગ્રંથોના પ્રસંગો જ વખતોવખત બતાવવાનું કહે છે પણ આપણે તેમને ખુશ કરવા બે-બે વર્ષ ચાલે એટલું સંપૂર્ણ રામાયણ અને મહાભારત જ ટીવીના પડદે ઠાલવી દઈએ.
સેક્રેટરી ગીલ તો સામ્યવાદી વિચારસરણીને વરેલા હતા. તેઓ તો કોઈપણ ધર્મ અને તેમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ કે શ્રીરામને તો માનતા જ ન હતા. પણ બોસ રાજીવ ગાંધીનાં સૂચનનું તેમણે જુદી રીતે અર્થઘટન કર્યું. જે પ્રભુને ના નમે તે બોસને સાષ્ટાંગ દંડવત્ કરે તે ધોરણે ગાડગીલ અને ગીલે તરત જ તે વખતના મોટા પ્રોડકશન બેનરના માલિક સ્વ. રામાનંદ સાગર અને સ્વ. બી.આર. ચોપડાને અનુક્રમે રામાયણ અને મહાભારત બનાવવાની ઓફર કરી. ૧૯૮૬થી ૧૯૮૮ દરમિયાન દૂરદર્શનના ડાયરેકટર જનરલ ભાસ્કર ઘોષ હતા. રામાનંદ સાગરે બી.આર. ચોપડા કરતા ઝડપથી પાયલોટ પ્રોજેક્ટ મૂકતા ‘રામાયણ’ને લીલીઝંડી મળી. ૭૮ હપ્તાનો કરાર થયો. ૨૫ જાન્યુઆરી ૧૯૮૭થી ૨૧ જુલાઈ, ૧૯૮૮ દરમિયાન આ એપીસોડ દર રવિવારે સવારે ૯.૩૦ થી ટેલિકાસ્ટ થતા હતા. દૂરદર્શન પ્રત્યેક હપ્તા માટે તે જમાનામાં રામાનંદ સાગરને રૃા. એક લાખ આપતું હતું. ટીવી શ્રેણી માટે રવિવારનો સવારનો ૯.૩૦નો સમય પ્રાઈમ કે અનુકૂળ ના કહેવાય. પણ દૂરદર્શન કે સાગર પ્રોડકશનને પણ કલ્પના ના હોય તેમ ત્રીજા-ચોથા એપિસોડ પછી તો રાષ્ટ્રીય મોજું ફરી વળ્યું તેમ ઈતિહાસ સર્જવા માંડયો. પ્રત્યેક હપ્તાના સરેરાશ રેકોર્ડ ૧૦ કરોડ દર્શકો રહેતા. આ ઐતિહાસિક શ્રેણીમાં ગુજરાતનું મહત્તમ પ્રદાન હતું. વડોદરાના મહારાજા સયાજીરાવ ઓરિએન્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા પ્રકાશિત થયેલા સાત વોલ્યુમનો આધાર લેવામાં આવ્યો હતો. શૂટિંગ અને એકસ્ટ્રા કલાકારો ઉંમરગામના હતાં. ખૂબ જ મહત્ત્વના એવા કોસ્ચ્યુમ મગનલાલ ડ્રેસવાલાના હતાં.
સીતા બનેલા દિપિકા ચીખલીયા, રાવણ-અરવિંદ ત્રિવેદી, જનક-મૂળરાજ રાજડા, ઉર્મિલા- અંજલી વ્યાસ, કુંભકર્ણ-નલીન દવે, વિભિષણ-મુકેશ રાવલ, શત્રુધ્ન-સમીર રાજડા. વિશ્વામિત્ર-શ્રીકાંત સોની જેવા મુખ્ય પાત્રો ગુજરાતી હતા. રામ બનેલા અરૃણ ગોવિલ અને હનુમાન-દારાસિંઘ આ રોલ નીભાવી અમર થઈ ગયા છે. સુનીલ લાહીરી લક્ષ્મણ અને સંજય જોગ (ભરત)ને આજે પણ યાદ કરવામાં આવે છે. અરવિંદ ત્રિવેદીએ રાવણ તરીકે એટલો દમદાર અભિનય આપ્યો હતો કે તેઓ જ્યાં જાય ત્યાં શિવ મહીમ્ન સ્ત્રોત રજૂ કરવો પડતો હતો.
તે પછી ઉત્તર રામાયણ (લવકુશ) પણ પ્રસારિત થયું પણ તેને એનો પ્રતિસાદ ન હતો મળ્યો. ‘રામાયણ’ અને ‘મહાભારત’ના ત્રણ વર્ષના પ્રસારણ દરમિયાન બધા તેમને ઘરે જ રહેતા. જેઓ ઘેર ટીવી નહતું તેઓ પાડોશીને ઘેર જતા. સવારે લગ્ન કે કોઈપણ પ્રકારના મુહૂર્ત નીકાળતા જ નહોતા. જો અનિવાર્ય હોય તો પ્રસંગોમાં સવારે શ્રેણી જોવા માટે ટીવી સેટ મુકવા પડતા હતા. ઘણા શ્રદ્ધાળુઓ ટીવી સેટ સામે આરતી ઉતારતા હતા. જાહેરમાર્ગો પર કરફયુ જેવો માહોલ રહેતો. ભૂલથી વીજળી ડૂલ થાય તો સબસ્ટેશન બાળી નંખાતા.  આવા ઉન્માદ વચ્ચે દૂરદર્શન જેવા સરકારી માધ્યમમાં સળંગ ત્રણ વર્ષ હિંદુ ધર્મના બે મહાન પૌરાણિક ગ્રંથોનું પ્રસારણ થતું રહે તેવી કલ્પના કરી શકાય, અન્ય ધર્મો અને આવા ભગવાન મનાતા પાત્રોનો વિરોધ કરનારા બૌધ્ધિકો, નાસ્તિકોએ શ્રેણીનો ભારે વિરોધ કર્યો હતો. પણ તેની લોકપ્રિયતા વિરાટ વંટોળ જેવી હતી. જો શ્રેણી બંધ થાય તો દેશભરમાં અજંપો અને ઉગ્રતા પ્રવર્તે તેમ હતી. તેના કરતા પણ રામાયણ અને મહાભારત શ્રેણીથી જ દેશમાં ગ્રાહકવાદ, તેવી પ્રોડક્ટસ, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને મુક્ત આર્થિક નીતિના દ્વાર ખુલે તેમ શ્રેણી દરમિયાન પ્રોડક્ટસની જાહેરાતોનું જાણે ઘોડાપૂર આવ્યું. દૂરદર્શનની કમાણીએ પણ કીર્તિમાનો સ્થાપ્યા.
રામાયણ જુલાઈ, ૮૮માં પૂરી થઈ તો બી.આર. ચોપડાની ૯૪ હપ્તાની ‘મહાભારત’ ૨ ઓક્ટોબર ૧૯૮૮થી ૨૪ જૂન, ૧૯૯૦ સુધી ચાલી.
રવિ ચોપડાએ ”મહાભારત”નું નિર્દેશન કર્યું હતું. આ શ્રેણીનું સ્તર અને નિર્માણ ખૂબ જ ચઢિયાતું હતું. આ શ્રેણીનું કોસ્ચુમ પણ આપણા મગનલાલ ડ્રેસવાલાએ પૂરું પાડયું હતું. બીબીસીમાં પણ તેનું ટેલિકાસ્ટ થયું હતું. તમામ ૯૪ હપ્તા રૃા. ૯ કરોડમાં બન્યા હતા. રવિવારે સવારે ૯ થી ૧૦ તેનું પ્રસારણ થતું હતું.
બી.આર. ચોપડાએ પ્રત્યેક હપ્તાના સૂત્રધાર તરીકે ‘સમય’ બતાવ્યો. જેનો કંઠ હરીશ ભીમાણીએ આપ્યો. હરીશ ભીમાણીની ઓળખ અને કમાણીની રફતાર પણ સમયે જ દોડાવી. ભગવાન શ્રીકૃષ્ણ તરીકે નીતિશ ભારદ્વાજ એ હદે જામ્યા કે બીજા રોલમાં તેઓને દર્શકોએ આવકાર્યા જ નહીં. પછી, આ લોકપ્રિયતાની વાંસળીના સૂરે તે સાંસદ બની ગયા.

 1. ફિરોઝ ખાન (અર્જુન),
 2. ગજેન્દ્ર ચૌહાણ (યુધિષ્ઠિર),
 3. પ્રવીણકુમાર (ભીમ),
 4. પેઈન્ટલ (શીખંડી),
 5. મયુર (અભિમન્યુ),
 6. રૃપા ગાંગુલી (દ્રૌપદી) તો
 7. કૌરવોમાં
 8. પુનીત ઇસ્સાર (દૂર્યોધન),
 9. પંકજ ધીર (કર્ણ),
 10. ગુફી પેઈન્ટલ (શકુની),
 11. મુકેશ ખન્ના (ભીષ્મ),
 12. ગોગા કપૂર (કંસ),
 13. પણ આગવી આજદિન સુધીની ઇમેજ કે ઓળખ મેળવી ગયા.
 14. ગાંધારી તરીકે રેણુકા ઇસરાની,
 15. ધૃતરાષ્ટ્ર ગીરીજા શંકર,
 16. યશોદા-મંજુ વ્યાસ,
 17. નંદ-રસિક દવે,
 18. દેવકી – શીલા શર્મા,
 19. વાસુદેવ-વિષ્ણુ શર્મા,
 20. ભરત-રાજ બબ્બર અને
 21. ગંગા – કિરણ જૂનેજા,
 22. વેદવ્યાસ-રાજેશ વિવેક હતા.
 23. રીવાઈન્ડની જેમ આ તમામ પાત્રો તાજા થયા હશે. મહેન્દ્ર કપુરનું ટાઇટલ સોંગ એક સાથે તમામ  ઘરોમાંથી સોસાયટી, શેરીઓ, ફળિયામાંથી સંભળાય ત્યારે જાણે ‘કોરશ’ બની જતું હતું !

‘મહાભારત’ના પ્રત્યેક હપ્તાના સરેરાશ ૨૦ કરોડ દર્શકો હતા.

સેવંતી નિનાન નામની લેખિકાએ રામાયણ અને મહાભારત ટીવી શ્રેણીની ભારતભરના નાગરિકો અને તેઓના માનસ પર અસર, તેમાં રજુ થતી જાહેરાતો સાથે એક નવું અર્થતંત્ર, ગ્રાહકલક્ષી સમાજનું નિર્માણ પર ‘ધ મેજિક વિન્ડો’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં જણાવ્યું છે કે આ શ્રેણી દરમિયાન જે જાહેરાતો રજુ થઈ તેણે એક નવી દ્રષ્ટિ અને બજાર ઉભું કર્યું. શેમ્પુ, સાબુ, ગોરા થવા માટેની પ્રોડક્ટ, ઓટોમોબાઈલ, કલર, ફૂડ અને ડેરી પ્રોડ્કટને વેગ મળ્યો. ઐશ્ચર્યા રાય મિસ વ ર્લ્ડ બની ત્યારે એક બજાર અંગે જાગ્રતતા કેળવાઈ ગઈ હતી. નૂડલ્સ યુગની એન્ટ્રી થઈ. આવી શ્રેણીઓને લીધે ટીવીના વેચાણમાં ઉંચી ઉંડાણ જોવા મળી.
‘મહાભારત’માંથી દૂરદર્શનની જાહેરાતની આવક ૬૫ કરોડ થઈ. ૧૦ સેકંડની જાહેરાતનો ભાવ શરૃમાં રૃા. ૭૦,૦૦૦ હતો તે આગળ જતા રૃા. ૧,૦૦,૦૦૦ થઈ ગયો હતો.
‘પોલિટિક્સ આફટર ટેલિવિઝન’ પુસ્તકમાં અરવિંદ રાજગોપાલે એક રસપ્રદ તારણ આપ્યું છે કે ”રામાયણ અને મહાભારત” જેવી શ્રેણીએ ભારતભરમાં ધર્મ અને શ્રદ્ધામાં જબરદસ્ત જુવાળ પેદા કર્યો. મંદિરોની આવક થઈ, ધર્મ એ ધંધો થવા માંડયો એટલું જ નહીં કરોડો નાગરિકોના આવા ઉન્માદને લીધે ભાજપના રામજન્મ ભૂમિનાં મુદ્દાને પ્રચંડ પ્રતિસાદ સાંપડયો. શ્રીરામ અને શ્રીકૃષ્ણ લોકનાયક અને હિંદુ ધર્મના ગૌરવ ભગવાન-ઉદ્ધારક તરીકે ઉપસી આવ્યા હતા. જો આ બંને શ્રેણીએ દિલોદિમાગ પર આ હદે કબજો ના જમાવ્યો હોત તો કદાચ હિંદુ કાર્ડ આજે પણ નિર્ણાયક રામજન્મભૂમિ-મંદિર નિર્ણાણના નામે રાજનિતીના દ્વાર ના ખુલ્યા હોત.
વધુ આગળ વિચારીએ તો બાબરી ધ્વંશ પછી જે રીતે મતોનું પોલરાઈઝેશન, હિંસા, કોમી ઘર્ષણ-તનાવ આજપર્યંત છે તેમાં ધાર્મિક પ્રબળતા અને સાંપ્રદાયિક શ્રદ્ધા જવાબદાર છે. એક નવો વળાંક જ દેશમાં આકાર પામ્યો. રાજકીય રથયાત્રામાં જોડાયેલા કાર્યકરો, નાગરિકો આ ધાર્મિક શ્રેણીના પાત્રો જેવા વેશપરિધાન ધારણ કરીને ભાગ લેતા હતા. તેઓ મંત્ર-નારાની શ્રેણીની સ્ટાઈલથી જ આજ સુધી હાકલ લગાવે છે. સ્વ. ગુલશન કુમારે આજ ધાર્મિક જુવાળમાં ઇજન પુરીને જબ્બર ધંધો કર્યો. ‘રામલીલા’ને નવજીવન મળ્યું.
શાસકો પાસેથી નાગરિકો ભગવાન શ્રીરામ જેવું શાસન અને શ્રીકૃષ્ણનું જોઈને ધર્મની હક્કની લાગણી પ્રબળ બની.

જોકે નેતાઓ રામ-કૃષ્ણના સપના બતાવીને રાવણ રાજ અને કૌરવ સેના જેવા કૃત્યો વર્ષોસર કરતા રહ્યાં છે. શ્રીકૃષ્ણ ફરી અવતરે તેવી નાગરિકોમાં લાચારી પ્રવર્તે છે.
આપણે વિચારીએ ત્યારે જ ખબર પડે કે આ બે શ્રેણીઓએ ૨૫ વર્ષમાં કેવી બહુમુખી અસર દેશમાં પાડી છે. સ્વ. રાજીવ ગાંધીની સૂચના આમાં નિમિત્ત બની. કોંગ્રેસે જ ભાજપને વેગવંતો પક્ષ બનાવી દીધો તેમ ના કહેવાય ?

 

સ્તોત્ર =  હોરોઈઝન – ભવેન કચ્છી (ગુજરાત સમાચાર લેખ ૧૪.૦૭.૨૦૧૩)

Advertisements

About ગુજરાતવિઝીટ (કૌશલ પારેખ)

મારું નામ કૌશલ પારેખ છે. મિત્રતા કરુ છું તેને હું મારો કમૅ અને ધમૅ સમજુ છું. હું બી.એ સ્નાતક (અથૅશાસ્ત્ર) છું અને કોમ્પ્યુટર માં D.C.A,PGDCA, M.C.P., C.C.C, D.G.M.D.P(Graphic Diploma) કરેલ છે. હું ફ્રાર્મા કંપની માં સાત વષૅ થી Sr.Executive Documentation ની નોકરી કરું છું

One response to “”

 1. અમિત પટેલ says :

  એ વખતે રવિવારે શિક્ષકના ઘરે મારે ટ્યુશન સવારે આઠ વાગે પણ ૯ થી ૧૦ ટી.વી. વિરામ અને પછી ટ્યુશન ફરી ચાલુ 🙂 અજબ ગજબના હતા બાળપણના દિવસો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s