ગુજરાતમાં પ્રવાસે આવવાનું મન કેમ થાય ? કારણકે……… અહીં


ગુજરાત પ્રવાસન

ગુજરાતમાં પ્રવાસે આવવાનું મન કેમ થાય ? કારણકે……… અહીં

 • પ્રવાસ એ ઉપચાર સંબંધી પ્રવૃત્તિ છે.
 • પ્રવાસ એ શૈક્ષણિક પ્રક્રિયા છે.
 • પ્રવાસ એ પ્રકૃતિને જાણવા-સમજવાની રીત છે.
 • ગુજરાતમાં વિશાળ સમતળ ભૂમિ પર પથરાયેલા લીલાછમ મેદાનો, ઐતિહાસિક  સ્‍થળો ઉપરાંત વિશાળ દરિયા કિનારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.
 • ગુજરાતનો પ્રવાસ સ્‍ફૂર્તિદાયક, આલ્‍હાદક અને રોમાંચક બને છે.
 • ગુજરાતમાં સતત ચેતનવંતી સંસ્‍કૃતિ અને ભાઇચારાની અનુભૂતિ કરાવતો માનવ સમાજ…..
 • અહીંના જીવનની અવિસ્‍મરણીય અનુભૂતિ, યાદગાર પળોની સ્‍મૃતિ અને જીવન જીવવાની કળા શિખવા મળે છે.
 • ભારતમાં ગુજરાત તેની આગવી શૈલી અને સંસ્‍કૃતિથી સૌથી અલગ ઉભરી આવતું રાજ્ય છે. ગુજરાત પાસે હડપ્‍પન સંસ્‍કૃતિથી શરૂ કરી મોગલ સામ્રાજ્ય સુધીનો ભવ્‍ય ઐતિહાસિક વારસો છે. ગુજરાતનો પ્રવાસ સિમાડાથી ક્ષિતિજના સૌંદર્યનો અનંત પરંપરાગત અને ઐતિહાસિક સાંસ્‍કૃતિનો સ્‍પર્શ કરાવે છે.
 • વિભૂતિઓની ભૂમિ ગુજરાત : ‘ગુજરાતની કૂખે અનેકવિધ વિભૂતિઓ જન્‍મી છે. સ્‍વાતંત્ર્ય સંગ્રામના સ્‍વાતંત્ર્યવીરોમાં મોહનચંદ કરમચંદ ગાંધી, સરદાર વલ્‍લભભાઇ પટેલ વગેરે કે જેઓએ આઝાદીના જંગમાં લડત આપી. અહિંસા, ભાઇચારો, બીજા પ્રત્‍યે માન તેમજ રાષ્‍ટ્ર ભક્તિના પાઠો ભારતીયજનોને શિખવાડ્યા.
 • ઐતિહાસિક અને પુરાતત્‍વીય સ્‍મારકો : ૪૫૦૦ વર્ષથી પણ વધુ સમયનો ભવ્‍ય ઇતિહાસ ધરાવતા ગુજરાતે અનેકવિધ સાંસ્‍કૃતિક સભ્‍યતાને પોતાના ખોળે ઉછેરી છે. આ ભવ્‍ય પરંપરાની સાક્ષી રૂપે ગુજરાતમાં અદ્વિતીય ઐતિહાસિક અને પુરાતત્‍વીય ઇમારતો આવેલી છે. લોથલ હડપ્‍પન, પાલિતાણા મંદિરોના નિર્માણ દ્વારા તેની ધાર્મિક સંસ્‍કૃતિને ગવાહી પુરે છે. જૂનાગઢમાં બૌદ્ધ ઋષિઓની ગુફાઓ આવેલ છે.

 ગુજરાતની મુલાકાતે આવેલ પ્રવાસીઓ (ભૂતકાળમાં) : વર્ષ ૨૦૦૬-૨૦૦૭ દરમિયાન કુલ ૧ કરોડ ૨૩ લાખ ૪૦ હજાર પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી હતી. તે સમય અગાઉના વર્ષ દરમિયાન ૧.૭૫ લાખ જ્યારે વર્ષ ૨૦૦૬-૦૭ ના વર્ષ દરમિયાન ર લાખ કરતા વધારે વિદેશી મુસાફરોએ ગુજરાતની મુલાકાત લીધી હતી.

આધ્‍યાત્‍મિક પ્રવાસન : ગુજરાતમાં અસંખ્ય જગ-પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. જેમાંના મોટાભાગના હિન્‍દુઓના તીર્થસ્થાનો છે. આ યાત્રાધામોના પ્રત્ચેક ગુજરાતી જીવનમાં ઓછામાં ઓછા એકવાર દર્શન કરે છે. વિદેશીઓ અને બિન રહેવાસી ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ ખાસ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોની મુલાકાત લેવા માટે ગુજરાત આવે છે.

 • સોમનાથ અને દ્વારીકા : ભગવાન શ્રી શીવજીના પ્રસિદ્ધ બાર જ્યોર્તિલીંગમાનું સોમનાથ જ્યોર્તિલીંગ ગુજરાતમાં વેરાવળ પ્રભાસ-પાટણ ક્ષેત્રમાં આવેલું છે, આ ભવ્ય મંદીરનું નવનિર્માણ ઇ.સ. ૧૯૫૦માં કરવામાં આવેલું હતું. વિદેશી આક્રમણકારોએ સોમનાથ મંદીરનો અસંખ્યવાર ધ્વંસ કર્યો હતો. હિન્દુઓની આસ્થાના પ્રતિક રુપ સોમનાથ મંદિરનો સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્‍યો છે. સોમનાથ ભગવાન શિવજીનું મંદિર છે. જે યજુર યુગમાં ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં શ્રવણીકેશ્વર તથા રાપરયુગમાં શ્રી ગણેશ્વરના નામે ઓળખાય છે. 
 • દ્વારકા (જામનગર જીલ્‍લો) જે પ્રાચીન સૌરાષ્‍ટ્ર રાજ્યની રાજધાની હતી જેની રચના ભગવાન શ્રીકૃષ્‍ણએ કરી હતી. પાવાગઢ પ્રસિદ્ધ ઐતિહાસિક અને ધાર્મિક યાત્રાધામ છે. જે ચાંપાનેર ખાતે આવેલ છે. પાવાગઢને યુનેસ્‍કો દ્વારા વર્લ્‍ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્‍યો છે. પાવાગઢ મંદિર એ પર્વતની શિખરે પર આવેલું છે. જેની ઊંચાઇ ૧,૪૭૧ ફુટ છે. ગુજરાત સ્થિત પાવાગઢ જગપ્રસિદ્ધ સંગીતકાર બૈજુ બાવરાનું જન્‍મ સ્‍થળ છે.
 • જુનાગઢ સ્થિત ગિરનાર પર્વત હિન્દુ સાધુઓ અને જૈન મુનિઓ માટે અતિ પવિત્ર સ્થાનકોમાંનું એક છે, અહીં સાધુઓના અખાડા તેમની અલગારીને લીધે પ્રસિદ્ધ છે. ઘણા સાધુઓ અને પવિત્ર દેહઘારી પુરુષો તેમની મસ્તીમાં જીવન વિતાવે છે. વિશેષ રુપથી જૈન તીર્થંકર ભગવાન નેમિનાથ તેમની દિવ્યરુપ સાથે બિરાજમાન છે. આ ગિરનાર પર્વત ઉપર રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગિરનારના કુલ 9990 પગથિયાં માંથી 5500 પગથિયાં ચઢવા-ઉરતવાની પ્રતિયોગિતા યોજાય છે.
 •  ૫૧ માંથી ર શક્તિપીઠ ગુજરાતમાં આવેલા છે. મા અંબાજીનું મંદીર ઉ. ગુજરાતના સાંબરકાઠાં અને મા મહાકાળીનું મંદીર મધ્ય ગુજરાતમાં પાવાગઢ ખાતે આવેલા છે.
 •  ભારતના પાંચ પવિત્ર તળાવો માંથી એક નારાયણ સરોવર અને સાત પવિત્ર નદીઓ માંથી એક પાવાગઢમાંથી આવે છે.
 • ડાકોર, વીરપુર, ખોડીયાર, સારંગપુર, ગોંડલ વગેરે સ્‍થળો ધર્મ અને આસ્થાના પવિત્ર સ્થાનકો ગુજરાતમાં આવેલા છે.
 • પારસીઓના ત્રણ પવિત્ર યાત્રાધામો ગુજરાતમાં આવેલ છે. આગ મંદિર ઉદવાડામાં, અત્‍સબેહરમ નવસારીમાં અને સુરતમાં અત્‍સબેહરમ છે. પારસીઓએ ભારતમાં આવવા માટે ઉતરાણ કર્યું હતું તે સ્‍થળ સાંજણ બંદર આવેલ ગુજરાતના દક્ષિણકાંઠે આવેલું છે.
 • સ્‍વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર મંદિરો અક્ષરધામ, ગઢડા, બચોસણ, ગોંડલ, સારંગપુર વગેરે જગાએ આવેલાં છે.
 • જૈન સંપ્રદાયના પાંચમાંથી બે યાત્રાધામ પાલિતાણા અને ગિરનાર ગુજરાતમાં આવેલ છે. તદઉપરાંત જૈન યાત્રાધામો જેવા કે શંખેશ્વર, તારંગા, કુમ્‍ભારીયાજી, ભદ્રેશ્વર, માંડવી, મહુડી વિગેરે આવેલ છે. 
 • સરખેજ અને ઊંઝામાં ઇસ્લામ ધર્મની પવિત્ર મસ્‍જીદ આવેલી છે.
 • sઆધ્‍યાત્‍મિક ગુરુઓ મોરારીબાપુ, રમેશ ઓઝા વગેરે ના પણ આશ્રમો આવેલ છે. જેઓ ભારત ભરમાં પ્રસિદ્ધ છે.

હેરિટેજ પ્રવાસન

 • ગુજરાતમાં સમૃદ્ધ વિશ્વ પ્રસિદ્ધ સ્‍થાપત્‍ય કળાના નમૂના આવેલા છે. પ્રાચીન શહેર જેવા કે લોથલ અને ધોળાવીરા, પ્રાચીન બુદ્ધિસ્‍થ સ્‍થાપત્‍ય
 • અમદાવાદની ‘હેરિટેજ વૉક’ ભારતની એક માત્ર ‘‘વૉકીંગ ટુર’’ છે.
 • ગુજરાતના અમૂલ્‍ય સ્‍થાપત્‍યનું પરિણામે છે અહીં આવેલી હેરિટેજ હોટલો. ગુજરાત રાજ્ય પાસે આવી ૨૦ હેરિટેજ હોટલો છે. કે જે જૂના મહેલો કે કિલ્‍લામાંથી બનાવેલ છે.

સાંસ્‍કૃતિક પ્રવાસન

 • ગુજરાતના પ્રવાસન સ્થળો ભારતીય સંસ્‍કૃતિ અને પરંપરાગત ધાર્મિક આસ્થાના પ્રતીક છે. જે ભારતીય કળા, વૈભવ, બેનમૂન સ્થાપ્ત્યો, પવિત્રતા અને સમૃદ્ધ વિચારોના પ્રતિક સમાન છે. ગુજરાતની પ્રજામાં વિશ્વાસ, સત્‍ય, સહિષ્‍ણુતા તથા અતિથિને ભગવાન માનવાના ઉચ્‍ચ વિચારો આવેલા છે. અહીંના લોકો સાદુ જીવન, ઉચ્‍ચ વિચારો ના સિદ્ધાંતને વરેલા છે. અહીં જુદા-જુદા ધર્મો અને જાતિના લોકો કોમી એખલાસની ભાવના અને સહિષ્ણુતા સાથે એક બીજાને મદદ કરીને રહે છે જે ગુજરાતની આગવી ઓળખ છે.
 • આદિવાસી અને તેમની કળા ગુજરાતની સાંસ્‍કૃતિની પરંપરાના ભાગ છે. જેઓ કર્ણ-પ્રિય સંગીત, કલાત્મક નૃત્‍ય અને ભાવનાત્મક નાટક ભજવી જાણે છે.
 • ગુજરાત શ્રેષ્ઠ હસ્‍તકલા જેવા કે પટોડા, ખાડી, બાંધણી, છાપકામ, ભરતકામ, નંડા, રોગણ ચિત્રકામ, માતાની પછેડી, લાકડાની કૃતિઓ, વાંસની કૃતિઓ, પિથોરા, કવિતાઓ વગેરે માટે જાણીતું છે.
 • ગુજરાત દરેક ધર્મો – રિતરીવાજોના તહેવારો તેના રંગમાં રંગીને ઉજવે છે
 • આરબો, ડચો, પોર્ટુગીઝો, મુઘલો અને બ્રિટિશોની સંસ્‍કૃતિની છાપ પણ ગુજરાતની સંસ્‍કૃતિમાં જોવા મળે છે.

પ્રસંગ પ્રવાસન

 • પ્રસંગ પ્રવાસન એ આર્થિક કામકાજો-પ્રવૃત્તિમાં અને પ્રવાસીઓને રાજ્યમાં આકર્ષવા માટે વધારો કરે છે. ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારી સંમેલનો, મેળાવડા, વેપારી ગોષ્ઠી, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, મેળાઓ, કોન્‍ફરન્‍સ વગેરે અવાર-નવાર થાય છે. તેમાં રાજ્ય સરકારનો અભિગમ પ્રસંગ પ્રવાસનને વેગ મળે તે છે.
 • પ્રસંગોચિત પ્રવાસનના લીધે રમત પ્રવાસન, પર્યાવરણ પ્રવાસન, મનોરંજન પ્રવાસનમાં પ્રવાસીઓનો વધારો થાય છે. વળી તેઓ ગુજરાતના ગામો, શહેરો, દરિયાકિનારા, થિમ પૅવેલિયન જોઇને ગુજરાતના ઝાંખી મેળવે છે.
 • ગુજરાત પાસે અખૂટ જોવા મળતી પ્રવાસનના વિકાસ માટેની તકો છે. જે આર્થિક લાભોની સાથે મનોરંજન અને આનંદ આપે છે.

મનોરંજન અને પર્યાવરણ પ્રવાસન

 • ગુજરાત આનંદ – પ્રમોદની ભૂમિ છે. ભારતભરમાં ગુજરાતમાં શ્રેષ્‍ઠ દરિયાકિનારો છે. અહીં અર્થ-પ્રવાસનની ઊજળી તકો છે. અહીં મનોરંજન પ્રવાસનની સાથે સાથે આર્થિક પ્રવાસનની તકો ઊજળી છે. નળ સરોવર તથા ગાંધીનગરને અર્થ પ્રવાસનથી સાથે જોતરેલા છે. નળસરોવર કુદરતી સૌંદર્યના સ્‍થળની સાથે સાથે ઇકો-પાર્ક છે. નયનરમ્‍ય સ્થળો અને વિકાસ માટેની અમાપ તકો છે. આ સમગ્ર વિસ્‍તાર સપાટ ખુલ્‍લા મેદાનો અને જંગલો વાળો વિસ્‍તાર છે. સ્‍થાનિક પ્રવાસીઓ માટે એકદિવસીય પ્રવાસ માટે શ્રેષ્‍ઠ જગા છે. જ્યાં બોટિંગ, પક્ષીદર્શન, સાથેની આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓની સગવડ છે. અહીં ગુજરાતભરના પ્રવાસીઓ આવે છે. ગાંધીનગર પ્રાકૃતિક સૌંદર્ય અને ઉધાનોથી ઘેરાયેલું લીલુંછમ શહેર છે.
 • ગુજરાતમાં સરિતા ઉધાન, સયાજી બાગ, પરિમલ બાગ, જેવા સૌંદર્ય અને પ્રાકૃતિક સંપદાથી સજ્જ બગીચાઓ આવેલા છે. અમદાવાદ સ્‍થિત કાંકરિયા તળાવ તેના નવા રૂપરંગ અને સગવડોથી પ્રવાસીઓના આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. કાંકરિયાની ફરતે પ્રાણીસંગ્રહાલય,
 •  માછલીઘર, બાળકો માટે બાલવાટીકા, રેલગાડી, ઉપરાંત કાંકરિયામાં જળવિહાર તેમજ ખાણી-પીણી અને આનંદ પ્રમોદનાં સગવડો ઉપલબ્‍ધ છે.
 •  દેશનો પહેલું ઇકો પ્રવાસન ક્ષેત્ર દ્વારકા પાસે સોમનાથ ખાતે ડની પોઇન્‍ટ પાસે આવેલ છે. ગુજરાત સરકારની યોજના દ્વારા પર્યાવરણનું સંરક્ષણ કરવામાં આવે છે. અને તેના માટે નવી યોજનાઓ બનાવવામાં આવે છે. વળી પ્રવાસીઓને પણ પર્યાવરણને હાનિ પહોંચાડયા વગર મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
 •  ગુજરાતના રાજ્ય ધોરીમાર્ગો અને રાષ્‍ટ્રીય ધોરીમાર્ગો પણ વિવિધ રેસ્‍ટોરાં અને કાફેટેરીયા આવેલા છે.

ગ્રામ્ય અને શહેરી પ્રવાસન

 • ગુજરાતે એશિયાના પહેલા ‘‘ગ્રીન પ્રવાસન’’ ની શરૂઆત કરીને ‘‘ગ્‍લોબ વૉર્મિંગ’’ સામે લડવાની ગુજરાતની તૈયારી અને ઇચ્‍છા શક્તિ દર્શાવે છે કે વિકાસની સાથે-સાથે પર્યાવરણ સાથે તાલમેલ બેસાડવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. શહેરી પ્રવાસન વધુ ને વધુ પર્યાવરણ સાથે તાલમેલ બેસાડીને બને તેટલું ઓછું પર્યાવરણને નુકશાન પહોંચાડી રહ્યું છે.
 • ગ્રામ્ય અને શહેરી પ્રવાસનને લીધે ગુજરાતમાં આવતા પ્રવાસીઓને શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોની ઝાંખી કરવામાં આવે છે. જેમાં હાઇકીંગ એન બાઇકીંગ, જુદા જુદા સંગ્રાહાલયોની મુલાકાત, જુદી જુદી કળા અને હસ્‍તકળાની ખરીદી સામેલ છે. મેળાઓ અને તહેવારોમાં ગુજરાતી પ્રજામાં રહેલા કૌશલ્‍યોની ઝાંખી કરાવે છે. ગુજરાત પાસે શહેર તથા ગામના વિકાસમાંની ઉજળી તકો તથા તે માટેની ઇચ્‍છાશક્તિ અહીં જોવા મળે છે. જેના લીધે આર્થિક વિકાસ ક્ષેત્રે પણ લાભ થશે. ગુજરાતના પરંપરાગત કળા અને હસ્‍તકલાએ દુનિયાભરના લોકોના દિલ જીત્‍યા છે. ગ્રામ્‍ય પ્રવાસ પ્રવાસીઓને ગામડાંમાં રહેલા લોકોના જીવન, પરંપરા, સંસ્‍કૃતિ વિચારો જાણવાની તકો આપે છે. જે શહેરોમાં સામાન્‍ય રીતે મળતી નથી.

નૈસર્ગિક પ્રવાસન

 • વિશ્વ પ્રવાસીઓ કે જે કુદરત અને વન્‍યજીવનની શોધમાં છે તેમના માટે ગુજરાત એક હકીકત સમાન છે. ગુજરાતમાં વિવિધ પ્રકારના જંગલો, વિશાળ સમુદ્ર કિનારો, દરિયાઇ જીવન, રણ પ્રદેશ, સમૃદ્ધ હરિયાળા જંગલો છે. અહીં કેટલાક વિશેષ પ્રાણીઓના રહેઠાણ છે. જંગલના રાજા સિંહ ગીરના જંગલોમાં જોવા મળે છે. જે ગુજરાત પ્રવાસન માટેનું એક મુખ્‍ય આકર્ષણ છે.
 •  ગુજરાતમાં ૪ રાષ્‍ટ્રીય ઉદ્યાનો અને ૨૧ અભ્‍યારણો આવેલા છે.
 • ગીરના જંગલોમાં સિંહ, કચ્‍છના રણમાં ઘુડખર, વિદેશી પક્ષીઓ નળ સરોવરમાં, કાળિયાર અને ચાર શિંગડાવાળા હરણના અભ્‍યારણો, કેટલાંક પક્ષીઓના અભ્‍યારણો ગુજરાતમાં આવેલા છે
 • વ્‍હેલ શાર્ક ગુજરાતના દરિયામાં આવે છે.
 • કચ્‍છના અખાતમાં દેશનું પ્રથમ દરિયાઇ અભ્‍યારણ આવેલું છે.
 • ઓખામાં કિડોખાઉ મળી આવે છે.

આરોગ્‍ય પ્રવાસન

 •  ગુજરાતની યોગ, આયુર્વેદિક, હોમિયોપેથિક, નેચરોપેથી, હિલિંગ, રૈકી વગેરે ચિકિત્‍સા પદ્ધતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્‍યાત છે.
 • આયુર્વેદિક ચિકિત્‍સા પદ્ધતિ અને પ્રાકૃતિક ચિકિત્‍સા પદ્ધતિનું કેન્દ્ર ગુજરાત છે. ગુજરાતમાં અમદાવાદ, નડિઆદ, કરમસદ અને વડોદરામાં વિશ્વસ્‍તરના આધૂનિક દવાખાના અને ચિકિત્સા-સુવિધા આવેલી છે. તબીબી અભ્યાસ માટે ગુજરાતમાં શ્રેષ્ઠ મેડિકલ કૉલેજ અને ફાર્મા કૉલેજો આવેલી છે.
 • ગાંધીનગર, અમદાવાદ અને રાજ્યના મુખ્ય શહેરોમાં સ્પા અને મસાજ કેન્‍દ્રો આવેલા છે. જે અનોખી ચિકિત્‍સા પદ્ધતિ દ્વારા રોગીઓનો ઇલાજ કરે છે.
 •  ગુજરાતભરમાં વિશ્વસ્‍તરના યોગ કેન્‍દ્રો આવેલા છે. પ્રાચીન હિન્‍દુઓના શરીર અને આત્‍માને શુદ્ધ રાખવાની પદ્ધતિ દુનિયાના લોકોને પ્રભાવિત કર્યા છે.

વેપારી પ્રવાસન

 • ગુજરાતે આર્થિક વિકાસનું પોતાનું મોડલ વિકાસશીલ રાષ્‍ટ્રના ભાગ રૂપે રજૂ કર્યું છું. ગુજરાતે પોતાની સભ્યતા-ઉચ્ચ જનજીવન, આનંદ, વેપાર અને રમત-ગમતને વિશ્વ ફલક પર મૂકેલ છે. ગુજરાતીઓ ઉચ્‍ચ જીવનશૈલી સાથે સારી ગુણાત્‍મક જીવનનો આનંદ લે છે. ગુજરાત પશ્ચિમનું માન્‍ચેસ્‍ટર કે ડેનિમ શહેર તરીકે જાણીતું છે. ગુજરાતની કુલ ઔદ્યોગિક બનાવટોમાંથી ટેક્ષ્‍ટાઇલ ઉધોગમાંથી ૬ % હિસ્સો આવે છે. તે કૉટનનો મોટો ઉત્‍પાદક (૩૫ % ) અને નિકાસ કરનાર (૬૦ %) છે. તે દુનિયાનું ત્રીજા નંબરનું ડેનિમ ઉત્‍પાદક છે. જે ભારતની ૧૨ % ટેક્ષ્‍ટાઇલ્‍સ નિકાસ કરે છે.
 • ગુજરાત સૌથી ઝડપી રસાયણિક ઉત્પાદનનોનો વિકાસ કરનાર અર્થતંત્ર ધરાવતું રાજ્ય છે. યોગ્‍ય રીતે ચકાસણી કર્યા બાદ તેની પાસે સુયોજિત રસાયણ ઉત્‍પાદન માટેનો ઔદ્યોગિક ઢાંચો છે જેમાં પેટ્રોકેમિકલ્‍સ અને તેની આડપેદાશો, ડાઇઝ અને તેના આનુષાંગિક ઉત્‍પાદન થાય છે. ગુજરાત ફાર્માસ્‍યુટિકલ ઉધોગ માટેનું હબ બન્‍યું છે. આ ક્ષેત્રે સૌથી વધુ વિકાસ અને હરિફાઇની દ્રષ્‍ટિએ ગુજરાત વિકસીત છે. અંદાજે ૩૨૪૫ બનાવટના લાયસન્‍સ ધરાવે છે અને ભારતના ફાર્માસ્‍યુટિકલ ટર્નઓવરનો કુલ ૪૨ % હિસ્‍સો છે અને તેના રર % નિકાસ ભારત કરે છે.
 • ૬૦ થી વધુ ઉધોગગૃહો – રોકાણકારો વાઇબ્રન્‍ટ ગુજરાત દરમિયાન મળ્યા, ગુજરાત રોકાણકારો માટે એક સ્‍વર્ગ બન્‍યું છે.
 • ઔદ્યોગિક પ્રવાસનને લીધે અતિથિ ઉધોગમાં વધારો થયો છે. તેણે અનુકરણીય ઉદાહરણ પુરૂં પાડ્યું છે. તેના પરિણામરુપ રોકાણકારો અને વિકાસશીલ દેશોને ગુજરાત પર નજર રાખવા માટે પ્રોત્‍સાહિત કરેલ છે.

 સ્તોત્ર – ગુજરાતઈન્ડીયા.કોમ

About ગુજરાતવિઝીટ (કૌશલ પારેખ)

મારું નામ કૌશલ પારેખ છે. મિત્રતા કરુ છું તેને હું મારો કમૅ અને ધમૅ સમજુ છું. હું બી.એ સ્નાતક (અથૅશાસ્ત્ર) છું અને કોમ્પ્યુટર માં D.C.A,PGDCA, M.C.P., C.C.C, D.G.M.D.P(Graphic Diploma) કરેલ છે. હું ફ્રાર્મા કંપની માં સાત વષૅ થી Sr.Executive Documentation ની નોકરી કરું છું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: