ગણેશજીની પૂજનની સામગ્રી અને રીત


images

ગણેશજીની પૂજનની સામગ્રી અને રીત

ગણેશચર્તુથી યાને વિનાયકચર્તુથી નો ઉત્સવ ઉલ્લાસ ભેર ખાસ કરી ને મોટા પાયે ભારતભરમાં ઉજવાય છે. ઘણા લોકો ગણેશજી ની પૂજા ઘરે કરે છે. ઘરમાં ગણેશપૂજા કરવામાં આવે છે તે અંગેની સમજ હિન્દુશાસ્ત્ર (ધર્મગ્રંથ) મુજબ અહીં નીચે આપવામાં આવી છે.

પૂજનની રીત

• સૌ પ્રથમ ઘર સાફ કરવું અને પછી સ્નાન કરવું
• ઉંચા સિંહાસન ઉપર માટીની મૂર્તિ સ્થાપવી 
• ભગવાન ગણપતિની પ્રાર્થના કરો અને પછી મંત્રો અથવા ભજન કરી ગણપતિ ભગવાનને અર્પણ કરો 
• પછીનું પગલું ગણપતિની મુર્તિમાં પ્રાણ પૂરવા કે જેને પ્રાણપ્રતિષ્ઠા કહે છે. ઋગવેદમાં પ્રાણપ્રતિષ્ઠાનાં મંત્રો આપવામાં આવ્યા છે કે તે ગણેશ સુક્તનો ભાગ છે.

ઓમ ગણનાંત્વાં ગણપતિ ગું હવામહે કવિ કવિનામુપમશ્રવસ્તમ્ | 
જયેષ્ઠરાજં બ્રાહમણાં બ્રાહમણસ્યત આનઃ શ્રણ્વન્નુતિભિસ્સીદ સાદનમ્ ॥
(ઋગવેદનો ૨.૨૩.૧)

અર્થાત્, અમે તમારી પ્રાર્થના કરીને જાગ્રતકરીએ ગણોનાં ગણપતિ (ભગવાન શિવનાંગણો) કે જે બ્રાહ્માનાં બ્રહમસ્પતિ છે. સમજોમાં સમજનો તું ભંડાર છે. તું બુદ્ધિમાન (બુદ્ધિશાળી), તું અમારી પ્રાર્થના સાંભળ અને આશીર્વાદ આપ, તેમજ અમારી રક્ષા કર. અમારી સાથે જ રહો.

ની સુહ સિદ્ધ ગણપતે ગણેશુ ત્વમાહુરવિપ્રતમ કવિનામ્ | 
ના રીતેત્વતઃ કરિયતે કિંચનરે મહામાર્કમ્ માધવાનઃ ચિત્રામાર્ચ ॥
(ઋગવેદ ૧૦.૧૧૨.૯)

ગણેશજીની પૂજા કરવામાં વપરાતી સામગ્રી

• ગણેશજીની માટીની પ્રતિમા(મૂર્તિ)
• લાલ ફુલો
• દુર્વા
• લાડુ
• નારિયેળ
• લાલચંદન
• અત્તર અને અગરબત્તી

ગણેશ પૂજનનો વિધિ

કેટલાક લોકો ષોડસોપચાર કરે છે તે ૧૬ ભાગોમાં ગણેશને ઋણપ્રદાન થાય છે.(આ ધાર્મિક ક્રિયા ખાસકરીને ધર્મગુરુઓથી થાય છે, તમે પણ આ કરી શકો છો). 

• ૨૧ દુર્વા પધરાવો (ધરાવો)
• ૨૧ લાદુ ધરાવો
• લાલ ફુલો પધરાવો
• ચંદન લાકડાનું ચંદન થી ટીલક કરો
• નારિયેળ વધારવું અથવા મૂર્તિ સાથે મૂકો. 

તમો ભગવાન ગણપતિ ને ૧૦૮ વાર નમષ્કાર બોલી ને અર્પણ કરી શકો છો અથવા ગણેશ ઉપનિષદ વાંચી શકો છો અથવા કંઇ નહી તો પ્રાર્થના કરી શકો છો. ૨૧ મુદ્રા, પાંચ જ્ઞાનેન્દ્રય, પાંચ કર્મેન્દ્રય, પાંચ પ્રાણાયમ, પાંચતત્વ અને મસ્તિકની મુદ્રા. ગણેશજી નું પુજન જ્યારે ઘરમાં કરીએ ત્યારે તમો મગ્ન રહી, સચેત થઇ આ બધું કરવું. સ્વરછ શરીર અને પવિત્ર મનથી કરવું ઘણુ જરૂરી છે જે તમારી ભક્તિનું મહત્વ વધારે છે નહીં કે ધાર્મિક ક્રિયાનું. ચુસ્ત ધાર્મિક ક્રિયા વૈદિક ધર્મગુરુઓ માટે છે.

હિન્દુઓ નાં પ્રતિક ગણેશ

હિન્દુઓનાં પૂજનીય ગણેશ દેવ છે અને તેઓ સમૃદ્ધિનાં ભગવાન છે. વિઘ્નહર્તા, ભગવાનનાં સ્વામી ગણપતિ, સિધ્ધ વિનાયક કે જેઓ શંકર અને પાર્વતીના પૂત્ર છે. ગણપતિ ભગવાનનાં બીજા ઘણા નામો છે. જે પૂરતા છે. ગણેશજીનું ચિત્ર એક કરતા વધારે હસ્ત અને શસ્રવાળું હોય છે. ખરેખર બે હાથવાળા ગણેશજી બતાવવા મનાઇ છે. ખાસ કરીને ઉધરણમાં ગણેશ ચાર હાથ વાળા અને સિમાચિન્હ સાથે હોય છે. કેટલીક વાર ગણેશજીની પ્રતિમાનું ચિત્ર ૧૬ થી ૨૦ હાથોવાળું પણ બતાવી શકાય છે. અથવા સીમા ચિન્હરૂપ વસ્તુઓ ધરાવે છે. તેમનાં ચરણોમાં ઘણી સામગ્રી ચઢાવાય છે. ફળ અને ફુલથી બનાવેલ હાર ઓજાર અને શસ્ત્રથી સજ્જ કરાય છે, જેનું મૂળભુત મહત્વ આધ્યાત્મિકતા છે. જુદા જુદા અંગોનાં સાંકેતિક અર્થ છે, તેમનાં એક ઉપર હું ભાર આપવા માંગુ છું. આપણે આવનારા યુગ માટે ગણેશજીની મોહક વાર્તાઓ નું જતન કરીએ.

સામુહિક ચિન્હ

ગણેશ ભગવાનનાં શસ્રોથી પ્રારંભ કરીએ. ભગવાન શ્રીગણેશજી નું ચિત્ર હંમેશા પરશુરામનાં સીમાચિહ્ન થી સજ્જ હોય છે. પરશુ લાગણીનાં બંધનોને દૂર કરવાનું મૂળભૂત સીમાચિન્હ છે, કે જે તેના ભક્તોની નબળાઇઓ અને ખોટી માન્યતાઓ દૂર કરવાનું ગણેશજીનું સામર્થ્ય પણ દર્શાવે છે. ઘણીવખત ગણેશજીનું ચિત્ર પરશુથી પણ સજ્જ હોય છે કે તે લાગણીઓના બંધનને દૂર કરનારું છે અને તેના ભક્તોના રક્ષણનું પ્રતિક છે. ઘણીવખત અંકુશથી સજ્જ ચિત્ર પ્રેમ, જ્ઞાન અને કર્મના ત્રણ આધ્યાત્મિક સંકેત દર્શાવે છે. ઘણીવખત ગણેશજી આધ્યાત્મીકતાની સાંકળી કેડી પર પહોચવા માટેના પ્રતીક સમા કરાર, છરી કે અસ્ત્રાની તીક્ષ્ણસધારથી સજ્જ હોય છે.

ગદા કે જે ગણેશજીનું દ્રઢ મનોબળ અને શિસ્તનું પ્રતિક છે કે જે સતત તેના ભક્તોને આધ્યાત્મિકતાનાં સંપૂણ ઉંડાણ સુધી પહોંચવા માટેનું બળ પુરૂ પાડે છે. ઘણીવખત ભગવાન શ્રી ગણેશ વ્રજ ત્રિશુલ ધારણ કરે છે કે જે મનના જુસ્સા તથા સંયમનું પ્રતીક છે. શ્રીગણેશનું બીજુ આધ્યાત્મિક ચિન્હ ચક્ર છે કે જે સૂર્ય અને મનને રજુ કરનાર શક્તિશાળી શસ્ત્ર છે, ગણેશજી નું બીજું શસ્ત્ર પાશ કે જે ભક્તોનાં ચંચળ કાનને આકર્ષવાનું શસ્ત્ર છે.

સાંકેતિક ચિન્હો

શ્રી ગણેશજી બીજીજાતનાં સાંકેતિક પદાર્થના ધારક છે. જે કોઇપણ વ્યક્તિ આધ્યાત્મિકનાં રસ્તે જતા રોકતો હોય ત્યારે તેઓ અંકુશનો ઉપયોગ કરી ઘોંચે છે. પ્રેમાળ ગણેશજીની પાસેનું કમંડળ, જળપાત્ર અને સંપૂણ સાંકેતિક ચિન્હો કે જે ભક્તોની જરૂરિયાત પૂરી કરવા ધારણ કરે છે. મહગર એ હથોડો છે કે જે કળાનું આશ્રયદાતા નું પ્રતિક છે જે સારે રસ્તે જનારાઓનું રક્ષક તરીકે નું પ્રતિક છે. કેટલીકવાર ગણેશજી તુટેલ દંતશૂળ ધારણ કરતા હોય છે કે જે પેન તરીકે ઉપયોગ કરી વ્યાસજી ધર્મ ગ્રંથ લખાવે છે તે માટે કરે છે. તેઓ આપણાને બોધ આપે છે કે આપણે જે કઇ પણ શરૂઆત કરીએ તેને પુરૂ કરવું જોઇએ અને તેનો લક્ષ ઉચ્ચ આધ્યાત્મિકતા શીખવા માટે છે. ગણેશજી શેરડીના ધનુષનો ઉપયોગ કરવાને પણ જાણીતા છે, કે જેનો ઉપયોગ જીવનનાં રહસ્ય તથા પરોપકાર કરવા માટે કરે છે. ગણેશજી વીણા તથા તંબુરાને ધારણ કરી સમજાવે છે કે તે પોતે ધ્વનિ(સ્વર) છે અને તેઓ સર્વે સર્વા છે. આપણને સાથે રાખીને સાંભળવા નું કહે છે. ગણેશજી લાકડી તથા ડંડો ધારણ કરે છે કે જે સુચવે છે કે ધર્મનો વિરોધ ન કરવો. પ્રેમાળ ગણેશજી ભગવાન કેમેરાની જેમ તેમના અનુરાગીઓને મનમાંથી ભુતકાળની સ્મૃતિ ભુલી જાય અને વર્તમાનમાં જીવવાનું સુચવે છે. ગણેશજીના ચરણોમાં ધર્મ ગ્રંથ હોય છે તેઓ આપણા જીવનની હયાતિઓની ટકોર કરે છે.

સાંકેતિક ફળો

શ્રી ગણેશજીનાં ચરણોમાં ફળફળાદિનો ટોપલો જોઇ શકશો, જે નિર્દેશ કરે છે કે તેના ચરણોમાં સારી દુનિયા છે. કેરીનુ ફળ આધ્યાત્મિક્તના ઉપયોગ માટેનું છે. તેના ચરણોમાં ઉદંરનુ વાહન આધ્યાત્મિક પર્યતન(પ્રવાસ) કરવાનું નિર્દેશન કરે છે. સમર્થ અને પ્રેમાળ ગણેશજી નમ્ર અને શાકાહારી દાડમનું કે જે માંસ અને લાલ રંગનાં લોહી જેવું, બીજુ કે જે મીઠાં અને સરસ લાગે છે તેઓ તેના હાથમાં લાડુ ધરાવે છે. મીઠા ચોખાનાં લાડુ કે જેની સાંકેતિક મીઠાશ જે આપણા જીવનમાં પ્રકાશ ફેલાવે છે. નારિયેળ જે ઉપયોગ કરીએ છીએ તે એવું સુચન કરે છે ઉપરનું પડ ભલે સખત હોય છતાં અંદરથી મીઠાશ તથા નરમાઇ હોય છે. ગણેશજીના હાથમાં રહેલું કમળનું ફુલ આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે કે જે નો છોડ ભલેને ગંદા અને કાદવ વાળા પાણીમાં ઉછરતો હોય.

શરીરની રચનાની સાંકેતિક

ગણેશજીએ ઊંચો કરેલ હાથ ભક્તો ઉપર દયા કરવા તથા રક્ષા કાજે નું નિર્દેશન કરે છે અને ઓમ નું પ્રતિક કાયમ તેની પાસે હોય છે. તેનું એવું નિર્દેશન કરે છે કે સારૂ જગત તેમજ સર્વોમાં હું એક જ છું. તેની સૂંઢ વિવેકનું પ્રતિક છે કે જે આધ્યાત્મિકતાનાં રસ્તે થઇ સફળતા મેળવવા નું સુચવે છે. ગણેશજીનું વિશાલ ઉદર સારી નરસી વસ્તુઓ શાંતિથી પચાવવાનું કહે છે. ગણેશજીના ખભા ઉપર નાગનું પ્રતિક છે કે જે કુંડળીની શક્તિ ઉંચે લઇ જવાનું કહે છે. પ્રેમાળ અને શક્તિશાળી એવા સર્વ સંપન્ન ગણેશજીની વાર્તાઓ રંગીન સાંકેતિક છે કે જેની પ્રતિકૃતિઓનો ઉપયોગ ફક્ત સાચા રસ્તે જવા કરીએ.

સ્તોત્ર – suratganeshutsav.com

About ગુજરાતવિઝીટ (કૌશલ પારેખ)

મારું નામ કૌશલ પારેખ છે. મિત્રતા કરુ છું તેને હું મારો કમૅ અને ધમૅ સમજુ છું. હું બી.એ સ્નાતક (અથૅશાસ્ત્ર) છું અને કોમ્પ્યુટર માં D.C.A,PGDCA, M.C.P., C.C.C, D.G.M.D.P(Graphic Diploma) કરેલ છે. હું ફ્રાર્મા કંપની માં સાત વષૅ થી Sr.Executive Documentation ની નોકરી કરું છું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: