900 વર્ષથી વધુ જીવ્યા હતા, તેમનું નામ છે દેવરહા બાબા.


 કોઈ વ્યક્તિની ઉંમર 90-100 વર્ષ થઈ જાય તો લોકો તે વ્યક્તિને એક રેકોર્ડ માનતા હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ 200, 500 નહીં પણ 900 વર્ષથી વધુ જીવે તે વાત તો કોઈને ગળે નહીં ઉતરે જી, હા, આ વાત આશ્ચર્યજનક તો છે જ પરંતુ જે વ્યક્તિની અમે વાત કરીએ છીએ તેમના વિશે એવું કહેવાય છે કે 900 વર્ષથી વધુ જીવ્યા હતા, તેમનું નામ છે દેવરહા બાબા. જો કે તથ્ય કેટલું છે તે તો કહી શકાય નહીં પરંતુ તેમને જોનાર લોકો અને મળનારા લોકોને ચોક્કસ એવું લાગતું કે આ મહાયોગી જરૂર ચમત્કારી પુરુષ છે અને તેમની ઉંમર 200 થી વધુ હશે એટલી વાત તો સાચું માની લેતા. મહાભારતના મહાપુરુષ ભીષ્મની ઉંમર 170 વર્ષથી વધુ હતી કારણ કે તેમને સ્વયં ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું. પરંતુ દેવરહા બાબા તો તેમનાથી પણ અનેક સદીઓ વધુ જીવિત રહેલા.7_1434780866

દેવરહા બાબાએ હિમાલયમાં અનેક વર્ષો સુધી તપસ્યા કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી, તેમના જીવનનું રહસ્ય કોઈ જાણતું ન હતું
દેવરહા બાબા પોતાની શક્તિઓથી અદ્રશ્ય થઈને ગમે ત્યાં ચાલ્યા જતા હતા
દેવરહા બાબા પોતાની ખાલી પાલખમાં હાથ નાખીને વ્યક્તિને પ્રસાદ આપતા હતા
દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.

સામાન્ય રીતે એક વ્યક્તિનું જીવન અર્થાત્ તેની ઉંમર કેટલી લાંબી હોય છે?50 વર્ષ ?60 વર્ષ? 70 વર્ષ કે પછી તે શરૂઆતથી જ હૃષ્ટપુષ્ટ રહ્યો હોય તો 100 વર્ષની આસપાસની ઉંમર સુધી પહોંચી જાય છે તો તે દુનિયા સામે મિસાલ બની જાય છે. કારણ કે આજના જમાનામાં જો કોઈ વ્યક્તિ 100 વર્ષથી વધુ ઉંમરનો થઈ જાય તો તે એક રેકોર્ડ માનવામાં આવે છે. દુનિયાભરમાં તેમની પ્રશંસા કરવામાં આવે છે તથા તેને વિભિન્ન પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. લોકો તેમને લાંબી ઉંમરનું રહસ્ય પૂછે છે તથા વૈજ્ઞાનિકો પણ તેમની ઉપર વિભિન્ન શોધ કરી કરીને તેમના લાંબા જીવનનું રહસ્ય શોધવા લાગી જાય છે કે તેમને આટલું લાંબુ જીવન કેવી રીતે કાઢ્યું છે?

પહેલી વખત એ જાણીને કોઈને વિશ્વાસ નથી થતું પરંતુ લોક પ્રચલિત કથા-કહાનીઓના આધારે આ વાત સામે આવી હતી. ભારતના ઉત્તર પ્રદેશના દેવરિયા જનપદમાં એક યોગી રહેતા હતા જેમનું નામ હતું દેવરહા બાબા, કહેવાય છે કે દેવરહા બાબા એક સિદ્ધ મહાપુરુષ તથા સંત પુરુષ હતા. દુનિયાના ખૂણે-ખૂણાથી મહાન તથા પ્રસિદ્ધ લોકો તેમના દર્શન કરવા આવતા હતા. તેમના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ચમક હતી અને લોકોનું તો એવું માનવું હતું કે બાબની પાસે ચમત્કારી શક્તિઓ પણ હતી.

પરંતુ આ બધા તથ્યોથી હટીને જે એક વાત દરેક કોઈના મનમાં આવતી હતી તે હતી સાચે જ બાબાની ઉંમર સાચે જ 900 વર્ષથી વધુ હતી? બાબાની ઉંમરને લઈને લોકોમાં અલગ-અલગ મતભેદ હતા. કેટલાક લોકો તેમનું જીવન 250 વર્ષનું માનતા હતા તો કેટલાકનું કહેવું હતું કે બાબાની ઉંમર 500 વર્ષની હતી.

પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે લોકો કહે છે કે તેમની ઉંમર 900 વર્ષથી વધુ હતી. પરંતુ બાબા કહેતા આવ્યા હતા કે તેમનો જન્મ, તેમનું જીવન આજના લોકોની વચ્ચે પહેલી બનેલું છે. કહે છે કે કોઈ નથી જાણતું કે દેવહરા બાબાનો જન્મ ક્યારે થયો હતો તેમની જન્મ તારીખ, જન્મ સ્થાન તથા તેઓ ક્યારે અને ક્યાંથી આવ્યા તે બધા જ તથ્યો અજ્ઞાત છે. ત્યાં સુધી કે તેમની યોગ્ય ઉંમરનું આંકલન પણ નથી. બસ લોકો એટલું જાણતા હતા કે તેઓ યૂપીના દેવરિયા જિલ્લાના રહેવાસી હતી. અને તેમને પોતાનો છેલ્લો શ્વાસ મંગળવાર 19 જૂન સન્ 1990માં યોગિની એકાદશીના દિવસે થયો હતો. બાબાના સંદર્ભમાં લોકો અલગ-અલગ કહાનીઓ સાંભળે છે, જેમાંથી એક કથા ખૂબ જ દિલચસ્પ છે.

બાબાની લગભગ 10 વર્ષ સુધી સેવા કરનાર માર્કન્ડેય મહારાજના કહેવા પ્રમાણે બાબા નિર્વસ્ત્ર રહેતા હતા. તેઓ ધરતીથી 12 ફૂટ ઉંચે લાકડાથી બનેલ એક બોક્સમાં રહેતા હતા અને માત્ર ત્યારે જ નીચે આવતા હતા જ્યારે તેમને સવારે સ્નાન કરવા જવું હોય.

એવું માનવામાં આવે છે કે બાબએ અનેક વર્ષો હિમાલયમાં સાધના કરી હતી. પરંતુ કેટલા વર્ષ તે કોઈ નથી જાણતું. કારણ કે હિમાલયમાં તેમની ઉપસ્થિતિ અજ્ઞાત હતી. હિમાલયની ગોદમાં જપ-તપ કર્યા પછી જ બાબા ઉત્તર પ્રદેશના દેવરિયા વિસ્તાર તરફ પ્રસ્થાન કર્યું હતું.

અહીં બાબાએ વર્ષો સુધી નિવાસ કર્યો અને પોતાના ધર્મ-કર્મથી લોકોની વચ્ચે પ્રચલિત થયા. દેવરિયામાં બાબા સલેમપુર તાલુકાથી થોડે જ દૂર સરયૂ નદીના કિનારે રહેતા હતા. આ એજ સ્થાન છે જ્યાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રીરામને ત્યાગીને પાછા વૈકુંઠ ફર્યા હતા.

આ નદીના કિનારે બાબાએ વર્ષો સુધી પોતાનો ડેરો જમાવી રાખ્યો હતો અને આ ક્ષેત્રથી જ બાબાને દેવરહા બાબાના નામ પ્રાપ્ત થયેલું. કહેવાય છે કે બાબા ખૂબ જ મોટા રામભક્ત હતા. તેમના ભક્તોએ હંમેશા તેમના મુખમાંથી રામ નામ સાંભળ્યું હતું.

તેઓ પોતાના ભક્તોને પણ શ્રીરામના જીવન સાથે જોડાયેલા તથ્યો બતાવતા હતા અને તેમને જીવનમાં અપનાવવા માટે પ્રેરિત કરતા હતા. બાબા પોતાના ભક્તોના જીવનના કષ્ટોને ઓછા કરવા માટે શ્રીરામ અને શ્રીકૃષ્ણના મંત્ર આપતા હતા. તેઓ શ્રીરામ તથા શ્રીકૃષ્ણને એક જ માનતા હતા. આ બંને અવતારો સિવાય બાબા ગોસેવામાં પૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા.

તેમની માટે જનસેવા તથા ગૌસેવા એક સર્વોપરિ-ધર્મ હતો. તેઓ પોતાની પાસે આવેલ દરેક ભક્તના લોકોની સેવા, ગૌમાતાનું રક્ષણ કરવા તથા ભગવાનની ભક્તિમાં રત રહેવાની પ્રેરણા આપતા હતા. તેઓ હંમેશા માટે લોકોને ગૌહત્યાની વિરુદ્ધમાં ઊભા રહેવાની પ્રેરણા આપતા હતા.

પ્રયાગરાજમાં ઈ.સ.1989માં મહાકુંભના પાવન પર્વ ઉપર વિશ્વ હિન્દુ પરિષદના મંચ ઉપરથી બાબાએ પોતાનો પાવન સંદેશો આપતા કહ્યું હતું કે- “દિવ્યભૂમી ભારતની સમૃદ્ધિ ગૌરક્ષા, ગૌસેવા વગર શક્ય નથી, ગૌહત્યને કલંકને દૂર કરવું જરૂરી છે”

પરંતુ ઉંમરના સંદર્ભમાં જે પ્રકારે તથ્ય લોકો બતાવે છે કે તે ઘણું આશ્ચર્યજનક છે. લોકો કહે છે કે બાબાની શારીરિક અવસ્થા વર્ષો સુધી જેવી છે તેવી જ રહી હતી. જે કોઈ માણસે તેમને વર્ષો પહેલા જોયા હતા તેવો અનેક વર્ષો પછી જુએ તો પણ એ તો એવા જ દેખાતા હતા, તેમનામાં કોઈ બદલાવ મહેસૂસ થતો ન હતો.

બાબાના દર્શન કરવા આનનાર લોકો તેમને મળીને ઘણા પ્રસન્ન થતા હતા. બાબા હંમેશા થોડે ઊંચે બેસીને જ પોતાના ભકતોને મળતા હતા તથા બધાની વાતને ધ્યાનથી સાંભળતા હતા. લોકો કહે છે કે બાબા પોતાના ભક્તોને મળીને ઘણા ખુશ થતા હતા અને તેમને મનોવાંછીત ફળ પ્રદાન કરતા હતા.

તેમની પોતાના ભક્તોને પ્રસાદ આપવાની રીત પણ ઘણી આશ્ચર્યચકિત કરી દેનારી હતી જેની ઉપર વિશ્વાસ કરી શકવો મુશ્કેલ છે. કહેવાય છે કે જ્યારે કોઈ ભક્ત તેમને પ્રસાદની કામના કરતા હતા તો બાબા તેમના ઊંચા મચાન ઉપર બેસીને જ પોતાના મચાન(પાલખ)ના ખાલી ભાગમાં રાખતા હતા અને તેમના હાથમાં ફળ, મિઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો પોતાના હાથમાં આપમેળે જ આવી જતા હતા.

આ જોઈ લોકોને આશ્ચર્ય થતું હતું કે ખાલી પડેલા પાલખમાં બાબાનો પ્રસાદ કેવી રીતે આવી જતો હતો. કેટલાક લોકોનું માનવું હતું કે બાબા પોતાની અદ્રશ્ય શક્તિઓની મદદથી ગમે ત્યાં ચાલ્યા જતા હતા તથા પોતાના ભક્તો માટે પ્રસાદ લાવતા હતા. દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.

લોકોનું એવું પણ કહેવું હતું કે બાબાએ વર્ષો સુધી પોતાના સૂક્ષ્મ શરીરમાં રહીને તપસ્યા પણ કરી હતી એટલા માટે તેમની ઉંમરનું યોગ્ય અનુમાન લગાવવું લોકો માટે વધુ મુશ્કેલ હતું. મોટાભાગે લોકો તેમની આટલી લાંબી જિંદગી જોઈને એવું અનુમાન લગાવતા હતા કે તેઓ ખૂબ જ પૌષ્ટિક આહાર લેતા હશે.

પરંતુ એવું બિલકુલ નથી. જનશ્રૃતિઓ પ્રમાણે બાબાએ પોતાના આખા જીવન દરમિયાન કશું જ ખાધુ ન હતું. તેઓ માત્ર દૂધ અને મધ પીને જીવતા હતા. તે સિવાય શ્રીફળનું પાણી પણ તેમને ખૂબ જ પસંદ હતું.

દેવરહા બાબાની ચમત્કારી શક્તિઓથી આકર્ષિત થઈને દેશના અનેક જાણીતા લોકો પણ તેમના દર્શન કરતા આવતા હતા, આ લિસ્ટમાં છે ડો. રાજેન્દ્ર પ્રસાદ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, લાલૂ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ અને કમલાપતિ ત્રિપાઠી જેવા રાજનેતાઓના નામ સામેલ છે.

કહેવાય છે કે દેશમાં કટોકટિ પછી થયેલી ચુંટણીઓમાં ઈન્દિરા ગાંધી હરી ગઈ હતી તો તેઓ દેવરહા બાબાની પાસે પોતાની સમસ્યાનો હલ માંગવા આવી હતી. ત્યારે બાબાએ પોતાના હાતના પંજાથી તેમને આશીર્વાદ આપ્યા હતા અને ત્યારથી કોંગ્રેસનું ચુંટણી ચિન્હ હાથનો પંજો છે. માન્યતા પ્રમાણે બાબને મળ્યા પછી ચુંટણીમાં ઈન્દિરા ગાંધીની જીત થઈ હતી.

Source :

http://religion.divyabhaskar.co.in/news-hf/JM-JMJ-GYVG-yoda-can-give-you-long-life-900-year-old-devraha-baba-mysterious-life-5027971-PHO.html?seq=1

About ગુજરાતવિઝીટ (કૌશલ પારેખ)

મારું નામ કૌશલ પારેખ છે. મિત્રતા કરુ છું તેને હું મારો કમૅ અને ધમૅ સમજુ છું. હું બી.એ સ્નાતક (અથૅશાસ્ત્ર) છું અને કોમ્પ્યુટર માં D.C.A,PGDCA, M.C.P., C.C.C, D.G.M.D.P(Graphic Diploma) કરેલ છે. હું ફ્રાર્મા કંપની માં સાત વષૅ થી Sr.Executive Documentation ની નોકરી કરું છું

Leave a comment