શા માટે ગુજરાત!


શા માટે ગુજરાત

 

રાજ્ય કે જ્યાં

 

જો તમને ઉચ્‍ચ જીવન જીવવાની ઉત્‍કંઠતા હોય,
જો તમે વિકાસ અને સંવર્ધન પામવા ઇચ્‍છતા હોવ,
જો તમારૂં ધ્‍યેયવસુધૈવ કુટુંમ્‍બકમ્હોય તો “,
ગુજરાત તમારા માટે જ છે. 

  1.  વ્‍યૂહાત્‍મક સ્‍થ્‍ળ – દેશના પશ્ચિમી દરિયાકાંઠાથી જોડાયેલું ગુજરાત રાજ્ય જમીની સરહદોથી ઉત્તર તેમજ મધ્‍યમાં ભારતના રાજ્યો સાથે જોડાયેલું
  2. પરિવર્તનનો જયઘોષ – ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીના વડપણ હેઠળ રાજ્યમાં પરિવર્તનનું રણશિંગુ ફુંકાયું છે. જેઓ માને છે ગુજરાતને એક ભવિષ્‍ય છે. સ્‍વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્‍ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચશે.
  3. ગોરવવંતો માર્ગ આગળ :  – ગુજરાત ઉત્‍કૃષ્‍ઠતા અને ઝડપી વિકાસ સાથે પરિવર્તનના ઉચ્‍ચ શિખરો સર કરી રહ્યું છે. સામાન્‍ય માનવીના જીવનધોરણમાં બદલાવ આવી રહ્યો છે
  4.  જન શક્તિ – શિક્ષણ, આરોગ્‍ય ઉપરાંત અન્‍ય ક્ષેત્રોમાં પ્રજાની શક્તિનો ક્રિયાત્‍મક સહયોગ મેળવવાનો દ્રષ્‍ટિકોણ.
  • વિકાસકીય કામોમાં પ્રજાને જોતરવી.
  • વિકાસ કોમી એખલાસતા અને વિવાદોના નિરાકરણ માટે ગ્રામ-સભાનુ આયોજનમાં અસરકારક કામગીરી .
  • પંચાયત રાજ સંસ્‍થાઓમાં હરિફાઇ મુકત સર્વ સંમતી પૂર્ણ ચૂંટણીનું આયોજન .
  • મહેસુલ નોંધો અને ગામની પંચાયતના તમામ કામકાજો માં કોમ્‍પ્‍યૂટર પ્રણાલીનો ઉપયોગ .
  • પ્રચલિત તહેવારોમાં પ્રજાકીય શકિત યોગદાન દ્વારા ઉજવણી.
  • પોતાની આર્થિક પ્રવૃત્તિઓનું સંચાલન મહિલાઓ સ્‍વયંભૂ રીતે સંગઠીત થઇ કરે તથા અન્‍ય પ્રશ્નોનું નારી-અદાલત દ્વારા નિવારણ.
  • શિક્ષણની માળખાકીય સુવિધા પર ખાસ ધ્‍યાન કેન્‍દ્રિત કરી શિક્ષકોની તાલીમ અને રાજ્યની તમામ શાળાઓમાં કમ્‍પ્‍યુટર પ્રણાલીનો ઉપયોગ.
  • સ તત બદલાતી તકનિકી પ્રણાલીઓને ધ્‍યાનમાં રાખી સમયની માંગ મુજબ નવા અભ્‍યાસક્રમોની રજૂઆત.
  • બાળકોની શાળામાં ભરતી અને વધુમાં વધુ સ્‍તરે તેના ઘડતર માટે ખાસ ધ્‍યાન.
  • છોકરીઓના શિક્ષણ પ્રત્‍યે ખાસ ધ્‍યાન.
  • ગ્રામ્‍ય સ્‍તરે વૈશ્વિક જ્ઞાન મળી રહે તે ઉદ્દેશ્‍યથી ચાલુ કરાયેલું અભિયાન.
  • છોકરીઓના શિક્ષણ માટે અલાયદુ નાણા ભંડોળ અને વિદ્યાર્થીઓ માટે જીવન વીમા કવચની યોજના.
  • છોકરીઓના શિક્ષણ માટે દાનમાં મળેલી ચીજવસ્‍તુઓ જેનું અંદાજીત મૂલ્‍ય રૂ. ૩ કરોડથી વધુ.
  • રાજ્યમાં ૧૧ નવી યુનિવર્સિટીનું નિર્માણ, ૪૦૦ નવી કોલેજની શરૂઆત, ૧.૨૫ લાખ શિક્ષકોની ભરતી અને ૩૮,૦૦૦ જેટલા નવા વર્ગખંડોના નિર્માણ સાથે ટેકનિકલ શિક્ષણમાં વિદ્યાર્થીઓની બેઠક સંખ્‍યા વધારી બમણી કરાઇ.
  • પ્રાથમિક કક્ષાએ શાળા છોડી જનારા બાળકોની સંખ્‍યામાં અસરકારક ઘટાડો.
  • યુવાનો અંગ્રેજી શિક્ષણમાં રસ લેતા થાય તેવું અભિયાન.
  1. જ્ઞાન શક્તિ – જ્ઞાન એ શક્તિ છે, ગુજરાતમાં બહુવિધ શ્રેષ્‍ઠતા અને સ્‍થાપિત પ્રણાલિઓમાં સકારાત્‍મક ફેરફારો સાથે કૂનેહ અને પ્રૌદ્યોગિક વિજ્ઞાનનો વિકાસ અહીં ધ્‍યેય સિદ્ધિ માટે
  1. ઊર્જા શક્તિ – ગુજરાતે વીજ-વ્યવસ્‍થાપન માટે સમય માળખું ઊભું કર્યું છે. બ્રોડબેન્‍ડ જોડાણ અને ગ્રામીણ વિકાસ માટે અવિરત વીજ પુરવઠો ઉપલબ્‍ધ બનાવ્‍યો
  • ખોટ ખાતું રાજ્ય સરકારનું ઇલેકટ્રીસિટી બોર્ડનું વ્‍યવસાયીક ધોરણે સંચાલીત કરી નફો રળતું બનાવાયું.
  • નિયત વીજ ભારમાં વધારો.
  • તેલ અને કુદરતી વાયુમાં સંશોધન માટે મોટા પાયે ખેડાયેલા સાહસો.
  • સમગ્ર રાજ્યમાં કુદરતી વાયુ વહન માટે ૨૨૦૦ કિ.મી. લાંબા માળખાને સ્‍થાપિત કરાયું.
  • તેલ અને કુદરતી વાયુનો ગંજાવર જથ્‍થો ગુજરાત ભારત તેમજ વિદેશોમાં આરક્ષિત બનાવાયો.
  • તમામ ગામડાઓમાં આમ આદમીની જરૂરીયાત માટે વીજળીની ઉપલબ્‍ધી.
  • સમગ્ર દેશમાં સૌથી મોટી પ્રવાહી કુદરતી વાયુ તથા ગઠીત કુદરતી વાયુની માળખાકીય સુવિધા.
  • કુદરતી વાયુ આધારીત આર્થિક વ્‍યવસ્‍થાપન.
  • દેશની ઇંધણ-રાજધાની તરીકે ગુજરાત ઊભરી રહ્યું છે.
  1. જળ શક્તિ – કુદરતી જળ સંસાધનો દ્વારા વરસાદી જળસ્‍ત્રોત પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી વૈજ્ઞાનિક ઢબે જળ વ્‍યવસ્‍થાપન
  • ભૂમિગત જળ ભંડાર અને વરસાદી પાણીના વ્‍યવસ્‍થાપનમાં વિજ્ઞાની અભિગમ
  • એદ્યતન સિંચાઇ તકનિકીનો અમલ
  • રાજ્યની મુખ્‍ય નહેરો સાથે તમામ ગામડાઓનું જોડાણ
  • રાજ્યની ૨૧ જેટલી નદીઓનું જોડાણ
  • સરદાર સરોવર પરિયોજના બંધથી અંદાજે ૫૦૦ કિ.મી. સુધી પાણી અને વીજળીના લાભો પહોંચાડવામાં પૂર્ણતાના આરે….
  • જળ સંચય માટે રાજ્યમાં ખેત-તલાવડીઓ અને ચેક ડેમો અંદાજે ૨.૨૫ લાખ જેટલી બનાવી.
  1. રક્ષા શક્તિ – નાગરિકો માટે સલામતી ઉપરાંત વ્‍યક્તિગત, સામાજીક, આર્થિક સલામતી માટે લક્ષ.
  • કુદરતી અને માનવ સર્જિત આફતોની અસર ઓછી થાય તેનો વિકાસ કરવો.
  • ગુજરાતને પોલિયો મુક્ત કરવું, રક્તપિત મુક્ત કરવું, એચ.આઇ.વી./એઇડ્સ ના દર્દીઓની સંખ્‍યા ઓછી કરવી.
  • નવી યોજના દ્વારા બાળકો અને માતાઓની મૃત્‍યુનો દર ઘટાડવો.
  • ભૂકંપશાસ્‍ત્ર વિષે સંશોધક વિદ્યાલય બનાવવું.

સૌજન્ય – ગુજરાતઈન્ડીયા.કોમ

About ગુજરાતવિઝીટ (કૌશલ પારેખ)

મારું નામ કૌશલ પારેખ છે. મિત્રતા કરુ છું તેને હું મારો કમૅ અને ધમૅ સમજુ છું. હું બી.એ સ્નાતક (અથૅશાસ્ત્ર) છું અને કોમ્પ્યુટર માં D.C.A,PGDCA, M.C.P., C.C.C, D.G.M.D.P(Graphic Diploma) કરેલ છે. હું ફ્રાર્મા કંપની માં સાત વષૅ થી Sr.Executive Documentation ની નોકરી કરું છું

1 responses to “શા માટે ગુજરાત!”

  1. GUJARATPLUS says :

    ભલે ગુજરાતમાં બધુજ હોય પણ ભાષા પ્રચાર અને ભાષા વિકાસ ન હોયતો??

    જો હિન્દી ભાષીઓ આપણને પ્રચાર કેન્દ્રો ધ્વારા હિન્દી શિખવાડી શકે તો આપણે તેમને શિરોરેખા મુક્ત લિપિ કેમ ન શીખવી શકીએ? હિન્દી જો રોમન લિપિ અને ઉર્દુ માં લખાય તો ગુજરાતી લિપિમાં કેમ નહિ? ભારત ની બધીજ ભાષા ઓ ગુજરાતી લિપિ માં કેમ ન શિખાય?

    ગુજરાત માં બે લીપી શિક્ષણ નું કોઈ વિચારતું નથી.કેમ ?

    જો હિન્દી ભાષી બાળકો બે લિપિમાં શિક્ષણ(દેવનાગરી +રોમન ) લઇ શકે તો ગુજરાતી બાળકો કેમ નહિ ?
    જો સંસ્કૃત ના ષ્લોકો ગુજરાતીમાં લખી શકાય તો હિન્દી કેમ નહિ ?

    ગુજરાત ના હિન્દી પ્રચાર કેન્દ્રો ને એટલું જ કહેવાનું છે કે અમારી ગુજરાતી લિપિ સરળ છે અને અમે હિન્દી અને સંસ્કૃત અમારી લિપિ માં જ ભણીશું.બીજું ગુજરાતી શિક્ષણ ખાતા ને જ આ જ નિતી અપનાવવાની જરૂર છે .આપણી ગુજરાતી લિપિમાં એવી શું ખામી છે કે આ શક્ય નથી ?
    ગુજરાતી લિપિ ને હિન્દીની જેમ પૂર્ણવિરામ,શીરોરેખા અને આંકડાઓનું કોઈ બંધન નથી

    saralhindi.wordpress.com

Leave a comment