Archive | માર્ચ 2013

રામેશ્વર મહાદેવ નિર્ણયનગર


 

 

 

 

 

 

 

 

 

 

ૐ નમ: શિવાય

અમારા વિસ્તાર  નિણૅયનગર માં આવેલ રામેશ્વર મહાદેવ આવેલ છે જેની છબી પ્રસ્તુત કરુ છું. જ્યાં લગભગ ૧૨ ફુટ ઉચું શિવલીંગ આવેલ છે. આ શિવલીંગ ની ફરતે ૧૨ જ્યોતિલીંગ ની સ્થાપના કરેલ છે.

 

તેમજ મંદિર માં પ્રાગણમાં બીજા મંદિર પણ છે.

૧. રાધા-ક્રિષ્ણ,

૨. બળીયાદેવનું,

૨. રામ-લક્ષ્મણ-સીતાજી નું મંદિર,

૩ નાગદેવજી નું, 

૪. હનુમાનજી નું.

૫. બાપા સીતારામ નું,

આ મંદિર માં ટ્રસ્ટ દ્વારા મેડીક્લ સેવા રાહત દરે પુરી પાડવામાં આવે છે.

છબી .૧ મેઈન ગેટ – રામેશ્વરમહાદેવ

મેઈન ગેટ - રામેશ્વરમહાદેવ

 

છબી .૨ – મેઈન રોડ થી૧૨ ફુટ શિવલીંગ ફોટો

RAMESHWAR MAHADEV

છબી .૩ – મંદિર નાં પરીસર માંથી જમણી બાજુ થી ફોટો. 

Slide3

 

 

છબી .૪ – હનુમાનજી નુંમંદિર 

Slide2

બાળપણ ના સંસ્મરણો


બાળપણ ના સંસ્મરણો બાળપણ કે જ્યાં પા-પા પગલી થકી ચાલતો હતો નાની ડગલી ભરીને કાલુ-કાલુ બોલતો હતો. રેતીની ઢગલી માં એક છેડે થી બીજા છેડે ગુફા બનાવતા, આંગળી ના ટેરવે નવા નવા ચિત્રો દોરાઈ જતા આનંદ લેતા, એ ક્યાં ખબર હતી કે ટેરવી થી દોરાતા ચિત્રો એ તો માત્ર ધડીભર ની મોજ હતી બાળપણ થી જયારે યુવાની માં પ્રવેશ્યા જયાં માત્ર ને માત્ર દોડ ને હરીફાઈ જ રહેલી હતી આજ ની દોડભરી જીદગી માં બાળપણ ભુલાઈ ગયું, બસ હવે તો માત્ર નાના બાળ ભુલકા ને જોઈને યાદ જ કરવું રહ્યું, મોજ-મસ્તી કરતાં સંતોલીયું, થપ્પો, ભમરડો, ગીલીડંડા,ઘોચમણી, લખોટી જેવી રમતો ને બદલે માત્ર હવે તો ફેસબુક અને ટી.વી એ સ્વરૂપ લીધું છે. આજ ની દોડભરી જીદગીમાં થી તાજગી અનુભવવા માત્ર આપણી બાળપણ વિતાવ્યું હોય ત્યાં જઈ ને માત્ર અહેસાસ કરી શકાય ને બાળપણ ના સંસ્મરણો તાજા કરી શકાય.

આલેખન – કૌશલ પારેખ