ભારતભરમાં ગુજરાતી સમાજ સંચાલિત અતિથિગૃહો યાદી


 

૧. અજમેર

– ગુજરાતી મહામંડળ, સરદાર પટેલ અતિથી ગૃહ, હાથીભાટા, ગેડાલાલ રોડ.

૨. અમૃતસર

– ગુજરાતી મિત્ર સમાજ, કટરા, હરીન્સીધ.

૩. અલ્હાબાદ

– ગુજરાતી સમાજ, પ્રયાગ અતિથીગૃહ, ગૌતમ સિનેમા પાસે, કટઘર રોડ, ૩૫૬ મુઠ્ઠીગંજ, પ્રયાગ.

૪. અકોલા

– ગુજરાતી સમાજ, જી.પી ઓ. પાછળ, અકોલા.

૫. આગ્રા

– ગુજરાતી સમાજ, કચેરી ઘાટ, બેલનગંજ, શ્રી ગુજરાતી મોર્ડન ક્લબ દરેશી નં.૨.

૬. આબુરોડ

– શ્રી ગુજરાતી સમાજ, સ્ટેસન પાસે, સરદાર પટેલ કોલોની.

૭. આસન સોલ

– આસન સોંલ, ગુજરાતી સમાજ ઉષાગ્રામ (વેસ્ટ બંગાલ).

૮. ઔરંગાબાદ

– સજારવાલા દેવડા હિંદુ ધર્મશાળા ટુરિસ્ટ હોમ.

૯. બેંગ્લોર

– જૈન ધર્મશાળા ચીક્પેટ (જૈનો માટે) વૈષ્ણવ સમાજ જૈન ભવન ગાંધીનગર (જૈનો માટે) મહારાષ્ટ્ર મંડળ.

૧૦. ચંદીગઢ

– ગુજરાતી મિત્ર મંડળ, જે.જે. ચોકસી, દેના બેંક કેમ્પ, ગોવાડા રોડ, પંચાયત ધર્મશાળા, સેક્ટર ૧૮ બી.

૧૧. દિલ્હી

– ૧. ગુજરાતી સમાજ સરદાર વલ્લભભાઈ ભવન, ૨, રાજવિલાસ માર્ગ, લુડ લોક્સેલ રોડ, સિવિલ લાઇન દિલ્હી – ૬.    ૨. ગુજરાતી એજ્યુકેશન સોસાયટી, સરદાર પટેલ વિદ્યાલય, ૩, લોદી એસ્ટેટ રોડ.    ૩. શ્રી સ્વામીનારાયણ અતિથિગૃહ બસ સ્ટેન્ડ પાસે.     ૪. ગુજરાતી ભવન, અશોકા હોટલ પાસે ચાણક્યપૂરી. 

૧૨. દુર્ગાપુર

– ગુજરાતી સમાજ, અનુરાધા હોટલ પાસે બેનાચેટી.

૧૩. ગયા

– ગુજરાતી સમાજ શરાફ ચૌક, ગયા.

૧૪ ગૌહત્તી

– ગુજરાતી સમાજ, છોટાલાલ જેઠાલાલ પટેલની, ફેન્સી બજાર.

૧૫. ગુલબા

– ગુજરાતી સમાજ ગુલબાગ મેઈન રોડ.

૧૬. હરિદ્વાર

– ૧. ગુજરાતી ભવન જલારામ ફત્તેચંદ રોડ, સ્ટેસન પાસે.    ૨ નાનજી કાલિદાસ ગુજરાતી ભવન, નિરંજન અખાડા રોડ, ગંગાકિનારે.

૧૭. હૈદ્રાબાદ

– ૧. ગુજરાતી પ્રગતિ સમાજ દિપક ભવન ૪/૩/૧૪૮, હનુમાન ટેકરી મસ્જીદ પાસે.     ૨. ગુજરાતી પ્રગતિ સમાજ વાડી કંદાસ્વામી લેઈન પ્રેમબાગ, સુલતાનબજાર.     ૩. કચ્છી ભવન, અતિથિગૃહ રામકોટ, ઇડન ગાર્ડન રોડ.    ૪. અમૃત અતિથીગૃહ, કંદસ્વામી લેઈન, કાપડિયા માર્કેટ, સુલતાનબજાર.    ૫. નાગરવાડી સેન્ટ્રલ બેન્કની બાજુમાં ગલીમાં, સુલાતાનબજાર.

૧૮. ઈંદૌર

– ગુજરાતી સમાજ, ગુજરાતી માર્ગ નાસીયા રોડ સૈયોગીતા ગંજ.

૧૯. જમશેદપુર

– ગુજરાતી સમાજ, મેં. નાનાજી ગોવિંદ, ટાંક શેરી, એન. રોડ.

૨૦. જયપુર

– ૧. ગુજરાતી સમાજ સી સ્કીમ, મહાવીર માર્ગ, જયક્લબની સામે     ૨.ગુજરાતી સમાજ, ગુજરાતી સમાજ માર્ગ, ચાંદપોબજાર.

૨૧. જોધપુર

– પરમાર ભવન, માંજીબાગ, ચોપાસના રોડ.

૨૨. બજલપુર

– ગુજરાતી સમાજ, મેઈન રોડ.

૨૩. જગન્નાથપુરી

– ધનજી મુળજી ધર્મશાળા, ગ્રાન્ટ રોડ, મુષ્યમંદિરની પાસે.

૨૪. કલકત્તા

– ૧. શ્રી કલકત્તા ગુજરાતી સમાજ પી.પ, કેનિંગ સ્ટ્રીટ. શાહજહાં બિલ્ડીંગ, ૩ જે માળે.    ૨. કચ્છી જૈન ભવન, ૫૯, ઇઝારા સ્ટ્રીટ.     ૩. ગુજરાતી મિત્ર મંડળ, ૭, શંભુ મલ્લિક લેઈન.    ૪. છગનબાપા અતિથીગૃહ, લક્ષ્મીનારાયણ મંદિર, ભવાનીપુર, શરદ્લોન રોડ.

૨૫. કાનપુર

– ગુજરાતી સમાજ ૬૦/૨૯ પુરાની દાલમંડી નયાગંજ ચાર રસ્તાની બાજુમાં.

૨૬. કોઇમ્બતુર

– ૧. ગુજરાતી સમાજ ભવન ૨૦૭ એ, મેટુ પાલ્યમ રોડ સુપર માર્કેટની બાજુમાં,પી.ન. ૬૧૧૦૦૨.     ૨. કોઇમ્બતુર ગુજરાતી સમાજ, નરાર સીરીયન, ચર્ચ રોડ.

૨૭. કોટી

– ગુજરાતી સમાજ, ગન્નાધર, મસ્જીદ નીચે.

૨૮. કોચીન

– ગુજરાતી મહારાજ ન્યુ રોડ, જૈન મંદિર પાસે, પોપટલાલ ગોરધનદાસ જૈન સમાજ, અતિથી ગૃહ.

૨૯. કન્યાકુમારી

– શ્રી વિવેકાનંદ સમારક ટ્રસ્ટની ગોજ વિવેકાનંદપુરમ.

૩૦. ખડગપુર

– શ્રી ગુજરાતી મિત્ર મંડળ ગોળ બજાર રેલ્વે માર્કેટ પાસે, જી. મીઘ્નાપુર, પી.નં. ૭૨૧૩૦૧.

૩૧. મદુરાઈ

– ૧. મદુરાઈ ગુજરાતી ભવન, બી.એસ.પી.જી. ચર્ચ લેઈન, વાય એમ.સી.એ પાસે, મદુરાઈ.     ૨. બિરલા ધર્મશાળા મીનાક્ષી મંદિર પાસે.    ૩. વાગડની ધર્મશાળા, સ્ટેશન પાસે મંગામલ ધર્મશાળા સ્ટેશન પાસે મીનાક્ષી ભવન.

૩૨. મદ્રાસ

– ૧. મદ્રાસ ગુજરાતી મંડળ, ૧૧૬ બ્રોડવે સાયકલ બજાર, મહારાષ્ટ્ર બેંકની ઉપર.     ૨. ગુજરાતી ધર્મશાળા સ્ટેશન પાસે.      ૩. મદ્રાસ ગુજરાતી મંડળ, ૭૦, નેતાજી સુભાષ પાર્ક.     ૪. કરછી જૈન સમાજ, વૈકટનારાયણ સ્ટ્રીટ.

૩૩. મૈસુર

– ૧. અગ્રવાલ મોલ્ટી.     ૨. નાગરાજ ઉષા મોલ્ટી.     ૩. નંદબહાદુર છત્રમ.

૩૪. મથુરા

– સુરતવાળા ની ધર્મશાળા, મુખ્ય મંદિર પાસે.

૩૫. માથેરાન

– માણેકલાલ ટેરેસ.

૩૬. નાગપુર

– ૧. ગુજરાતી કેળવણી મંડળ, નાગપુર. સી.ટી.પો.ઓ.ની સામે, ઇતવારી.      ૨. શ્રી ગુજરાતી નવસમાજ, લાડપુરા, જૈન દેરાસરની પાસે, ઈતવારી.     ૩. લોહાણા સેવા મંડળ અતિથીગૃહ, સેન્ટ્રલ,એવન્યુ, ગાંધીબાગ.

૩૭. નાસિક

– ૧. મુક્તિધામ સ્ટેશન રોડ.     ૨. ઝવેરભાઈ આરોગ્ય ભુવન, પંચવટી.      ૩. સુરતવાળાની ધર્મશાળા.      ૪. ભાટિયા ધર્મશાળા, પંચવટી.

૩૮. પટના

– પટના ગુજરાતી સમાજ, આબદીન હાઉસ, ઓલઇન્ડિયા રેડિયો પાસે , ફ્રેઝર રોડ.

૩૯. પુના

– ૧. આદિનાથ સોસાયટી, ટેમ્પલ ટ્રસ્ટ દેવીચંદ, કેસરીમલ અતિથિગૃહ, સતારારોડ.     ૨. પુના ગુજરાતી બંધુ સમાજ ૧૮૯ રવિવાર પેઠ.      ૩. જે.વી. ત્રિવેદી અતિથીગ્રુહ ફોલરોડ, શિવાજીનગર.      ૪. મોરારજી ગોકુલદાસ ધર્મશાળા, સ્ટેસનની      ૫. એચ.એમ.સી. ગેસ્ટ હાઉસ, બુધવાર પેઠ.

૪૦. પંચગની

– ગુજરાતી સમાજ, પંચગની.

૪૧. રતલામ

– રતલામ ગુજરાતી સમાજ, જવાહર માર્ગ.

૪૨. રામગંજમંડી

– ગુજરાતી સમાજ, રામગંજમંડી (જી.કોટા)

૪૩. રાયપુર

– શ્રી ગુજરાતી સમાજ, ૩૬, શ્રી ગુજરાતી શિક્ષા, સંઘભવન, કે.કે. રોડ, મહુદા પરા.

૪૪. રામેશ્વર

– ૧. શ્રી ગુજરાતી ભવન ૧૪/૧૫, સનનાથ સ્ટ્રીટ.      ૨. રામેશ્વર બાગલાની ધર્મશાળા.     ૩. બિરલાની ધર્મશાળા.

૪૫. રાઉલકેલા

– શ્રી ગુજરાતી સનાતન સમાજ બીસરારોડ, ગુજરાત કોલોની.

૪૬. સાંગલી

– ગુજરાતી સેવા સમાજ, ૯૦ એ, મોરારજી પેઠ.

૪૭. સોલાપુર

– ગુજરાતી સેવા સમાજ ૯૦ એ, મોરારજી પેઠ.

૪૮. શિકંદરાબાદ

– ગુજરાતી સેવા મંડળ, ૧૧૪૧, રાષ્ટ્રપતિ રોડ, જીરા.

૪૯. શ્રીરંગમ

– બાગડ ધર્મશાળા, સાઉથગેટ, મંદિર પાસે.

૫૦. શ્રીનગર

– ૧.હોટલ ડ્રીમલેન્ડ, હોટલ સનમાઈન, બોલેવાર્ડ રોડ, ડાલસરોવાર, શ્રીનગર.     ૨. હોટલ મમતા.     ૩. હોટલ પૂર્ણિમા.     ૪. ગુજરાતી લોજ, જેલમ નદીના કિનારે, બસ સ્ટેસન પાસે.

૫૧. તીરૂચીરાપલ્લી

– ગુજરાતી સમાજ, ૫૨, ગુજલી સ્ટ્રીટ.

૫૨. ત્રિવેન્દ્રમ

– ૧. મુળજી જેઠાની ધર્મશાળા.     ૨. આર્યભવન.      ૩. શ્રી નિવાસ ટુરિસ્ટ હોમ.

૫૩. ઉજ્જૈન

– ગુજરાતી સમાજ, અવન્તીકાલય.

૫૪. ઉદયપુર

– ઉદયપુર ગુજરાતી સમાજ, સ્ટેશન નજીક.

૫૫. વિજયવાડા

– ગુજરાતી મંડળ, રાજા રંગપ્પા રાવસ્ટ્રીટ.

૫૬. વારાણસી

– ૧. ગુજરાતી સમાજ, રમણલાલ જે. ગાંધી ટોબેકો હાઉસ, શેખઅલીમાં ફાટક,પો.બો. ૮૯.     ૨. રેવાબાઈ ભાઈશંકર ગુજરાતી ધર્મશાળા ટાઉનહોલની સામે, મેદાગીન.     ૩. ભાટિયા ધર્મશાળા, ગોલધર.     ૪. બેલુપુર ગુજરાતી જૈન ધર્મશાળા.


‘મેં સમય હું’

રામાયણ’ અને ‘મહાભારત’ની શ્રેણીની રજત જયંતિ

એક સંશોધન :  રામજન્મભૂમિના આંદોલને ધાર્મિક શ્રેણીઓના જુવાળને લીધે ભારે જનસમર્થન મેળવેલું

સ્વ. રાજીવ ગાંધીએ દૂરદર્શનમાં શું કરી શકાય તેનું સૂચન જ આપ્યું હતું પણ ઉત્સાહી માહિતી-પ્રસારણ મંત્રાલયે સાહેબને ખુશ કરવા રામાયણઅને મહાભારતશ્રેણીને જન્મ આપ્યો…રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.

૧૯૮૫માં તત્કાલિન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ માહિતી-પ્રસારણ મંત્રાલયની મીટિંગ બોલાવી હતી. તે વખતે આ વિભાગના કેન્દ્રીય મંત્રી વી.એન. ગાડગીલ અને સેક્રેટરી એસ.એસ. ગીલ હતા.

રાજીવ ગાંધી વડાપ્રધાન હોઇ તેમણે મીટિંગમાં દૂરદર્શનમાં કેવા કાર્યક્રમો હોવા જોઈએ તેનાં થોડી કડકાઈ સાથે સૂચન કર્યા. સાથે એમ પણ ઉમેર્યું કે ”આપણા પ્રાચિન મૂલ્યો, તત્ત્વજ્ઞાાન, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોની વાતો પીરસતી શ્રેણીઓ પ્રસારિત કરો.”

ખરેખર તો દૂરદર્શન  બિનસાંપ્રદાયિકતાને વરેલું માધ્યમ હોઈ કોઈ એક ધર્મગ્રંથને જ પ્રોજેક્ટ કરતા કાર્યક્રમો બતાવી ના શકે તેવી તે વખતે પણ આચાર સંહિતા પ્રવર્તેલી હતી. પણ ગાડગીલ અને ગીલ એવું સમજ્યા કે રાજીવજીએ એવો ઇશારો કર્યો કે રામાયણ, મહાભારતની શ્રેણી બતાવો.

કદાચ એવું પણ માન્યું કે રાજીવજી તો આવા ધર્મગ્રંથોના પ્રસંગો જ વખતોવખત બતાવવાનું કહે છે પણ આપણે તેમને ખુશ કરવા બે-બે વર્ષ ચાલે એટલું સંપૂર્ણ રામાયણ અને મહાભારત જ ટીવીના પડદે ઠાલવી દઈએ.
સેક્રેટરી ગીલ તો સામ્યવાદી વિચારસરણીને વરેલા હતા. તેઓ તો કોઈપણ ધર્મ અને તેમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ કે શ્રીરામને તો માનતા જ ન હતા. પણ બોસ રાજીવ ગાંધીનાં સૂચનનું તેમણે જુદી રીતે અર્થઘટન કર્યું. જે પ્રભુને ના નમે તે બોસને સાષ્ટાંગ દંડવત્ કરે તે ધોરણે ગાડગીલ અને ગીલે તરત જ તે વખતના મોટા પ્રોડકશન બેનરના માલિક સ્વ. રામાનંદ સાગર અને સ્વ. બી.આર. ચોપડાને અનુક્રમે રામાયણ અને મહાભારત બનાવવાની ઓફર કરી. ૧૯૮૬થી ૧૯૮૮ દરમિયાન દૂરદર્શનના ડાયરેકટર જનરલ ભાસ્કર ઘોષ હતા. રામાનંદ સાગરે બી.આર. ચોપડા કરતા ઝડપથી પાયલોટ પ્રોજેક્ટ મૂકતા ‘રામાયણ’ને લીલીઝંડી મળી. ૭૮ હપ્તાનો કરાર થયો. ૨૫ જાન્યુઆરી ૧૯૮૭થી ૨૧ જુલાઈ, ૧૯૮૮ દરમિયાન આ એપીસોડ દર રવિવારે સવારે ૯.૩૦ થી ટેલિકાસ્ટ થતા હતા. દૂરદર્શન પ્રત્યેક હપ્તા માટે તે જમાનામાં રામાનંદ સાગરને રૃા. એક લાખ આપતું હતું. ટીવી શ્રેણી માટે રવિવારનો સવારનો ૯.૩૦નો સમય પ્રાઈમ કે અનુકૂળ ના કહેવાય. પણ દૂરદર્શન કે સાગર પ્રોડકશનને પણ કલ્પના ના હોય તેમ ત્રીજા-ચોથા એપિસોડ પછી તો રાષ્ટ્રીય મોજું ફરી વળ્યું તેમ ઈતિહાસ સર્જવા માંડયો. પ્રત્યેક હપ્તાના સરેરાશ રેકોર્ડ ૧૦ કરોડ દર્શકો રહેતા. આ ઐતિહાસિક શ્રેણીમાં ગુજરાતનું મહત્તમ પ્રદાન હતું. વડોદરાના મહારાજા સયાજીરાવ ઓરિએન્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા પ્રકાશિત થયેલા સાત વોલ્યુમનો આધાર લેવામાં આવ્યો હતો. શૂટિંગ અને એકસ્ટ્રા કલાકારો ઉંમરગામના હતાં. ખૂબ જ મહત્ત્વના એવા કોસ્ચ્યુમ મગનલાલ ડ્રેસવાલાના હતાં.
સીતા બનેલા દિપિકા ચીખલીયા, રાવણ-અરવિંદ ત્રિવેદી, જનક-મૂળરાજ રાજડા, ઉર્મિલા- અંજલી વ્યાસ, કુંભકર્ણ-નલીન દવે, વિભિષણ-મુકેશ રાવલ, શત્રુધ્ન-સમીર રાજડા. વિશ્વામિત્ર-શ્રીકાંત સોની જેવા મુખ્ય પાત્રો ગુજરાતી હતા. રામ બનેલા અરૃણ ગોવિલ અને હનુમાન-દારાસિંઘ આ રોલ નીભાવી અમર થઈ ગયા છે. સુનીલ લાહીરી લક્ષ્મણ અને સંજય જોગ (ભરત)ને આજે પણ યાદ કરવામાં આવે છે. અરવિંદ ત્રિવેદીએ રાવણ તરીકે એટલો દમદાર અભિનય આપ્યો હતો કે તેઓ જ્યાં જાય ત્યાં શિવ મહીમ્ન સ્ત્રોત રજૂ કરવો પડતો હતો.
તે પછી ઉત્તર રામાયણ (લવકુશ) પણ પ્રસારિત થયું પણ તેને એનો પ્રતિસાદ ન હતો મળ્યો. ‘રામાયણ’ અને ‘મહાભારત’ના ત્રણ વર્ષના પ્રસારણ દરમિયાન બધા તેમને ઘરે જ રહેતા. જેઓ ઘેર ટીવી નહતું તેઓ પાડોશીને ઘેર જતા. સવારે લગ્ન કે કોઈપણ પ્રકારના મુહૂર્ત નીકાળતા જ નહોતા. જો અનિવાર્ય હોય તો પ્રસંગોમાં સવારે શ્રેણી જોવા માટે ટીવી સેટ મુકવા પડતા હતા. ઘણા શ્રદ્ધાળુઓ ટીવી સેટ સામે આરતી ઉતારતા હતા. જાહેરમાર્ગો પર કરફયુ જેવો માહોલ રહેતો. ભૂલથી વીજળી ડૂલ થાય તો સબસ્ટેશન બાળી નંખાતા.  આવા ઉન્માદ વચ્ચે દૂરદર્શન જેવા સરકારી માધ્યમમાં સળંગ ત્રણ વર્ષ હિંદુ ધર્મના બે મહાન પૌરાણિક ગ્રંથોનું પ્રસારણ થતું રહે તેવી કલ્પના કરી શકાય, અન્ય ધર્મો અને આવા ભગવાન મનાતા પાત્રોનો વિરોધ કરનારા બૌધ્ધિકો, નાસ્તિકોએ શ્રેણીનો ભારે વિરોધ કર્યો હતો. પણ તેની લોકપ્રિયતા વિરાટ વંટોળ જેવી હતી. જો શ્રેણી બંધ થાય તો દેશભરમાં અજંપો અને ઉગ્રતા પ્રવર્તે તેમ હતી. તેના કરતા પણ રામાયણ અને મહાભારત શ્રેણીથી જ દેશમાં ગ્રાહકવાદ, તેવી પ્રોડક્ટસ, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને મુક્ત આર્થિક નીતિના દ્વાર ખુલે તેમ શ્રેણી દરમિયાન પ્રોડક્ટસની જાહેરાતોનું જાણે ઘોડાપૂર આવ્યું. દૂરદર્શનની કમાણીએ પણ કીર્તિમાનો સ્થાપ્યા.
રામાયણ જુલાઈ, ૮૮માં પૂરી થઈ તો બી.આર. ચોપડાની ૯૪ હપ્તાની ‘મહાભારત’ ૨ ઓક્ટોબર ૧૯૮૮થી ૨૪ જૂન, ૧૯૯૦ સુધી ચાલી.
રવિ ચોપડાએ ”મહાભારત”નું નિર્દેશન કર્યું હતું. આ શ્રેણીનું સ્તર અને નિર્માણ ખૂબ જ ચઢિયાતું હતું. આ શ્રેણીનું કોસ્ચુમ પણ આપણા મગનલાલ ડ્રેસવાલાએ પૂરું પાડયું હતું. બીબીસીમાં પણ તેનું ટેલિકાસ્ટ થયું હતું. તમામ ૯૪ હપ્તા રૃા. ૯ કરોડમાં બન્યા હતા. રવિવારે સવારે ૯ થી ૧૦ તેનું પ્રસારણ થતું હતું.
બી.આર. ચોપડાએ પ્રત્યેક હપ્તાના સૂત્રધાર તરીકે ‘સમય’ બતાવ્યો. જેનો કંઠ હરીશ ભીમાણીએ આપ્યો. હરીશ ભીમાણીની ઓળખ અને કમાણીની રફતાર પણ સમયે જ દોડાવી. ભગવાન શ્રીકૃષ્ણ તરીકે નીતિશ ભારદ્વાજ એ હદે જામ્યા કે બીજા રોલમાં તેઓને દર્શકોએ આવકાર્યા જ નહીં. પછી, આ લોકપ્રિયતાની વાંસળીના સૂરે તે સાંસદ બની ગયા.

 1. ફિરોઝ ખાન (અર્જુન),
 2. ગજેન્દ્ર ચૌહાણ (યુધિષ્ઠિર),
 3. પ્રવીણકુમાર (ભીમ),
 4. પેઈન્ટલ (શીખંડી),
 5. મયુર (અભિમન્યુ),
 6. રૃપા ગાંગુલી (દ્રૌપદી) તો
 7. કૌરવોમાં
 8. પુનીત ઇસ્સાર (દૂર્યોધન),
 9. પંકજ ધીર (કર્ણ),
 10. ગુફી પેઈન્ટલ (શકુની),
 11. મુકેશ ખન્ના (ભીષ્મ),
 12. ગોગા કપૂર (કંસ),
 13. પણ આગવી આજદિન સુધીની ઇમેજ કે ઓળખ મેળવી ગયા.
 14. ગાંધારી તરીકે રેણુકા ઇસરાની,
 15. ધૃતરાષ્ટ્ર ગીરીજા શંકર,
 16. યશોદા-મંજુ વ્યાસ,
 17. નંદ-રસિક દવે,
 18. દેવકી – શીલા શર્મા,
 19. વાસુદેવ-વિષ્ણુ શર્મા,
 20. ભરત-રાજ બબ્બર અને
 21. ગંગા – કિરણ જૂનેજા,
 22. વેદવ્યાસ-રાજેશ વિવેક હતા.
 23. રીવાઈન્ડની જેમ આ તમામ પાત્રો તાજા થયા હશે. મહેન્દ્ર કપુરનું ટાઇટલ સોંગ એક સાથે તમામ  ઘરોમાંથી સોસાયટી, શેરીઓ, ફળિયામાંથી સંભળાય ત્યારે જાણે ‘કોરશ’ બની જતું હતું !

‘મહાભારત’ના પ્રત્યેક હપ્તાના સરેરાશ ૨૦ કરોડ દર્શકો હતા.

સેવંતી નિનાન નામની લેખિકાએ રામાયણ અને મહાભારત ટીવી શ્રેણીની ભારતભરના નાગરિકો અને તેઓના માનસ પર અસર, તેમાં રજુ થતી જાહેરાતો સાથે એક નવું અર્થતંત્ર, ગ્રાહકલક્ષી સમાજનું નિર્માણ પર ‘ધ મેજિક વિન્ડો’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં જણાવ્યું છે કે આ શ્રેણી દરમિયાન જે જાહેરાતો રજુ થઈ તેણે એક નવી દ્રષ્ટિ અને બજાર ઉભું કર્યું. શેમ્પુ, સાબુ, ગોરા થવા માટેની પ્રોડક્ટ, ઓટોમોબાઈલ, કલર, ફૂડ અને ડેરી પ્રોડ્કટને વેગ મળ્યો. ઐશ્ચર્યા રાય મિસ વ ર્લ્ડ બની ત્યારે એક બજાર અંગે જાગ્રતતા કેળવાઈ ગઈ હતી. નૂડલ્સ યુગની એન્ટ્રી થઈ. આવી શ્રેણીઓને લીધે ટીવીના વેચાણમાં ઉંચી ઉંડાણ જોવા મળી.
‘મહાભારત’માંથી દૂરદર્શનની જાહેરાતની આવક ૬૫ કરોડ થઈ. ૧૦ સેકંડની જાહેરાતનો ભાવ શરૃમાં રૃા. ૭૦,૦૦૦ હતો તે આગળ જતા રૃા. ૧,૦૦,૦૦૦ થઈ ગયો હતો.
‘પોલિટિક્સ આફટર ટેલિવિઝન’ પુસ્તકમાં અરવિંદ રાજગોપાલે એક રસપ્રદ તારણ આપ્યું છે કે ”રામાયણ અને મહાભારત” જેવી શ્રેણીએ ભારતભરમાં ધર્મ અને શ્રદ્ધામાં જબરદસ્ત જુવાળ પેદા કર્યો. મંદિરોની આવક થઈ, ધર્મ એ ધંધો થવા માંડયો એટલું જ નહીં કરોડો નાગરિકોના આવા ઉન્માદને લીધે ભાજપના રામજન્મ ભૂમિનાં મુદ્દાને પ્રચંડ પ્રતિસાદ સાંપડયો. શ્રીરામ અને શ્રીકૃષ્ણ લોકનાયક અને હિંદુ ધર્મના ગૌરવ ભગવાન-ઉદ્ધારક તરીકે ઉપસી આવ્યા હતા. જો આ બંને શ્રેણીએ દિલોદિમાગ પર આ હદે કબજો ના જમાવ્યો હોત તો કદાચ હિંદુ કાર્ડ આજે પણ નિર્ણાયક રામજન્મભૂમિ-મંદિર નિર્ણાણના નામે રાજનિતીના દ્વાર ના ખુલ્યા હોત.
વધુ આગળ વિચારીએ તો બાબરી ધ્વંશ પછી જે રીતે મતોનું પોલરાઈઝેશન, હિંસા, કોમી ઘર્ષણ-તનાવ આજપર્યંત છે તેમાં ધાર્મિક પ્રબળતા અને સાંપ્રદાયિક શ્રદ્ધા જવાબદાર છે. એક નવો વળાંક જ દેશમાં આકાર પામ્યો. રાજકીય રથયાત્રામાં જોડાયેલા કાર્યકરો, નાગરિકો આ ધાર્મિક શ્રેણીના પાત્રો જેવા વેશપરિધાન ધારણ કરીને ભાગ લેતા હતા. તેઓ મંત્ર-નારાની શ્રેણીની સ્ટાઈલથી જ આજ સુધી હાકલ લગાવે છે. સ્વ. ગુલશન કુમારે આજ ધાર્મિક જુવાળમાં ઇજન પુરીને જબ્બર ધંધો કર્યો. ‘રામલીલા’ને નવજીવન મળ્યું.
શાસકો પાસેથી નાગરિકો ભગવાન શ્રીરામ જેવું શાસન અને શ્રીકૃષ્ણનું જોઈને ધર્મની હક્કની લાગણી પ્રબળ બની.

જોકે નેતાઓ રામ-કૃષ્ણના સપના બતાવીને રાવણ રાજ અને કૌરવ સેના જેવા કૃત્યો વર્ષોસર કરતા રહ્યાં છે. શ્રીકૃષ્ણ ફરી અવતરે તેવી નાગરિકોમાં લાચારી પ્રવર્તે છે.
આપણે વિચારીએ ત્યારે જ ખબર પડે કે આ બે શ્રેણીઓએ ૨૫ વર્ષમાં કેવી બહુમુખી અસર દેશમાં પાડી છે. સ્વ. રાજીવ ગાંધીની સૂચના આમાં નિમિત્ત બની. કોંગ્રેસે જ ભાજપને વેગવંતો પક્ષ બનાવી દીધો તેમ ના કહેવાય ?

 

સ્તોત્ર =  હોરોઈઝન – ભવેન કચ્છી (ગુજરાત સમાચાર લેખ ૧૪.૦૭.૨૦૧૩)

યે જવાની હૈ દિવાની – ફિલ્મ ગોષ્ઠી મારા અંદાજ માં……..


યે જવાની હૈ દિવાની – ફિલ્મ ગોષ્ઠી મારા અંદાજ માં……..

કરણ જોહર ના બેનર સાથે અયાન મુખૅજી નેજા હેઠળ મળીને એક ઉતમ અને મેસેજીસવાળી યુવાન હૈયા ની વાર્તા ની ફિલ્મ બનાવી છે.

yeh-jawaani-hai-deewani-13-12x9

યે જવાની દિવાની હે નું સંગીત પણ મસાલેદાર છે. જેમાં કબીરા, બલમ- પિચકારી, બતમીઝ-દિલ, સુભાન-અલ્લા સોંગ સુંદર સિનેટૉગાર્ફી છે.

હવે વાત ફિલ્મ ની સ્ટોરી ની તો વેકઅપ-સિંદ જોઈ હશે તો આપને લાગશે કે તેનું અપગ્રેડ વઝૅન છે. વેકઅપસિંદ કોલેજ માં ભણતા યુવાન ની આસ-પાસ રહેલી ફિલ્મ છે. જ્યારે યે જવાની દિવાની હે એ કોલેજ પુણૅ થયા પછી આસ-પાસ બનેલી ધટના પરનું છે.
દુનિયા ની કુદરતી નજારા ને મહેસુસ કરવા અને પોતાના શોખ પુણૅ કરવા નીકળી પડે છે સફર કરવા….મનાલી.
જીવવું તે પણ એક સ્વંત્રતા થી અને પોતાના મિજાજ મન-માની ને મક્ક્મ અને દ્રઢ સંક્લ્પ થી અલગ અંદાજ માં.
પોતાના ગોલ સુધી પહોંચવા તે ખુબ જ મહેનત કરે છે તેને પોતાના ડાયરી માં બનાવેલ યોજના પ્રમાણે તે તે પોતાના મિત્ર ને તેમજ પોતાના માતા-પિતા ને છોડી ને તે વિદેશ પોતાના સપના સાકાર કરવા જતો રહે છે. પોતાના ગોલ ને પહોંચી વળાવા પાછું વળીને જોતો નથી. ત્યાં સુધી માં આઠ વષૅ વીતી જાય છે. એક દિવસ અચાનક પોતાની જુના મિત્ર ફોન આવે છે. ત્યારે પોતાની નોકરી માં એક પ્રમોશન આવે છે. તે છોડીને પોતાન જુના મિત્ર નાં મેરેજ માં આવી ચડૅ છે. ત્યાં પોતાનાં બીજા અન્ય જુના મિત્રને મળીને પોતાના જુનાં સંસ્મરણો તાજા કરે છે.
એક મિત્ર દારૂ અને જુગાર માં બરબાદ થતો હોય છે જેના લીધે તે પોતાનો બિઝનેસ વેચાવા સુધી ની નોબત આવી જતી હોય છે. ત્યારે એક મિત્ર ની મદદ કરવા પુરી તૈયારી બતાવે છે.
આમ ફિલ્મ માં પોતાના ગોલ સુધી પહોચવા અને પોતાની જીવનની હરેક ક્ષણ અને હરેક પળ ને તે મહેસુસ કરે છે.
યે જવાની હૈ દિવાની ફિલ્મ સુંદર અને જીવન કઈ રીતે જીવવું તેવા મેસેજીસ વાળી છે.
(Movie Rating – 4 Point[****] out of 5)

(છબી સ્તોત્ર – http://www.glamsgam.com | આલેખન – કૌશલ પારેખ )

સુ-લેખ…


ચિંતનની પળે નાં લેખ નો એક ભાગ…

ku

સ્તોત્ર – ચિતંતની પળૅ = કૃષ્ણકાંન્ત ઉનડકટ.

તાંબા ના પાત્ર માં રાખેલું પાણી……


તાંબા ના પાત્ર માં રાખેલું પાણી

સ્ત્રોત- ગુજરાત સમાચાર

 

|| હનુમાન ચાલીસા ||


 

|| હનુમાન ચાલીસા ||

શ્રીગુરુ ચરન સરોજ, નિજ મનુ મુકુરુ સુધારિ,
બરનઉઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ.

બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર,
બલ બુદ્ધિ બિદ્યા દેહું મોહિં, હરહુ કલેશ બિકાર.

જય હનુમાન જ્ઞાન ગુન સાગર,
જય કપીશ તિહું લોક ઉજાગર.

રામદૂત અતુલિત બલ ધામા,
અંજનીપુત્ર પવનસુત નામા.

મહાવીર વિક્રમ બજરંગી,
કુમતિ નિવાર સુમતિ કે સંગી.

કંચન બરન બિરાજ સુવેસા,
કાનન કુંડલ કુંચિત કેશા.

હાથ વ્રજ ઔર ધ્વજા બિરાજૈ,
કાંધે મૂંજ જનેઊ સાજૈ.

શંકર સુવન કેસરી નંદન,
તેજ પ્રતાપ મહા જગ વંદન.

વિદ્યાવાન ગુની અતિ ચાતુર,
રાજકામ કરિબે કો આતુર.

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા,
રામલક્ષ્મણ સીતા મન બસિયા.

સૂક્ષ્મરુપ ધરિ સિંયહિં દિખાવા,
વિકટ રુપ ધરિ લંક જલાવા.

ભીમરુપ ધરિ અસુર સંહારે,
શ્રી રામચંદ્ર કે કાજ સઁવારે.

લાય સંજીવન લક્ષ્મણ જિવાયે,
શ્રી રઘુવીર હરષિ ઉર લાયે.

રઘુપતિ કીન્હીં બહુત બડાઈ,
તુમ મમ પ્રિય ભરતહિ સમભાઈ.

સહસ્ત્ર બદન તુમ્હરો જસ ગાવૈં,
અસ કહિ શ્રી પતિ કંઠ લગાવૈ.

સનકાદિક બ્રહ્માદિ મુનીસા,
નારદ શારદ સહિત અહીસા.

યમકુબેર દિગ્પાલ જહાં તે,
કવિ કોવિદ કહિ સકૈં કહાં તે.

તુમ ઉપકાર સુગ્રીવ હિં કિન્હા,
રામ મિલાય રાજપદ દીન્હા.

તુમ્હરો મંત્ર વિભીષણ માના,
લંકેશ્વર ભયે સબ જગ જાના.

જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ,
લીલ્યો તાહિ મધુર ફલ જાનું.

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માંહી,
જલધિ લાંધિ ગયે અચરજ નાહીં.

દુર્ગમકાજ જગત કે જે તે,
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે.

રામદુઆરે તુમ રખવારે,
હોત ન આજ્ઞા બિનુ પેસારે.

સબ સુખ લહૈ તુમ્હારી શરના,
તુમ રક્ષક કાહુ કો ડરના.

આપન તેજ સ્મહારો આપૈ,
તીનોં લોક હાંક તે કાંપૈ.

ભૂત પિશાચ નિકટ નહિ આવૈ,
મહાવીર જબ નામ સુનાવૈ.

નાસૈ રોગ હરૈ સબ પીરા,
જપત નિરંતર હનુમંત બીરા.

સંકટ સે હનુમાન છુડાવૈ,
મન-કર્મ-વચન ધ્યાન જો લાવૈ.

સબ પર રામ તપસ્વી રાજા,
તિન કે કાજ સકલ તુમ સાજા.

ઔર મનોરથ જો કોઈ લાવૈ,
સોઈ અમિત જીવન ફલ પાવૈ.

ચારો જુગ પરતાપ તુમ્હારા,
હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા.

સાધુ સંત કે તુમ રખવારે,
અસુર નિકંદન રામ દુલારે.

અષ્ટ સીધી નવ નિધિ કે દાતા |
અસ વર દિન જાનકી માતા ||

રામ રસાયણ તુમ્હારે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||

તુમ્હરો ભજન રામ કો પાવે,
જનમજનમ કે દુઃખ બિસરાવૈ.

અંતકાલ રઘુવરપુર જાઈ,
જહાં જન્મ હરિ-ભક્ત કહાઈ.

ઔર દેવતા ચિત્ત ન ધરઈ,
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ.

સંકટ કટૈ મિટૈ સબ પીરા,
જો સુમિરૈ હનુમંત બલબીરા.

જય જય જય હનુમાન ગોસાઈ,
કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈ.

જો સત બાર પાઠ કરે કોઈ,
છુટહિ બંદિ મહા સુખ હોઈ.

જો યહ પઢે હનુમાન ચાલીસા,
હોય સિદ્ધિ સાખી ગૌરીશા.

તુલસીદાસ સદા હરિ ચેરા,
કીજૈ નાથ હૃદય મહઁ ડેરા.

પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રુપ,
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સૂર ભૂપ.

હનુમાનજી પ્રાગટ્ય દિવસ


પ્રાગટ્ય દિવસ

hanuman

 

 

કલ્પભેદથી કોઈ ભક્તો ચૈત્ર સુદ 1 મધા નક્ષત્ર માને છે. કોઈ કારતક વદ 14, કોઈ કારતક સુદ 15, કોઈ મંગળવાર તો કોઈ શનિવાર માને છે. પણ ભાવુક ભક્તો માટે પોતાના આરાધ્યદેવ માટે બધી તિથિ શુભ અને શ્રેષ્ઠ છે.

ભગવાન શિવ, શ્રી હનુમાનજીના આરાધ્ય દેવ અને શ્રીરામની લીલાના દર્શન હેતુ અને મુખ્યત્વે તેમની શ્રીરામને તેમના શુભ કાર્યોમાં સહાયતા પ્રદાન કરવા પોતાના અંશ અગિયારમાં રૂદ્રથી શુભતિથિ અને શુભ મૂહૂર્તમાં માતા શ્રી અંજનીના ગર્ભથી શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજીના રૂપમાં ધરતી પર તેમનું પ્રાગટ્ય થયું. મૂળ અગીયારમાં રૂદ્ર ભગાવન શિવના અંશજ, ભગવાન શ્રી વિષ્ણુની (શ્રી રામના રૂપમાં) સહાયતા માટે પ્રગટ્યા.

શ્રી અંજનીમાતાના પતિ શ્રી કેસરી હોવાથી શ્રી હનુમાનજી મહારાજ કેસરી નંદન પણ કહેવાયા.

 

રઘુનંદન (શ્રી રામ) પ્રિય ભક્ત શ્રી હનુમાનજી

શ્રી રામ ભક્ત, રામકથાના રસિક, અજર-અમર, વજ્રદેહધારી, વૈરાગી શ્રી હનુમાનજી, બળના ધામ, સકલ ગુણોની ખાણ, વિદ્યા નિધિ અષ્ટ સિધ્ધિને નવનિધિના દાતા, સુવર્ણ દેહવાળાં, સ્વયં પ્રકાશક, વિવેક ચુડામણી, બળવીરોમાં સરતાજ, મહાવીર, જાગૃતિકાર, પ્રભુસેવાના સર્વશ્રેષ્ઠ સેવક, દુષ્ટોના યમરાજ, સજ્જનોના સેવક, મંગલમૂર્તિ, બ્રહ્મચારી, સંગીતજ્ઞ, ગરીબનિવાજ, શિવસ્વરુપ, મારુતિનંદન, શ્રી અંજલિકુમાર, કેસરી નંદન શ્રી હનુમાનજીને સૌ ભક્તજનોના કોટિ કોટિ વંદન….

શ્રી હનુમાનજી એટલે ચેતના, સ્વયંગતિ, ચેતના એટલે પરમાત્મા, પરમસત્તા, શ્રી હનુમાનજી શિવજીના અગિયારમા રુદ્ર અને અજર અમર મહાપ્રભુ છે. શિવ શંકરજી સ્વયં શ્રી હનુમાનજી સ્વરુપે છે. શ્રી રામની સેવા કરવી અને શ્રી રામમાં અનન્ય નિષ્ઠા રાખવી એ જ એમનું એકમાત્ર લક્ષ્ય હતું.

સીતામાતાની શોધ શ્રી હનુમાનજીએ કરી અને માતાએ તેમને બે વરદાન આપ્યા.

“અજર અમર ગુન નિધિ સુત હો હૂં…” અને

“અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસવરદીન જાનકી માતા!”

જે વ્યક્તિ મનુષ્ય શ્રી હનુમાનજીની સાચા હૃદયથી પ્રાર્થના ભક્તિ કરે છે તેના તમામ કષ્ટ દૂર થાય છે. ભૂત-પિશાચ પણ તેની નિકટ આવી શકતા નથી અને બદીથી દૂર રહે છે. ભારતમાં ઘણા હનુમાન તીર્થસ્થાનોમાં આજે પણ જેને ભૂત-પિશાચનું વળગણ હોય, તે મંદિર પરિસરમાં પહોંચતા જ વ્યક્તિના શરીરમાંથી તે પિશાચ પીડાય છે અને તેને મુક્ત કરી ભાગી જાય છે. કોઈપણ સ્થાને રામકથા હોય તો શ્રી હનુમાનજી માટે અલગ આસન મુકાય છે. ત્યાં શ્રી હનુમાનજી અદ્દશ્ય સ્વરુપે પણ બિરાજમાન થઈ રામકથા સાંભળે છે. એમના હૃદયમાં શ્રી રામ – સીતાજી સદાય બિરાજમાન છે. સમગ્ર જગતને સીતારામમય સમજીને પ્રણામ કરતા રહો. શ્રી હનુમાનજી હાજરાહજૂર છે. તેમનું અને શ્રી રામનું નામ જપતા રહો.

જય શ્રી રામ…જય શ્રી હનુમાન…

સ્ત્રોત – કેમ્પ હનુમાન ટેમ્પલ(સાઈટ)

%d bloggers like this: