મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ઈતિહાસ


મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ

કોઈ પણ તપસ્વીનાં તપથી પ્રસન્ન થઈને શિવજી અહીં પ્રગટ્યા નથી. અહીં તો શિવજી પોતાની ઈચ્છાથી જ અને પોતાના સ્વાર્થ ખાતર જ જ્યોતિર્લિંગના રૂપમાં અહીં સ્થિત થયા છે ! એકવાર ભગવાન શંકરજીના બે પુત્રો ગણેશજી અને કાર્તિકેય – સ્વામી ઝઘડી પડ્યા. ગણેશજી કહે કે મારાં લગ્ન પહેલાં થવાં જોઈએ અને કાર્તિકેયજી કહે કે મારાં. વાત જિદ્દે ચડી. અંતે શંકરજીએ રસ્તો કાઢ્યો કે પૃથ્વીની પરિક્રમા કરીને જે પહેલો પાછો આવે, તેનાં લગ્ન પહેલાં થશે ! આ સાંભળતાં જ જરાય સમય ગુમાવ્યા વગર કાર્તિકેયસ્વામી તો પૃથ્વીની પરિક્રમાએ દોડી નીકળ્યા. પણ ગણેશજીનો સ્થૂળકાય, કાર્તિકેયસ્વામીની ઝડપે તો એ ક્યાંથી દોડી શકે ! પણ ગણેશજી ચતુર ઘણા. તેમણે તો પોતાનાં માતા- પિતા પાર્વતીજી અને શિવજીને આસન પર બેસાડ્યાં, પૂજન કર્યું, તે બન્‍ને ફરતી સાત પ્રદક્ષિ‍ણા કરી અને વંદન કર્યાં. અર્થાત્ માતા – પિતાનું પૂજન અને પરિક્રમા જે કરે છે, તેને પૃથ્વી પરનાં તમામ ફળની પ્રાપ્તિ નિશ્ચિત રૂપે મળે છે. આથી ગણેશજીને પૃથ્વીની પરિક્રમા કર્યાનો અધિકાર પ્રાપ્‍ત થઈ ગયો !

કાર્તિકેયસ્વામી પ્રદક્ષિ‍ણા પૂર્ણ કરીને પરત આવે તે પહેલાં તો વિશ્વરૂપ પ્રજાપતિની બે કન્યાઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે ગણશેજીના લગ્ન થઈ ચૂક્યાં હતાં. એટલું જ નહીં પણ તે બંન્‍નેએ અનુક્રમે ક્ષેમ અને લાભ નામના પુત્રરત્નોને જન્મ પણ આપ્‍યો હતો. પૃથ્વીની પ્રદક્ષિ‍ણા પૂરી કરીને કાર્તિકેયસ્વામી જ્યારે પાછા ફર્યા, તે ઊકળી ઊઠ્યા અને સંસ્કાર મુજબ માતા – પિતાનાં ચરણસ્પર્શ કરીને તરત જ રિસાઈને શ્રીશૈલ પર્વત પર ભાગી ગયા. પાર્વતીજી અને શિવજીને પુત્રવિયોગ મનોમન ખૂબ સતાવવા લાગ્યો. તેઓથી વધુ સમય પુત્રવિયોગ સહી ન શકાયો. આથી શિવજીએ પોતે જ શ્રીશૈલ પર્વત પર જઈને કાર્તિકેયસ્વામીને મનાવવા અને તેમને પાછા લઈ આવવાનો નિર્ધાર કર્યો. મહાદેવજી અને પાર્વતીજી શ્રીશૈલ પર્વત પર ગયાં. પરંતુ તેમના આવવાની જાણ થતાં જ કાર્તિકેયસ્વામી દૂરના બીજા સ્થળે ચાલ્યા ગયા. પોતાના પ્રિય પુત્રને જોવાની ફળી નહીં, એટલે કાર્તિકેયજીનાં દર્શનની આશામાં ભગવાન શંકર અહીં જ્યોતિર્લિંગના રૂપમાં સ્થિત થયા. આ જ્યોતિર્લિંગની સંભાળ લેવાવાળું કે પૂજન કરવાવાળું આ વેરાન પર્વત પર કોઈ ન હતું, કેટલાંય વર્ષોનાં વહાણાં વીતી ગયાં. એવામાં આ પર્વતની તળેટીના વિશાળ જંગલમાં ચંદ્રગુપ્‍ત નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેને ચંદ્રાવતી નામની એક અતિ સ્વરૂપવાન કુંવરી હતી. પણ શિવભક્તિમાં ખોવાયેલી આ ચંદ્રાવતી લગ્ન કરવા જ ઈચ્છતી ન હતી. લગ્ન માટેના પોતાના માતા – પિતાના દુરાગ્રહથી કંટાળીને એક દિવસ ચંદ્રાવતી રાજ્યની જાહોજહાલી છોડીને જંગલમાં નાસી ગઈ. અંતે શ્રીશૈલ પર્વત પર તે આવી પહોંચી. એક દિવસ તેણે જોયું કે એક ગાય હંમેશા એક ખાસ જગ્યાએ તેના આંચળમાંથી જમીન ઉપર દૂધ રેડતી હતી. કુતૂહલથી એક દિવસે ચંદ્રાવતીએ એ જગ્યા ખોદી, તો તેને આ જ્યોતિર્લિંગનાં દર્શન થયાં.

સ્તોત્ર – http://www.12jyotirlinga.com

Advertisements

About ગુજરાતવિઝીટ (કૌશલ પારેખ)

મારું નામ કૌશલ પારેખ છે. મિત્રતા કરુ છું તેને હું મારો કમૅ અને ધમૅ સમજુ છું. હું બી.એ સ્નાતક (અથૅશાસ્ત્ર) છું અને કોમ્પ્યુટર માં D.C.A,PGDCA, M.C.P., C.C.C, D.G.M.D.P(Graphic Diploma) કરેલ છે. હું ફ્રાર્મા કંપની માં સાત વષૅ થી Sr.Executive Documentation ની નોકરી કરું છું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s